મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે સવારે અમદાવાદ મેરેથોનઃર૦૧૪ને પ્રસ્થા્ન કરાવ્યું હતું. નગરજનોની સંસ્કૃતિમાં ગતિ-દોડનો અવસર કદમ સાથે મન અને મકસદને જોડવાનો અવસર બની રહ્યો છે, એમ જણાવી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દોડવીરોને ખેલદીલી સાથે ભાગ લેવા બદલ અભિનંદન આપ્યા હતા.
તીવ્ર ઠંડીના વાતાવરણમાં ૧૯,૦૦૦થી વધુ જેટલા નગરજનોના અદમ્ય ઉત્સાહ-ઉમંગ વચ્ચે મેરેથોન દોડનો પ્રારંભ થયો હતો. ચાર કેટેગરીમાં આ રિલાયન્સ અમદાવાદ મેરેથોનમાં દોડીવીર ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં ફૂલ મેરેથોન ૪ર કિ.મી., હાફ મેરેથોન ર૧ કિલોમીટર, ડ્રીમ રન સાત કિ.મી. અને વિશિષ્ઠ શક્તિ ધરાવતા વિકલાંગોની સ્પર્ધા-દોડ યોજવામાં આવી હતી. જેના માટે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય દોડ સ્પિર્ધાના માપદંડો સાથે વિજેતાઓને કુલ મળીને રૂા. ૭૮ લાખના પુરસ્કારો અપાય છે.
ગુજરાતીઓમાં દોડ-ગતિની જીવનનો ઉત્સહ બની ગયો છે અને રાજ્યના ચાર શહેરો મેરેથોનમાં જોડાયા છે, એમ તેમણે જણાવ્યું હતું. રિલાયન્સ સાબરમતી મેરેથોન દોડમાં અમદાવાદીઓ સહિત રાજ્યભરમાંથી તથા વિદેશના લોકો પણ જોડાયા હતા. નેહા અને કાર્તિકભાઈ શિકાગોથી દોડમાં ભાગ લેવા માટે આવ્યા હતા. અતુલ કરવલ તથા શમશેરસિંઘ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિત ગુજરાત પોલીસ એકેડમીના જવાનોએ પણ ફુલ અને હાફ મેરેથોનમાં દોડ લગાવી હતી. ર૦૧૦થી શરૂ થયેલી આ મેરેથોન દોડ આજે સતત ચોથા વર્ષે પણ યોજાઇ રહી છે.
મેરેથોન દોડ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ, ડેપ્યુટી મેયર શ્રી રમેશભાઈ દેસાઇ, મ્યુનિસિપલ કમિશનર કે. મહાપાત્રા, ધારાસભ્ય શ્રી ભૂષણ ભટ્ટ, નિર્મલાબેન વાઘવાણી, પૂર્વ મેયર શ્રી અસીત વોરા સહિત કોર્પોરેશનના અધિકારીઓ તથા વરિષ્ઠ પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.