પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીમરાણા કોન્ફરન્સ 2016માં સહભાગી થયેલા વિદ્વાનો અને અર્થશાસ્ત્રીઓ સાથે આદાનપ્રદાન કર્યું હતું.
તેમની વચ્ચેની ચર્ચા બૃહદ અર્થશાસ્ત્ર, વેપાર, નાણાકીય નીતિ, સ્પર્ધાત્મકતા, ઉત્પાદકતા અને ઊર્જા જેવા ક્ષેત્રો પર કેન્દ્રીત હતી, જેમાં વૈશ્વિક સંશોધનમાંથી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.
આ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ લાંબા ગાળે હિતકારક બૃહદ્ આર્થિક નીતિ, નિયમો પર આધારિત બહુપક્ષીય વેપારી સમજૂતીઓ, આબોહવાની જવાબદાર નીતિ તથા રોજગારીનું સર્જન કરતી અને ગરીબી ઘટાડતી વૃદ્ધિ પર ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.
તેમણે કૃષિ ઉત્પાદકતા વધારવા કેન્દ્ર સરકારે લીધેલા વિવિધ પગલાનો વિસ્તૃત ઉલ્લેખ કર્યો હતો તેમજ નવીન ઊર્જા પર કેન્દ્ર સરકારની નીતિ પર ધ્યાન દોર્યું હતું.