"Narendra Modi greets Malayali community on the festival of Onam"
"Onam is a festival of prosperity, unity, virtue and truthfulness: Narendra Modi"

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વભરમાં વસતા મલયાલી સમાજના પરિવારોને આજથી શરૂ થતા ઓનમ્‌ના પાવન તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

મલયાલમ ભાષામાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઓનમના મહાત્મ્ય અંગેના શુભકામના સંદેશમાં જણાવ્યું છે કે ઓનમનો તહેવાર સમૃધ્ધિ, એકતા, મૂલ્યો અને સત્યવૃત્તિનું પાવન પર્વ છે.

પ્રજાવત્સલ મહાબલીના સ્વર્ણિમ યુગમાં જે સમૃધ્ધિ અને એકતાના સમાજજીવનમાં દર્શન થતા હતા તેનું પૂનિત સ્મરણ ઓનમ કરાવે છે. એકતા અને ભાઇચારો એ આજના સમયની માંગ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિશ્વભરમાં વસતા મલયાલી પરિવારોએ તેમના સખત પરિશ્રમ અને બૌધ્ધિક કૌશલ્યથી પોતાની ઓળખ ઉભી કરી છે. સતત સંઘર્ષમય અને પુરૂષાર્થી જીવનમાં પણ મલયાલી સમાજ ચિન્ગમના મહિનામાં થીરૂવ્રોનમ્‌ની ઉજવણી પોતાના પરિવાર સાથે કરવાનું ભૂલતો નથી.

મુખ્યમંત્રીશ્રીએ મા અમૃતાનંદમયી દેવીના ૬૦મા જન્મ દિવસે આગામી ર૬મી સપ્ટેમ્બરે કેરાલાની મૂલાકાત લેવાના છે તેનો નિર્દેશ કરી તે અવસરે કેરાલામાં સૌને મળવાનું સૌભાગ્ય મળશે એવી અપેક્ષા વ્યકત કરી છે.