India & Israel are committed to advance our engagement on several fronts: Prime Minister
Our engagement is multi-dimensional and wide-ranging: PM Modi to President of Israel
Our economic initiatives, emphasis on innovation, research & technological development match well with Israel’s strengths & capacities: PM
Israeli companies can scale up their tie-ups with our schemes of Make in India, Digital India, Skill India, and Smart Cities: PM
President Rivlin and I deeply value our strong and growing partnership to secure our societies: Prime Minister Modi
India is grateful to Israel for its clear support to India’s permanent candidature in a reformed UN Security Council: PM Modi
મહામહિમ રાષ્ટ્રપતિ રેયુવેન રિવલિન

અને મીડિયાના મિત્રો,

મને ભારતની મુલાકાતે આવેલા ઇઝરાયેલા રાષ્ટ્રપતિ રેયુવેન રિવલિન અને તેમના પ્રતિનિધિમંડળના ગણમાન્ય સભ્યોને આવકારતા આનંદ થાય છે. રાષ્ટ્રપતિ રિવલિન ભારતની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છે. અમે આ વિશેષ પ્રસંગે તેમને આવકારતા ખુશી અનુભવીએ છીએ. મહામહિમ, તમારી મુલાકાત અમારી ભાગીદારીમાં નવા આધારસ્તંભોનું નિર્માણ કરવામાં અમારા પ્રયાસોને મહત્ત્વપૂર્ણ બળ પ્રદાન કરશે. તે ગયા વર્ષે ભારતના રાષ્ટ્રપતિની ઇઝરાયેલની સૌપ્રથમ મુલાકાત દ્વારા ઊભી થયેલી ગતિને વેગ પ્રદાન કરશે. આગામી વર્ષે બંને દેશો સંપૂર્ણ રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 25મી વર્ષની ઉજવણી કરશે. આપણે આ મોટી સિદ્ધિ તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે બંને દેશો કેટલાક મોરચે આપણી ભાગીદારીને નવી ઊંચાઈ પર પહોંચાડવા પ્રતિબદ્ધ છીએ. આપણે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓના આધારે આપણા સામાન્ય હિતોનો સમન્વય કરીશું.

મિત્રો,

આપણી ભાગીદારી બહુપરિણામી અને વ્યાપક ક્ષેત્રોમાં વિસ્તૃત છે. આપણે આ ક્ષેત્રોમાં ભાગીદારી ધરાવીએ છીએ:

• કૃષિ ઉત્પાદકતા અને કાર્યદક્ષતા વધારવા;

• સંશોધન અને નવીનતામાં જોડાણને પ્રોત્સાહન આપવામાં;

• અમારા સમાજના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં;

• વેપારી જોડાણ અને રોકાણના સંબંધો મજબૂત કરવામાં;

• આપણા લોકોને સુરક્ષિત બનાવવા માટે; અને

• વિસ્તૃત સાંસ્કૃતિક અને પ્રવાસન જોડાણ મારફતે લોકો વચ્ચેના સંબંધોનું સંવર્ધન કરવા.

• શૈક્ષણિક આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવામાં. ઇઝરાયેલ જતા ભારતીય વિદ્યાર્થીઓની અને ત્યાંથી ભારતમાં આવતા ઇઝરાયેલી વિદ્યાર્થીઓની વધતી સંખ્યા આપણી દ્વિપક્ષીય ભાગીદારીમાં મહત્ત્વપૂર્ણ સેતુસમાન બની શકે છે.

મિત્રો,

આજે રાષ્ટ્રપતિ રિવલિન અને મેં સવારે વાટાઘાટો કરી છે તથા હું સંમત છું કે આપણા દેશો વચ્ચે સહકારના કેટલાક ક્ષેત્રો અતિ મજબૂત છે. અમે ઇઝરાયેલની કૃષિ ક્ષેત્રમાં તેની પ્રગતિ, દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ટપક સિંચાઈ પદ્ધતિ અને જળ વ્યવસ્થાપનમાં તેની કુશળતાથી પરિચિત છીએ. અમે આપણી ભાગીદારીમાં સૌથી મહત્ત્વપૂર્ણ બે ક્ષેત્રો તરીકે વૈજ્ઞાનિક સંશોધન અને વિકાસમાં જોડાણ અને જળ વ્યવસ્થાપન અને સંરક્ષણની ઓળખ કરી છે. અમે બંને સંમત થયા છીએ કે ભારતીય અર્થતંત્રમાં જે ઝડપથી આર્થિક સુધારણા થઈ રહ્યું છે, તેના પગલે ઇઝરાયેલની કંપનીઓ માટે અનેક તકો ઊભી થઈ છે. આપણી આર્થિક પહેલો અને કાર્યક્રમો તથા નવીનતા, સંશોધન અને ટેકનોલોજીક વિકાસ પર ભાર ઇઝરાયેલની ક્ષમતા અને મજબૂતી સાથે સુંસગત છે. ઇઝરાયેલની કંપનીઓ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને સ્માર્ટ સિટીઝની અમારી મુખ્ય યોજનાઓ સાથે તેમનું જોડાણ વધારી શકે છે. હું આ ક્ષેત્રોમાં આપણા બંને દેશો વચ્ચે વાણિજ્યિક અને રોકાણના વ્યાવસાયિક સંબંધોનું નિર્માણ કરવાની આ આદર્શ તકનો ઉપયોગ કરવામાં આગેવાની લેવા બંને પક્ષની ખાનગી ક્ષેત્રની કંપનીઓને પ્રોત્સાહન આપીશ. ભારત અને ઇઝરાયેલની કંપનીઓ ઊંચી ટેકનોલોજી ધરાવતા ઉત્પાદન અને સેવા ક્ષેત્રોમાં સંયુક્તપણે પણ કામ કરી શકે છે. મેક ઇન ઇન્ડિયા અને રાષ્ટ્રપતિ રિવલિને મને અમારી ચર્ચામાં જણાવ્યા મુજબ, મેક વિથ ઇન્ડિયાથી બંને દેશોમાં રોજગારીનું સર્જન અને બંને દેશોને લાભ થઈ શકે છે. આઇટી સેવાઓ એવું ક્ષેત્ર છે, જ્યાં અમારી ભાગીદારી આપણા બંને દેશના અર્થતંત્રો માટે ફરક પાડી શકે છે.

