શાળા પ્રવેશોત્સવર૦૧ર બીજો તબક્કો

તા. ર૮, ર૯ ૩૦ જૂનર૦૧૨ર દરમ્યાન શહેરી વિસ્તારોમાં યોજાશે વિરાટ અભિયાન

૬ મહાનગરપાલિકાઓ, ૧પ૯ નગરપાલિકા વિસ્તારોમાં અંદાજિત ર.પ લાખ બાળકો પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવશે

 પ્રાથમિક શાળાના દશમાં વિરાટ જનઆંદોલનના બીજા તબક્કાનું નેતૃત્વ કરશે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી

મંત્રીમંડળના સભ્યોપદાધિકારીઓ અધિકારીઓ બાળકોનું શાળામાં નામાંકન કરાવશે .

ગાંધીનગર, મંગળવાર રાજ્યમાં ૬ થી ૧૪ વર્ષની વયના તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે, નિયમિત શાળામાં જાય અને શાળામાં અભ્યાસ માટે ટકી રહે તેવા હેતુસર રાજ્યભરમાં ઉજ્વાતાં કન્યા કેળવણી મહોત્સવશાળા પ્રવેશોત્સવનો બીજો તબક્કો તા. ર૮ર૯૩૦ જૂનર૦૧રના રોજ રાજ્યના શહેરી વિસ્તારોમાં યોજાશે.

પ્રાથમિક શિક્ષણની સાર્વત્રિક જ્યોત પ્રગટાવતી આ સરસ્વતી યાત્રા ૬ મહાનગરપાલિકા વિસ્તાર અને ૧પ૯ નગરપાલિકા વિસ્તારમાં શરૂ થનાર છે. આ ત્રણ દિવસ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દશમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવનું નેતૃત્વ કરશે તથા પ્રાથમિક શિક્ષણ માટે સમાજની સામૂહિક ભાગીદારી અને સંવેદનાનું પ્રેરક માર્ગદર્શન આપશે. રાજય મંત્રીમંડળના સભ્યો, સંસદીય સચિવશ્રીઓ, વિધાનસભાના અધ્યક્ષશ્રી તથા દંડકશ્રી, રાજયસભાના તથા લોકસભાના સદસ્યશ્રીઓ, બોર્ડનિગમોના ચેરમેનશ્રીઓ, આઇ.એ.એસ, આઇ.પી.એસ તથા આઇ.એફ.એસ અધિકારીઓ પણ શહેરી વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં નવા દાખલ થનારા બાળકોનું નામાંકન કરાવશે.

અંદાજિત ૨.૫ લાખ બાળકોનું નામાંકન કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાની તથા શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરા અને શિક્ષણ રાજયમંત્રીશ્રી જયસિંહ ચૌહાણની સીધી દેખરેખ હેઠળ તા.૧૪૧૫૧૬ જૂન ૨૦૧૨માં યોજાયેલ પ્રથમ તબક્કાના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ૨૦૧૨ને અભૂતપૂર્વ સફળતા પ્રા થઇ છે. સમગ્ર રાજયમાં કુલ ૪૭,૯૮૦૮ બાળકો અને ધોરણ૮માં ૪૮૦૧૬૯ બાળકોએ શાળા પ્રવેશ મેળવ્યો હતો. આંગણવાડીબાલમંદિરમાં ૩૦,૬૪૪૪ ભૂલકાંઓએ પ્રવેશ લીધો. સમગ્ર રાજયમાંથી રૂા.૧૦.૫૪ કરોડનો લોક સહયોગ રોકડ/વસ્તુ સ્વરૂપે પ્રા થયો હતો. આમ કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રથમ તબક્કો ખૂબ ઉત્સાહ પ્રેરક અને સફળ રહયો છે.