સ્પોર્ટસ યુનિવર્સિટી અને જૂડો કરાટેના વિકાસમાં યોગદાન આપવાની તત્પરતા

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આજે ફિલ્મના ખ્યાતનામ અભિનેતાશ્રી પરેશ રાવલ અને શ્રી અક્ષયકુમારે સૌજ્ન્ય મૂલકાત લીધી હતી અને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીના પ્રેરક માર્ગદર્શન હેઠળ સર્વાંગીણ વિકાસ ઉપરાંત રમત-ગમત પ્રવૃત્તિ અને યુવા વિકાસ માટે જે નવીનત્તમ પહેલ કરવામાં આવી છે તેનાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતમાં સ્પોર્ટસ યુનિવર્સિટી અને વિશેષમાં જૂડો-કરાટે જેવા શારિરીક માનસિક ક્ષમતા વર્ધનના વ્યાયામ ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપવાની તત્પરતા બંને અભિનેતાઓએ વ્યકત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સ્પોર્ટસ યુનિવર્સિટી, યોગ યુનિવર્સિટી અને વ્યાયામ પ્રવૃત્તિઓ માટે રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમની રૂપરેખા આપી હતી.

યુવકસેવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવશ્રી ભાગ્યેશ જ્હા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહયાં હતા.