Vijaya Dashami is the festival of victory of truth over falsehood; and of defeating the oppressor: PM Modi
Terrorism is the enemy of humanity: PM Modi
The forces of humanity across the world must now unite against terrorism: PM Modi
PM Modi urges people to defeat the Ravana existing in the form of corruption, illiteracy and poverty

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનૌમાં એશબાગ રામલીલા મેદાનમાં દશેરા મહોત્સવ નિમિત્તે એકત્ર થયેલ જનસભાને સંબોધન કર્યું હતું.

વિજયાદશમીના પાવન પ્રસંગે લોકોને શુભેચ્છા આપીને પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું હતું કે, રામલીલાની આ પ્રાચીન પરંપરામાં સામેલ થવાની તક મળતા હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું. તેમણે રામલીલા અને વિજયાદશમીને અસત્ય પર સત્ય, અન્યાય પર ન્યાયના વિજયનો ઉત્સવ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આપણે દર વર્ષે રાવણનું દહન કરીએ છીએ, પણ આપણે બધાએ આપણી અંદર રહેલી બુરાઈરૂપી રાવણનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ, આપણે આપણા સામાજિક માળખા અને આપણા રાષ્ટ્રમાં રહેલી ખામીઓ-બદીઓ દૂર કરવાનો સંકલ્પ કરવો જોઈએ. તેમણે લોકોને દર દશેરાએ પોતાની અંદર રહેલી 10 ખામીઓ કે ઊણપોને દૂર કરવાનો દ્રઢ સંકલ્પ કરવા કહ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આપણા બધાએ આ અનિષ્ટ તત્ત્વોને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને આપણા રાષ્ટ્રને મહાન બનાવવું જોઈએ.

 

અહીં તેમણે આતંકવાદને માનવતાનો સૌથી મોટો દુશ્મન ગણાવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રીરામ માનવતાનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે તથા તેમણે ત્યાગ, બલિદાન અને પ્રતિબદ્ધતાનો આદર્શ આપણી સમક્ષ પ્રસ્તુત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે,

આતંકવાદ સામે સૌપ્રથમ જંગ છેડનાર જટાયુ હતા, જે રામાયણનું એક પાત્ર છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જટાયુ આપણને નિર્ભય અને સાહસિક બનવાનો સંદેશ આપે છે, આતંકવાદનો સામનો કરવા 125 કરોડ ભારતીયોને જટાયુ બનવાનો બોધ આપે છે. તેમણે કહ્યું હતું કે, જો દરેક ભારતીય સચેત થઈ જાય, તો આતંકવાદરૂપી અનિષ્ટનો નાશ કરી શકાશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર દુનિયામાં માનવતામાં વિશ્વાસ ધરાવતા લોકોએ આતંકવાદ સામે લડવા હવે એક થવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, જેઓ આતંકવાદને આશ્રય આપે છે તેમને પણ હવે છોડવા ન જોઈએ.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે 11 ઓક્ટોબરને ‘આંતરરાષ્ટ્રીય બાળ કન્યા દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્ત્રી ભ્રૂણહત્યાને વખોડી નાંખતા તેમણે કહ્યું હતું કે, આપણે આ પ્રકારના કુરિવાજનો અંત લાવવા કઠિન પ્રયાસ કરવો જોઈએ.

Click here to read full text speech