પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પટણામાં શ્રી ગુરુ ગોવિંદસિંહજી મહારાજની 350મી જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપી હતી. આ પ્રસંગે ગુરુ ગોવિંદસિંહજી મહારાજની યાદમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુરુ ગોવિંદસિંહજી આટલી મોટી સંખ્યામાં લોકો માટે પ્રેરણાદીપ કેવી રીતે બન્યાં છે એ દુનિયાએ જાણવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, ગુરુ ગોવિંદસિંહજીના ઉપદેશોનું હાર્દ જ્ઞાન છે તથા તેમણે પોતાના વિચારો અને આદર્શોથી મોટી સંખ્યામાં લોકોને પ્રેરિત કર્યા હતા. ગુરુ ગોવિંદસિંહજી સાહસિક હતા અને એ ઉપરાંત તેમના વ્યક્તિત્વના અનેક પાસાંઓ હતાં, જે આપણા બધા માટે પ્રેરણારૂપ છે તેવું પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગુરુ ગોવિંદસિંહજી કોઈ પણ પ્રકારના સામાજિક ભેદભાવમાં માનતા નહોતા અને તેઓ દરેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરતાં હતાં.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ બિહારના મુખ્યમંત્રી શ્રી નીતિશ કુમારનાં ભવિષ્યની પેઢીને દારૂની બદીમાંથી બચાવવા માટે હાથ ધરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં બિહાર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Click here to read full text speech