મિત્રો,
આપણા ભારતની મહાન સાંસ્કૃજતિક વિરાસતના અનેક મહાપુરૂષો, વિશ્વભની સમસ્ત્ માનવજાતના કલ્યાણ માટે પથદર્શક બન્યા છે.
મહાત્મા ગાંધીજીને પણ એક યુગપુરૂષ તરીકે આખું વિશ્વ ગણમાન્યર ગણે છે. મહાત્મા ગાંધીજીનું જીવન અને તેમના વિચારોમાંથી અનેક સમસ્યાાઓના સમાધાનનો માર્ગ મળે છે અને આજે પણ તે પ્રસ્તુત છે.
મહાત્માર ગાંધીજી વિશે - તેમના જીવન વિશે વિશ્લેષણ થતું રહે છે, પરંતુ તાજેતરમાં એક વિદેશી લેખક શ્રી જોસેફ લેલિવેલ્ડષ (JOSEPH LELYVELD) એ તેમના પુસ્તેક "ગ્રેટ સાઉલઃ મહાત્મા ગાંધી એન્ડ હીઝ સ્ટ્રગલ વિથ ઇન્ડી યા" માં મહાત્મા ગાંધીજી અંગે અત્યંત વિકૃત અને ધૃણાસ્પદ માનસિકતાથી આલેખન કરેલું છે. એ અંગે હું મારો આક્રોશ વ્યાકત કરું છું.
આલોચના અને અભિવ્યરકિતની સ્વયતંત્રતા, કોઇના ચારિત્રહનન કે બદનામી કરવાનો અધિકાર બની શકે નહીં. આથી જ, શ્રી જોસેફ લેલિવેલ્ડે મહાત્મા ગાંધીજી વિશે કરેલા વિકૃત અર્થઘટનોથી માત્ર ગુજરાત જ નહીં, ભારતભરમાં વિવેક અને શાણપણ ધરાવતા સહુ કોઇની લાગણી દુભાઇ છે.
આપણા સહુનો આ રોષ અને આક્રોશ સ્વાભાવિક છે.
ભારતની મહાન વિરાસત અને મહાપુરૂષો વિશે આપણે સ્વાભિમાન અને ગૌરવ લઇએ છીએ અને તેથી જ જોસેફ લેલિવેલ્ડોના મહાત્માઇ ગાંધીજી વિશેના વિકૃત વૃત્તિથી કરાયેલા આલેખન અત્યંત નિંદાને પાત્ર છે. કોઇપણ સંજોગોમાં તેને સાંખી લેવાય નહીં.
આપણે ઇચ્છી એ કે પુસ્તમકના લેખક અને પ્રકાશક પોતાની ભૂલ કબૂલ કરે અને જાહેર માફી માંગે.
ગુજરાત સરકારે તો આ પુસ્તેક ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે.
મને વિશ્વાસ છે કે, સમગ્ર ભારતમાં જનસમાજનો વ્યાપક આક્રોશ ધ્યામનમાં લઇને, કેન્દ્રા સરકાર પણ તાત્કાકલિક અસરથી આ વિકૃત પ્રકાશન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરશે.
મિત્રો, મહાત્મા્ ગાંધીજી હોય કે આપણી ભારતમાતાની ધરતી ઉપર જન્મેપલા કોઇપણ મહાપુરૂષ હોય, આપણાં આદર અને સન્માનના અધિકારી છે અને તેમના અપમાન કે ભારતની સાંસ્કૃતિક અસ્મિનતાને બદનામ કરનારા સામે આપણું સ્વાભિમાન જાગી ઉઠવું જોઇએ.
મિત્રો,આપણાં સહુની નજર આજે તો મોહાલીમાં રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આઇ.સી.સી. વર્લ્ડકપની સેમી ફાઇનલ ક્રિકેટમેચ ઉપર છે.
આવો, ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ ક્રિકેટ મેચને ભારતની એકતાના અવસર તરીકે ઉજવીએ. ખેલદીલી એ કોઇપણ રમતની જનેતા છે અને આ જ ભાવનાથી આપણે આ અવસરને માણીએ.