Sanctions Rs. 2 lakh ex-gratia to the next of kin of deceased
PM Modi condoles loss of lives due to stampede in Varanasi, prays for speedy recovery of the injured
Deeply saddened by the loss of lives in the stampede in Varanasi. Condolences to the bereaved families: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં વારાણસી અને ચંદોલી વચ્ચે રાજઘાટ પુલ પર 15-10-2016ના રોજ મચેલી ભાગદોડમાં માર્યા ગયેલા લોકો પ્રત્યેક શોક વ્યક્ત કર્યો છે અને ઈજાગ્રસ્ત લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “વારાણસીમાં મચેલી ભાગદોડમાં લોકોના મૃત્યુથી મને ઉંડો આઘાત પહોંચ્યો છે, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઘાયલ લોકો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું.

મે અધિકારીઓ સાથે વાત કરીને વારાણસીમાં મચેલી ભાગદોડના કારણે પ્રભાવિત થયેલા લોકોને તમામ સંભવ મદદ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે.”

પ્રધાનમંત્રીએ ઘટનામાં માર્યા ગયેલા લોકોના આશ્રિતોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી પ્રતિ વ્યક્તિ રૂપિયા બે લાખ તથા ગંભીરરૂપથી ઈજાગ્રસ્ત થયેલા લોકોને પ્રતિ વ્યક્તિ રૂપિયા પચાસ હજાર રાહત સહાયતા રાશિની મંજૂરી આપી છે.