Prime Minister inaugurates Vibrant Gujarat Global Summit 2017
India's strength lies in three Ds -Democracy, Demography and Dividend : PM
India has become the fastest growing major economy in the world: PM
Our govt is strongly committed to continue the reform of the Indian economy: PM
Our govt has placed highest priority to ease of doing business: PM
Our development needs are huge. Our development agenda is ambitious: PM

હું તમને બધાને વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવકારું છું. હું તમને બધાને નવા વર્ષમાં સુખ, સમૃદ્ધિ અને સફળતા મળે તેવી શુભેચ્છા પણ પાઠવું છું. હું આનંદ સાથે વર્ષ 2003માં આ ઇવેન્ટ સાદગી સાથે લોંચ કરવાની ઘટના યાદ કરું છું. વર્ષ 2003થી અત્યાર સુધી આ ઇવેન્ટની સફળતામાં ઉત્તરોત્તર વધારો થયો છે.

હું આપણા પાર્ટનર કન્ટ્રીઓ અને સંસ્થાઓનો પણ આભાર માનું છું – જેમાં જાપાન, કેનેડા, અમેરિકા, બ્રિટન, નેધરલેન્ડ, ડેન્માર્ક, ફ્રાંસ, પોલેન્ડ, સ્વીડન, સિંગાપોર અને યુએઇ સામેલ છે. હું ખાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટના શરૂઆતના પાર્ટનર દેશો જાપાન અને કેનેડાનો સવિશેષ આભાર માનું છું.

અન્ય ઘણી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને નેટવર્ક પણ આ ઇવેન્ટમાં પાર્ટનર રહ્યાં છે. હું આ માટે તમારા બધાનો આભાર માનું છું. તમારી હાજરી વ્યાવસાયિક આગેવાનો તેમજ અહીં એકત્ર થયેલા યુવાન ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તમારા સાથસહકાર વિના આ આઠ દ્વિવાર્ષિક સમિટનું આયોજન શક્ય નહોતું. આ દરેક સમિટ અગાઉની ઇવેન્ટ કરતાં વધારે મોટી અને શ્રેષ્ઠ બની છે.

તેમાં પણ ખાસ કરીને છેલ્લી ત્રણ સમિટ વધારે મોટી હતી. 100થી વધારે દેશોના રાજકીય અને વ્યાવસાયિક આગેવાનોની હાજરી તથા સમગ્ર દુનિયામાંથી મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ આ સમિટને ખરાં અર્થમાં આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપે છે.

હું તમામ સહભાગીઓને એકબીજાને મળવાનો અને આ સમિટમાંથી મહત્તમ લાભ લેવા વિનંતી કરું છું. તમારે ટ્રેડ શો અને એક્ઝિબિશનની મુલાકાત પણ લેવી જોઈએ, જ્યાં સેંકડો કંપનીઓ તેમના ઉત્પાદનો અને સેવાઓ પ્રદર્શિત કરી રહી છે.

મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ ગુજરાત ભારતના વેપારવાણિજ્યના જુસ્સાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. સદીઓથી ગુજરાત વેપારવાણિજ્ય અને ઉદ્યોગસાહસિકતાની પરંપરા ધરાવે છે. સદીઓ અગાઉ ગુજરાતના લોકોએ તકો શોધવા માટે સાત સમંદર પાર કરીને સાહસિકતા સાથે દુનિયાનો પ્રવાસ ખેડ્યો હતો. અત્યારે પણ આપણા રાજ્યને વિદેશમાં સૌથી વધુ રહેતા અને કામ કરતાં ગુજરાતીઓ પર ગર્વ છે. ગુજરાતીઓ જ્યાં ગયા છે, ત્યાં નાનું ગુજરાત ઊભું કર્યું છે. એટલે જ આપણે ગર્વ સાથે કહીએ છીએઃ જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.

અત્યારે ગુજરાતમાં પતંગોત્સવ ચાલી રહ્યો છે. આકાશમાં ઊડતા રંગબેરંગી પતંગો આપણે વધુને વધુ પ્રગતિ કરવાની પ્રેરણા આપે છે.

મિત્રો!

