પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14મી સપ્ટેમ્બર, 2016ના રોજ જીએસટી માટે તૈયારીની સમીક્ષા કરવા બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય નાણાંપ્રધાન, રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાંપ્રધાન, પ્રધાનમંત્રી કાર્યાલય અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરકાર 1 એપ્રિલ, 2017થી જીએસટીનો અમલ કરવા ઇચ્છે છે અને તેમાં વિલંબ ન થાય એ સુનિશ્ચિત કરવા પ્રધાનમંત્રીએ જીએસટીનો અમલ કરવા સાથે સંબંધિત વિવિધ પગલાની પ્રગતિની સમીક્ષા કરી હતી, જેમાં મોડલ જીએસટી કાયદો અને નિયમોની રૂપરેખાની તૈયારી, કેન્દ્ર અને રાજ્યો બંને માટે આઇટી માળખાની સ્થાપના, કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓને તાલીમ તથા વેપાર અને ઉદ્યોગમાં જાગૃતિ લાવવા જીએસટીની પહોંચ સામેલ છે. પ્રધાનમંત્રીએ તમામ