મિત્રો,

રાષ્ટ્રપતિ રિવલિન અને હું આપણા બંને દેશોના સમાજોને સુરક્ષિત કરવા આપણી મજબૂત અને વધતી ભાગીદારીના મૂલ્યને સમજીએ છીએ. આપણા બંને દેશોના નાગરિકોને આતંકવાદ અને ચરમપંથી ખતરો છે. અમે સ્વીકાર્યું છે કે આતંકવાદ વૈશ્વિક પડકાર છે, જેને કોઈ સીમાડા નડતા નથી અને સંગઠિત અપરાધના અન્ય સ્વરૂપો સાથે વિસ્તૃત જોડાણ ધરાવે છે. કમનસીબ બાબત એ છે કે, તેના મૂળ અને પ્રસારમાં ભારતનો જ એક પડોશી દેશ સંકળાયેલો છે. અમે સંમત થયા હતા કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદી નેટવર્ક અને તેમને પોષણ આપતા દેશો સામે નિર્ણાયક અને દ્રઢ કામગીરી કરવી જોઈએ. આતંકવાદ સામે કરવાની નિષ્ફળતા અને ચૂપકીદી આતંકવાદીઓને પ્રોત્સાહન જ આપશે. અમે તમામ શાંતિપ્રિય રાષ્ટ્રો માટે જોખમરૂપ ચરમપંથીઓ અને હિંસક ઉગ્રવાદીઓનો સામનો કરવા અમારા સહકારને વધારવા સંમત થયા હતા. અમે સાયબર ક્ષેત્રમાં આ પ્રકારની વ્યવહારિક અને ચોક્કસ ભાગીદારીને પ્રાથમિકતા પણ આપીએ છીએ. આપણે આપણી સુરક્ષા ભાગીદારીને મજબૂત કરવી જોઈએ. અમે ઉત્પાદન અને ઉત્પાદન ભાગીદારી મારફતે તેને વધારે વિસ્તૃત બનાવવાની જરૂરિયાત પર પણ સંમત થયા છીએ. ભારત સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં સુધારો કરવા અને ભારતના કાયમી સભ્યપદને સ્પષ્ટ સમર્થન આપવા ઇઝરાયેલનો આભાર પણ માને છે.

મિત્રો,

સાથી લોકશાહી દેશો તરીકે, અમારા નાગરિકો આપણી સૌથી મોટી તાકાત છે અને ભારત-ઇઝરાયેલ વચ્ચે મજબૂત ભાગીદારીનો સૌથી મોટો લાભ તેમને જ મળશે. ભારતમાં 2000 વર્ષ જૂનો યહૂદી સમુદાય આપણા પ્રાચીન સંબંધોનું પ્રતીક છે. અત્યારે તેઓ અમારા સંયુક્ત સાંસ્કૃતિક સમુદાયનો મહત્ત્વપૂર્ણ ભાગ છે, જેણે તેમની પરંપરાઓ સતત જાળવી રાખી છે. અમને ભારતમાં યહુદી સમુદાય પર ગર્વ છે. રાષ્ટ્રપતિ અને હું સંમત છીએ કે પીપલ-ટૂ-પીપલ (પી2પી) સંપર્કને પ્રોત્સાહન આપવો જોઈએ, જેનો આપણે લાંબો સહિયારો ઇતિહાસ ધરાવીએ છીએ અને જે આપણી સહિયારી પ્રાથમિકતા છે.

 


મહામહિમ,

આપણા અઢી દાયકાના મૈત્રીપૂર્ણ સંબંધોથી આપણા બંને દેશને લાભ થયો છે. તેનાથી વૈશ્વિક સ્તરે શાંતિ, સ્થિરતા અને લોકશાહીના મૂલ્યો મજબૂત પણ થયા છે. તમારી મુલાકાતે નવી શરૂઆત કરવાની અને આપણી ભાગીદારીને નવો આકાર આપવાની તક પ્રદાન કરી છે. આ શબ્દો સાથે હું એક વખત ફરી રાષ્ટ્રપતિ રિવલિનને ભારતની પ્રથમ મુલાકાતમાં આવકાર આપું છું અને ભારતમાં લાભદાયક, ફળદાયક અને આનંદદાયક મુલાકાત માટે શુભેચ્છા પાઠવું છું.

તમારો ધન્યવાદ.