હું ઘણી વખત કહું છું કે ભારતની તાકાત ત્રણ Dમાં રહી છેઃ Democracy (લોકશાહી), Demography (જનસંખ્યા) અને Demand (માગ). બીજા શબ્દોમાં કહીએ કહીએ તોઃ Wherever a Gujarati resides; there, forever, resides Gujarat.

આપણી સૌથી મોટી તાકાત લોકશાહીમાં છે. કેટલાંક લોકોનું કહેવું છે કે લોકશાહી અસરકારક અને ઝડપી સુશાસન ન આપી શકે. પણ આપણે છેલ્લાં અઢી વર્ષમાં દેખાડી દીધું છે કે લોકશાહી વ્યવસ્થામાં પણ ઝડપી પરિણામો આપવાનું શક્ય છે.

છેલ્લાં અઢી વર્ષમાં આપણે રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાની સંસ્કૃતિ પણ વિકસાવી છે. રાજ્યોનું રેટિંગ સુશાસનના માપદંડો પર થાય છે. વિશ્વ બેંક પણ આ પ્રક્રિયામાં આપણને મદદ કરે છે.

હવે વાત જનસંખ્યાની કરીએ. આપણો દેશ યુવાન છે એટલે આપણે ત્યાં યુવાનોની સંખ્યા વધારે છે. ભારતનું શિસ્તબદ્ધ, પ્રતિબદ્ધ અને પ્રતિભાસંપન્ન યુવાધન વૈશ્વિક સ્તરે વિશિષ્ટ વર્ક-ફોર્સ પૂરી પાડે છે. ભારત દુનિયામાં સૌથી વધુ અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા ધરાવતો બીજો મોટો દેશ છે. આપણા યુવાનો ફક્ત રોજગારી મેળવવા ઇચ્છતાં નથી. તેમણે જોખમ ખેડવાની શરૂઆત કરી છે અને ઘણી વખત ઉદ્યોગસાહસિક બનવાનું પસંદ કરે છે.

માગના મોરચે આપણો મધ્યમ વર્ગ વિશાળ સ્થાનિક બજાર ઓફર કરે છે.

ભારતીય દ્વિપકલ્પની ફરતે રહેલો દરિયો આપણને વિશ્વના સૌથી મોટા બજારો સાથે જોડે છે, જેમાં આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપ સામેલ છે.

કુદરત આપણા પર મહેરબાન છે. આપણે પાકની ત્રણ સિઝન ધરાવીએ છીએ, જે આપણને પ્રચૂર માત્રામાં ખાદ્યાન્ન, શાકભાજી અને ફળફળાદિનું ઉત્પાદન કરવા સક્ષમ બનાવે છે.

આપણે વિવિધતાસભર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ ધરાવીએ છીએ. આપણી વિવિધતામાં એકતા ધરાવતી સંસ્કૃતિ અને તેના પ્રતીકો વિશિષ્ટ છે. આપણી સંસ્થાઓ અને નિષ્ણાતો સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. અત્યારે ભારત સંશોધન અને વિકાસનાં કેન્દ્ર તરીકે હરણફાળ ભરી રહ્યો છે. આપણે વૈજ્ઞાનિકો અને ઇજનેરોની ભેટ ધરવામાં દુનિયામાં બીજું સ્થાન ધરાવીએ છીએ.

આપણો મનોરંજન ઉદ્યોગ દુનિયાભરમાં જાણીતો છે. આ તમામ પરિબળો પ્રમાણમાં ઓછા ખર્ચે જીવનની ઉત્કૃષ્ટ ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે.

મિત્રો!

અમારી સરકાર સૌપ્રથમ છે, જેની પસંદગી પ્રામાણિક સુશાસનને આધારે ચૂંટાઈ હતી. લોકોએ ભ્રષ્ટાચાર અને ભાઇભતીજાવાદમાંથી છૂટકારો મેળવવા અમારી સરકારને ચૂંટી હતી. એટલે અમે આપણી રાજનીતિ અને અર્થતંત્રમાં ક્રાંતિકારી પરિવર્તન કરવાનું વિઝન અને મિશન ધરાવીએ છીએ. અમે આ દિશામાં શ્રેણીબદ્ધ નિર્ણયો લીધા છે અને પગલાં છે. તમને કેટલાંક ઉદાહરણ આપું, જેમાં અમે પરિવર્તનનો પવન ફૂંક્યો છેઃ

