ASEAN is central to India's 'Act East' policy: PM Modi
Our engagement is driven by common priorities, bringing peace, stability and prosperity in the region: PM at ASEAN
Enhancing connectivity central to India's partnership with ASEAN: PM Modi
Export of terror, growing radicalisation pose threat to our region: PM Modi at ASEAN summit

મહામહિમ પ્રધાનમંત્રી થાંગલોન સિસૌલીથ,

મહામહિમ,

મારી આ ત્રીજી ભારત-આસિયાન શિખર પરિષદ છે.વિતેલા વર્ષોમાં આપણે સંવર્ધિત કરેલા હું મિત્રતાના ઘનિષ્ઠ સંબંધને તાજા કરતા મને આનંદ થાય છે. હું અહીંની અત્યંત ઉત્તમ વ્યવસ્થા અને આપના આવકારની ઉષ્મા બદલ પણ આપનો આભાર માનું છું.

સુંદર હેરિટેજ સીટી વિઆંતિયાનની મુલાકાત મને આ શહેર ભારત સાથે જે ઊંડા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોની યાદ અપાવે છે. હું આસિયન-ભારત સંબંધોની આગેવાની લેવા માટે પણ તથા કંન્ટ્રી કો-ઓર્ડિનેટર (સંયોજક) તરીકેની ભૂમિકા બજાવવા બદલ આપના સક્ષમ નેતૃત્વની કદર કરૂ છું.

મહામહિમ

આપણા આસિયાન સાથેના સંબંધો એ માત્ર આ વિસ્તારના સાંસ્કૃતિક વારસાના નક્કર પાયાના આદાન પ્રદાન માટે નથી, તે સમાજોની સમૃધ્ધિ, સલામતી તથા શાંતિ જાળવવાની આપણી સમાન અગ્રતાઓને કારણે ગતિશીલ બને છે. આસિયાન ભારતની ” એકટ ઈસ્ટ ” નીતિમાં કેન્દ્ર સ્થાને છે, અને આપણા સંબંધો આ વિસ્તારની સમતુલા અને સંવાદિતાના સ્ત્રોત બની રહે છે.

 મહામહિમ

આપણી વ્યુહાત્મક ભાગીદારીનું સારતત્વ આર્થિક, સામાજિક-સંસ્કૃતિલક્ષી તથા સલામતીલક્ષી તમામ ત્રણ મુખ્ય પ્રવૃત્તિઓને આવરી લે છે, અને વર્ષ 2016થી 2020 સુધીના ગાળાના આસિયાન -ભારત કાર્ય આયોજન વડે આપણા હેતુઓ સારી રીતે પાર પડે તે મુજબ અમલ થયો છે. આપણે કાર્ય આયોજન માટે નક્કી કરેલી 130માંથી 54 પ્રવૃત્તિઓ અમલી બનાવી દઈ ચૂક્યા છીએ.

મહામહિમ

ભૌતિક, , ડીજીટલ, આર્થિક, સંસ્થાકીય, અને સાંસ્કૃતિક સહિતની તમામ પાસાની કનેકટીવીટીને આવરી લેતી બાબતોમાં વૃધ્ધિ તે ભારતના આસિયાન દેશો સાથેની વ્યુહાત્મક ભાગીદારીના કેન્દ્રમાં છે અને આપણી આર્થિક સફળતાને જોડવાની સજ્જતા તથા આસિયાનના દેશો અને ખાસ કરીને સીએલએમવી દેશો સાથે વિકાસના અનુભવનું આદાન- પ્રદાન આપણા સંબંધોને આગળ ધપાવે છે.

મહામહિમ

વધતા જતા પરંપરાગત અને બિન-પરંપરાગત પડકારોના સંદર્ભમાં રાજકીય સલામતી માટેનો સહયોગ એ આપણા સબંધોમાં મહત્વનો ઊભરતો સ્તંભ છે. આતંકની નિકાસમાં વધારો, ધિક્કારની વિચારધારા દ્વારા બળવાખોરીમાં વૃદ્ધિ અને અત્યંત હિંસાત્મકતા, આપણા સમાજો સામે જે સલામતીના સમાન જોખમો ઊભા થયા છે તેનું સ્વરૂપ નક્કી કરે છે. આ જોખમો એક સાથે સ્થાનિક, પ્રાદેશિક, અને સરહદ પારથી પણ આકાર લે છે. આસિયાન સાથેની અમારી ભાગીદારી અમને એવા પ્રતિભાવ માટે પ્રેરે છે કે જે વિવિધ સ્તરે સહયોગ, સહકાર અને અનુભવોના આદાન-પ્રદાન ઉપર આધારિત હોય.

મહામહિમ

આપણા સંબંધોમાં આગામી એક વર્ષ ઐતિહાસિક સિમાચિન્હ બની રહેશે. આપણે આપણા સંવાદમાં સહયોગના પચ્ચીસ વર્ષ, શિખર સ્તરે પરામર્શના 15 વર્ષ, અને વ્યુહાત્મક ભાગીદારીના પાંચ વર્ષની ઉજવણી કરીશું.

આ ઉજવણીનો વર્ષ 2017માં આસિયાન-ભારત દેશોના વિદેશ પ્રધાનોની શિખર પરિષદમાં પ્રારંભ થશે. જેનો વિષય રહેશે ” Shared Value, Common Destiny ” આ ઉપરાંત બિઝનેસ સમિટ, સીઈઓ ફોરમ, કાર રેલી અને સઢ દ્વારા ચાલતી હોડીઓની નૌકા સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્ક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. હું આપ તમામ સાથે મળીને આ ઉત્સવોની સફળતા માટે આશાવાદી છું.

આપનો આભાર,

આપનો ખૂબ ખૂબ આભાર