  • સંબંધ આધારિત શાસનમાંથી વ્યવસ્થા આધારિત શાસન;
  • વિવેકાધિન વહીવટીતંત્રમાંથી નીતિ આધારિત વહીવટી વ્યવસ્થા;
  • સ્વચ્છંદ હસ્તક્ષેપમાંથી ટેકનોલોજીકલ હસ્તક્ષેપ;
  • પક્ષપાતમાંથી સમાન સ્પર્ધામય વાતાવરણ;
  • અનૌપચારિક અર્થતંત્રમાંથી ઔપચારિક અર્થતંત્ર.

 

આ કાયાપલટમાં ડિજિટલ ટેકનોલોજીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મેં ઘણી વખત કહ્યું છે કે ઇ-ગવર્નન્સ સરળ અને અસરકારક શાસન છે. હું નીતિ આધારિત સુશાસનની જરૂરિયાત પર પણ ભાર મૂકું છું. ઓનલાઇન પ્રોસેસથી નિર્ણય લેવામાં ઝડપી અને પારદર્શકતા લાવવામાં મદદ મળી છે. આ માટે અમે પારદર્શકતા સ્થાપિત કરવા નવી ટેકનોલોજી સ્વીકારી રહ્યાં છીએ, જેનાથી ટેકનોલોજી આધારિત વ્યવસ્થા ઊભી થશે, જેમાં માનવીય હસ્તક્ષેપ કે પક્ષપાતને કોઈ સ્થાન નહીં હોય. મારી કામગીરીમાં ભરોસો રાખો. અમે ભારતને વિશ્વનું સૌથી વધુ ડિજિટાઇઝ અર્થતંત્ર ધરાવતો દેશ બનાવવાની અણી પર છીએ. તમારામાંથી મોટા ભાગના લોકો ભારતમાં આ પરિવર્તન ઇચ્છે છે. હું ગર્વ સાથે કહું છું કે તમે આ પરિવર્તનના સાક્ષી બનશો.

છેલ્લાં અઢી વર્ષમાં અમે ભારતની ક્ષમતાનો અસરકારક રીતે ઉપયોગ કરવા અને અર્થતંત્રને સાચી દિશા આપવા સતત કામ કર્યું છે. તેના પરિણામો પણ પ્રોત્સાહનકારક મળ્યાં છે. અર્થતંત્રના વિસ્તૃત પરિબળોમાં નોંધપાત્ર સુધારો થયો છે, જેમ કે જીડીપીમાં વૃદ્ધિ, મોંઘવારી, રાજકોષીય ખાધ, ચાલુ ખાતાની ખાધ તેમજ વિદેશી રોકાણ.

ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર બની ગયું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મંદી હોવા છતાં આપણે ઉત્કૃષ્ટ વૃદ્ધિ કરી છે. અત્યારે ભારત વૈશ્વિક અર્થતંત્રમાં ઉજ્જવળ ભવિષ્ય ધરાવે છીએ. આપણને વૈશ્વિક વૃદ્ધિનું એન્જિન માનવામાં આવે છે.

વિશ્વ બેંક, આઇએમએફ અને અન્ય સંસ્થાઓએ આગામી દિવસોમાં વધુ ઊંચી વૃદ્ધિની ધારણા વ્યક્ત કરી છે. 2014-15માં ભારતે વૈશ્વિક વૃદ્ધિમાં 12.5 ટકાનું પ્રદાન કર્યું છે. વૈશ્વિક વૃદ્ધિમાં તેનું પ્રદાન 68 જેટલું ઊંચું છે, જે વૈશ્વિક અર્થતંત્રમાં તેના હિસ્સાથી વધારે છે.

વ્યવસાય માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવા અને રોકાણને આકર્ષવું મારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આપણે આપણા યુવાધનને રોજગારીની તકો પૂરી પાડવા આવું કરવું પડશે. એ જુસ્સા સાથે આપણે કેટલીક ઐતિહાસિક પહેલોનો અમલ કરી રહ્યાં છીએ. તેમાં ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સામેલ છે.

ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, લવાદનું નવું માળખું અને આઇપીઆરની નવી વ્યવસ્થા સ્થાપિત થઈ ગઈ છે. વેપારવાણિજ્ય સાથે સંબંધિત વિવાદોનું નિરાકરણ કરતી કમર્શિયલ કોર્ટ પણ સ્થાપિત થઈ છે. આ થોડાં ઉદાહરણો છે, જે આપણે કઈ દિશામાં આગળ વધી રહ્યાં છીએ એ સૂચવે છે. મારી સરકાર ભારતીય અર્થતંત્રના સુધારાને આગળ વધારવા પ્રતિબદ્ધ છે.

મિત્રો!

અમે વેપારવાણિજ્ય સરળ કરવા પર ભાર મૂકી રહ્યાં છીએ. અમે લાઇસન્સિંગ પ્રક્રિયાઓને સરળ બનાવવા નિર્ણાયક પગલાં લીધા છે અને જોગવાઈઓને તાર્કિક બનાવવા તથા ક્લીઅરન્સ, રિટર્ન્સ અને ઇન્સ્પેક્શન સાથે સંબંધિત પ્રક્રિયાઓ માટે કામગીરી કરી છે. અમે વિવિધ ક્ષેત્રોમાં કામગીરીના સેંકડો મુદ્દાના અમલ પર નજર રાખી રહ્યાં છીએ, જેનો ઉદ્દેશ નિયમનકારી માળખામાં સુધારો કરી શકાય. આ સુશાસનની આપણી પ્રતિબદ્ધતાનો ભાગ છે.

અમારા પ્રયાસોનાં પરિણામો વિવિધ માપદંડો પર ભારતનાં વૈશ્વિક રેન્કિંગમાં દેખાય છે. છેલ્લાં બે વર્ષમાં અનેક વૈશ્વિક રિપોર્ટ અને મૂલ્યાંકનો દર્શાવે છે કે ભારતે તેની નીતિ, પ્રેક્ટિસમાં સુધારો કર્યો છે એટલે તેની ઇકોનોમિક પ્રોફાઇલમાં પણ સુધારો થયો છે.

વિશ્વ બેંકના વેપારવાણિજ્ય બાબતોના રિપોર્ટમાં ભારતના રેન્કિંગમાં નોંધપાત્ર સુધારો થયો છે.

યુએનસીટીએડી દ્વારા જાહેર થયેલા 2016થી 2018 માટેના વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટમાં ટોચનાં ત્રણ અર્થતંત્રોમાં ભારતે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ‘ગ્લોબલ કોમ્પિટિટિવનેસ રિપોર્ટ 2015-16 અને 2016-17’માં આપણા રેન્કિંગમાં બે તૃતિયાંશ પોઝિશનમાં સુધારો પણ થયો છે;

ડબલ્યુઆઇપીઓ અને અન્ય સંસ્થાઓ દ્વારા પ્રસ્તુત ‘ગ્લોબલ ઇન્નોવેશન ઇન્ડેક્સ 2016’માં આપણે 16 ક્રમની છલાંગ લગાવી છે;

આપણે વિશ્વ બેંકના ‘લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ ઓફ 2016’માં 19 સ્થાનનો કૂદકો માર્યો છે.

તમે જોઈ શકો છો કે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરની શ્રેષ્ઠ પદ્ધતિઓના અમલની નજીક પહોંચી ગયા છીએ. આપણે દરરોજ દુનિયાની સાથે વધુને વધુ જોડાઈ રહ્યાં છીએ. આપણો વિશ્વાસ આપણી નીતિઓ પર હકારાત્મક અસર અને કામગીરી દ્વારા વધ્યો છે. તેણે આપણી પ્રક્રિયાઓને વધારે સરળ કરવા પ્રોત્સાહન પણ આપ્યું છે, જેથી આપણે વેપારવાણિજ્ય કરવા સરળતા ધરાવતા દેશમાં સ્થાન મેળવ્યું છે.

આપણે દરરોજ આપણી નીતિઓ અને પ્રક્રિયાઓને વધારે તાર્કિક બનાવી રહ્યાં છીએ, જેથી તે વેપારવાણિજ્યની સ્થાપના અને વૃદ્ધિ માટે વધુ સરળ બન્યાં છે.

આપણે વિવિધ રીતે ઘણાં ક્ષેત્રોમાં આપણી એફડીઆઈ નીતિને ઉદાર બનાવી છે. અત્યારે ભારત સૌથી ઉદાર અર્થતંત્રોમાં સ્થાન ધરાવે છે.

વેપારવાણિજ્ય માટેના વાતાવરણમાં આ પરિવર્તનને સ્થાનિક અને વિદેશી એમ બંને રોકાણકારોએ આવકાર્યુ છે. અત્યારે દેશમાં પ્રોત્સાહક સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમ આકાર લઈ રહી છે. તેનાથી યુવાશક્તિને નવું જોમ મળ્યું છે.

છેલ્લાં અઢી વર્ષમાં એફડીઆઇનો કુલ પ્રવાહ 130 અબજ ડોલરને આંબી ગયો છે. છેલ્લાં બે નાણાકીય વર્ષમાં એફડીઆઈ ઇક્વિટીનો પ્રવાહ અગાઉના બે નાણાકીય વર્ષની સરખામણીમાં 60 ટકા વધારે હતો. હકીકતમાં છેલ્લાં એક વર્ષ દરમિયાન એફડીઆઇનો કુલ પ્રવાહ અત્યાર સુધીનો સૌથી વધારે છે.

વળી એફડીઆઇ જે દેશોમાં આવી રહ્યું છે અને જે ક્ષેત્રોમાં તેને વાળવામાં આવી રહ્યું છે, તેમાં પણ બે વર્ષમાં વિવિધતા આવી છે. અત્યારે ભારત એશિયા-પેસિફિકમાં મૂડીરોકાણ મેળવતો ટોચનો દેશ છે. તેણે એફડીઆઇ મેળવવાની દ્રષ્ટિએ વિશ્વના ટોચના 10 દેશો વચ્ચે સ્થાન જાળવી પણ રાખ્યું છે.

પણ અહીં જ આપણી વિકાસની ગાથા પૂરી થતી નથી. ભારતે રોકાણ પર વળતર પ્રદાન કરવાની દ્રષ્ટિએ પણ અન્ય તમામ દેશોને પાછળ પાડી દીધા છે. વર્ષ 2015માં ભારતે બેઝલાઇન પ્રોફિટેબિલિટી ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

મિત્રો!

મેક ઇન ઇન્ડિયા ભારતની અત્યાર સુધીની સૌથી મોટી બ્રાન્ડ બની ગઈ છે. તે ભારતને ઉત્પાદન, ડિઝાઇન અને નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવા અગ્રેસર છે.

સાથીદારો, હું અનુભવું છું કે હું દુનિયામાં જ્યાં  જ્યાં ગયો ત્યારે જો હું પાંચ વખત “મેક ઇન ઇન્ડીયા” બોલતો હતો, તો યજમાન દેશના લીડર 50 વખત “મેક ઇન ઇન્ડિયા” બોલતા હતા. એક રીતે “મેક ઇન ઇન્ડિયા” અભિયાને દુનિયાની નજરોમાં ભારતને રોકાણ કરવાનું શ્રેષ્ઠ સ્થળ બનાવી દીધું છે. ભારતમાં રાજ્યોની પહેલ, કેન્દ્ર સરકારનો સહયોગ, આ સંયુક્ત પ્રયાસથી “મેક ઇન ઇન્ડિયા” માટે અનેક દ્વાર ખુલી ગયા છે.

આ તકનો લાભ લેવાથી હિંદુસ્તાનના રાજ્યો વચ્ચે સ્પર્ધા શરૂ થઈ છે, પ્રગતિ કરવાની સ્વસ્થ સ્પર્ધા શરૂ થઈ છે અને તેનો આધાર સુશાસન અને ઇકો-સિસ્ટમ છે. અગાઉ પણ સ્પર્ધા થતી હતી. 15 વર્ષ અગાઉ એક રાજ્ય બીજા રાજ્ય કરતાં વધારે ફાળો આપતું હતું, બીજું રાજ્ય ત્રીજા કરતાં વધારે ફાળો આપતું હતું. રાજ્યો વચ્ચે કેન્દ્રને આપવાની સ્પર્ધા થતી હતી. પણ જ્યાં જ્યાં સુશાસન પર ભાર મૂકવામાં આવ્યો, ત્યાં ત્યાં ઉચિત ઇકો-સિસ્ટમ ઊભી કરવામાં આવી છે, જ્યાં જ્યાં નિયમનો બનાવવામાં આવ્યાં છે, ત્યાં ત્યાં વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ ઊભું થયું છે. અહીં દુનિયાનાં બહારના લોકો પણ આવ્યાં છે અને એટલે “મેક ઇન ઇન્ડિયા”ને દુનિયામાં ક્યાંય સમજાવવી પડે તેવી સ્થિતિ નથી. હું ગુજરાત સરકારને અભિનંદન આપું છું. સરકારે પોતાની પ્રગતિશીલ નીતિઓને આધારે સુશાસન પર ભાર મૂકીને પ્રત્યક્ષ વિદેશી રોકાણને આકર્ષિત કરવામાં અગ્રતા પ્રદર્શિત કરી છે. ગુજરાત સરકારની સંપૂર્ણ ટીમને આ માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

મેક ઇન ઇન્ડિયા’એ તાજેતરમાં બે વર્ષની ઉજવણી કરી હતી.

મને તમારી સાથે આ વાત વહેંચતા આનંદ થાય છે કે આપણે દુનિયામાં ઉત્પાદન ક્ષેત્રમાં છઠ્ઠું સૌથી મોટું રાષ્ટ્ર બની ગયા છીએ. અગાઉ આ દ્રષ્ટિએ આપણો ક્રમ નવમો હતો. આપણાં કુલ મૂલ્ય સંવર્ધનથી 2015-16માં ઉત્પાદનમાં નવ ટકાની વૃદ્ધિ થઈ હતી, જે અગાઉની ત્રણ વર્ષમાં પાંચથી છ ટકાની વૃદ્ધિથી વધારે છે.

આ તમામ પરિબળોએ રોજગારી બજારનું વિસ્તરણ કરવામાં મદદ કરી છે અને આપણા લોકોની ખરીદશક્તિ વધારી છે. પણ વાસ્તવિક સંભવિતતા હજુ વધારે છે.

તમને થોડાં ઉદાહરણ આપું. આગામી 10 વર્ષમાં ભારતનો ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ વધીને લગભગ પાંચ ગણો થઈ જશે તેવી અપેક્ષા છે. તે જ રીતે ભારતમાં વાહનની સંખ્યા હજુ ઓછી છે, જે તેને દુનિયાનાં સૌથી આકર્ષક ઓટો બજારોમાં સ્થાન અપાવે છે.

સરકારના સ્તરે આપણે સુનિશ્ચિત કર્યું છે કે આપણી વૃદ્ધિની પ્રક્રિયા સર્વસમાવેશક છે તથા ગ્રામીણ અને શહેરી સમુદાયો એમ બંનેમાં તેને અપનાવવામાં આવી છે.

ભારત એક એવો દેશ છે, જ્યાં અમે ગામ અને શહેર વચ્ચે સંતુલિત વિકાસના પક્ષધર છીએ. અમારી નીતિઓનો લાભ ગામ અને શહેર બંનેને સમાન રીતે મળવો જોઈએ એટલે અમારી યોજનાની પ્રાથમિકતામાં પણ ગામને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. દરેક સફરનો અંતિમ લાભ ગામના ગરીબ ખેડૂત સુધી પહોંચડવામાં અમે પ્રયાસરત છીએ. આ અમારી પ્રાથમિકતા હોવાથી સારી નીતિઓના કેન્દ્રમાં આ પરિબળો પર અમે ભાર આપીએ છીએ.

અમે ભારતને

  • રોજગારીની શ્રેષ્ઠ તકો પ્રદાન કરવા;
  • શ્રેષ્ઠ આવક કરતું રાષ્ટ્ર બનાવવા;
  • ઉત્તમ ખરીદશક્તિ ધરાવતું રાષ્ટ્ર બનાવવા;
  • ગુણવત્તાયુક્ત જીવન ધરાવતું રાષ્ટ્ર બનાવવા;
  • જીવનના શ્રેષ્ઠ માપદંડો ધરાવતું રાષ્ટ્ર બનાવવા;

પ્રતિબદ્ધ છીએ.

મિત્રો!

આપણા વિકાસની જરૂરિયાતો મોટી છે. આપણા વિકાસનો એજન્ડા મહત્ત્વાકાંક્ષી છે. ઉદાહરણ તરીકેઃ

  • અમે દરેકને છત પ્રદાન કરવા ઇચ્છીએ છીએ;

દરેક ગરીબને ઘર હોવું જોઈએ અને પોતાનું ઘરનું ઘર હોવું જોઈએ તથા વર્ષ 2022 સુધી તેનું સ્વપ્ન સાકાર થવું જોઈએ અને આ જ સ્વપ્નને સાકાર કરવા અમે કામ કરીએ છીએ.

  • અમે દરેકને રોજગારી પ્રદાન કરવા ઇચ્છીએ છીએ;

ભારતમાં 800 મિલિયન લોકો 35 વર્ષથી ઓછી વયજૂથના છે, જે એક રીતે યુવા ભારત છે. 800 મિલિયન યુવાનોની ઉંમર 35 વર્ષથી ઓછી છે. તેઓ કુશળ બને, કામની તક મળે, તો તેઓ આપણી નજર સામે નવા હિંદુસ્તાનનું નિર્માણ કરી દેખાડવાની ક્ષમતા ધરાવે છે. મને હિંદુસ્તાનના નવયુવાનોમાં વિશ્વાસ છે. એટલે આપણી બધાની જવાબદારી યુવાધનને તક આપવાની છે. આપણે તક આપી શકીએ, પ્રચૂર સંભાવના છે.

 

  • અમેસ્વચ્છ ઊર્જાનું ઉત્પાદન કરવાની ઇચ્છા ધરાવીએ છીએ;
  • અમે રોડ અને રેલવેઝડપથી નિર્માણ કરવાની ઇચ્છા ધરાવીએ છીએ;
  • અમેપર્યાવરણને અનુકૂળ હોય એ રીતે ખનીજ સંશોધન કરવાની ઇચ્છા ધરાવીએ છીએ;
  • અમે મજબૂત શહેરી સુવિધાઓનું નિર્માણ કરવા ઇચ્છીએ છીએ;
  • અમે જીવનની ગુણવત્તાને વધુ શ્રેષ્ઠ બનાવવા ઇચ્છીએ છીએ

 

આપણે ગ્રામીણ અને શહેરી એમ બંને વિસ્તારોમાં મુખ્ય અને સામાજિક ક્ષેત્રોમાં ભવિષ્યના માળખાનું સર્જન કરવા હરણફાળ ભરી છે. તેમાં ફ્રેઇટ કોરિડોર, ઔદ્યોગિક કોરિડોર, હાઈ સ્પીડ અને મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ, લોજિસ્ટિક્સ પાર્ક્સ, સ્માર્ટ સિટીઝ, કોસ્ટલ ઝોન્સ, રિજનલ એરપોર્ટ, જળ, સેનિટેશન અને ઊર્જાગત પહેલો સામેલ છે. આપણો વીજળીનો માથાદીઠ વપરાશ વધવો જોઈએ. છતાં આપણી અક્ષય ઊર્જા પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા જળવાઈ રહેવી જોઈએ.

અમે મોટા પાયે પ્રવાસનને પ્રોત્સાહન આપવા આતુર છીએ અને આ માટે પ્રવાસન માળખાની જરૂર છે.

જ્યાં હું અક્ષય ઊર્જાની વાત કરું છું ત્યારે 175 ગીગાવોટ ઊર્જાના લક્ષ્યાંકની વાત કરું છું. એક સમયે આપણે મેગાવોટની ચર્ચા કરતાં પણ ડરતાં હતાં. અત્યારે દેશ ગિગાવોટના સ્વપ્નો જુએ છે. આ બહુ મોટો ફરક છે. 157 ગિગાવોટ અક્ષય ઊર્જા. તેમાં સૌર ઊર્જા, પવન ઊર્જા, પરમાણુ ઊર્જા હશે. દુનિયા ગ્લોબલ વોર્મિગથી પરેશાન છે અને આપણે વિશ્વને બચાવવાનું સ્વપ્ન સેવ્યું છે. 175  ગિગાવોટના પ્રદાનથી વિશ્વને ગ્લોબલ વોર્મિંગથી બચાવવાના એ સંકલ્પને પૂર્ણ કરવામાં હિંદુસ્તાન ટોચની ભૂમિકા અદા કરવા કૃતસંકલ્પ છે. હું વિશ્વને આમંત્રણ આપું છું, આવો 175 ગિગાવોટ વીજળીનું ઉત્પાદન કરવા માટે રોકાણ કરવા આગળ આવો. આ માટે તમે ધારું તેટલો રોકાણ કરી શકશો. અમારી નીતિઓ પ્રગતિશીલ છે. મને ખાતરી છે કે આ કામ માનવતાનું પણ છે. જીવનને અલગ દ્રષ્ટિકોણથી જોવાની આ તક છે. આપણે બે સદી કુદરતના સંસાધનોનું શોષણ કર્યું છે. હવે આપણી જવાબદારી છે કે આગામી સદીઓમાં આપણે કુદરતી સંસાધનોના શોષણની માનસિકતામાંથી બહાર આવીએ. આ કુદરતી સંસાધનોને મજબૂત કરવાની મૂળભૂત ચીજવસ્તુઓને લઈ જવાની આ તક છે. આ વાતને ધ્યાનમાં રાખીને આગળ વધીશું કે આપણે વિશ્વમાં મોટા પરિવર્તનની સંભાવનાઓમાં બહુ મોટી ભૂમિકા અદા કરી શકીએ.

માર્ગોનું નિર્માણ કરવાનો અને રેલવે લાઇન પાથરવાનાં લક્ષ્યાંકોમાં અનેકગણો વધારો થયો છે. ભારત દુનિયાનું સૌથી મોટું કન્સ્ટ્રક્શન બજારોમાંનું એક બની ગયું છે, કારણે અહીં લાખો ઘરોનું નિર્માણ થઈ રહ્યું છે. આ તમામ બાબતો રોકાણકાર સમુદાય માટે અભૂતપૂર્વ તકો પૂરી પાડે છે. તમારામાંથી મોટા ભાગના અનેક ક્ષેત્રોમાં અમારી સાથે કામ કરી શકે છે, જેમાં સામેલ છેઃ 

  • હાર્ડવેરથી સોફ્ટવેર;
  • સોફ્ટ સ્કિલ્સથી વૈજ્ઞાનિક કૌશલ્ય
  • સંરક્ષણ સિસ્ટમથી સાયબર સીક્યોરિટી
  • મેડિસિનથી પ્રવાસન;

હું સાહસપૂર્વક કહું છું કે એકલું ભારત એશિયાના તમામ હરિફો કરતાં વધારે તકો પૂરી પાડે છે. અત્યારે તે 21મી સદીમાં વિકાસની પ્રચૂર શક્યતાઓ ઓફર કરે છે. આપણે ઝડપથી વિકાસ કરવા ઇચ્છીએ છીએ, પણ આપણો વિકાસ સ્વચ્છ, પર્યાવરણને અનુકૂળ અને સ્થાયી હશે. આપણે પર્યાવરણનું સંરક્ષણ કરવા પ્રતિબદ્ધ છીએ અને કુદરત પ્રત્યે જવાબદાર છીએ. ભારત સદીઓથી પર્યાવરણના સંરક્ષણ સાથે જ વિકાસની પરંપરા ધરાવે છે.

તમારાં બધાનું ભારતમાં સ્વાગત છે, જે :

  • પરંપરા અને સ્થિરતાની ભૂમિ છે;
  • ઉત્સાહ અને સહાનુભૂતિની જમીન છે;
  • અનુભવ અને સાહસની ભૂમિ છે.
  • ઉદારતા અને તકોની ભૂમિ છે;

 એક વખત ફરી હું તમારું સ્વાગત કરું છું અને તમને –

  • વર્તમાન ભારત;
  • અને ભવિષ્યના ભારતમાં સહભાગી થવા આમંત્રણ આપું છું.

 હું તમને ખાતરી આપું છું કે જ્યારે જરૂર પડશે ત્યારે હું તમને સાથસહકાર આપીશ.

 ધન્યવાદ!