ગુજરાતના યોગદાનથી ભારતકેનેડાના સંબંધો વધુ સુદ્રઢ બનશે : શ્રીયુત સ્ટીફન હાર્પર
કેનેડાના વડાપ્રધાન શ્રીયુત સ્ટીફન હાર્પર (Mr.Stephen Harper) એ ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ૨૦૧૩ની અભૂતપૂર્વ સફળતા માટે અભિનંદન આપતો પત્ર પાઠવ્યો છે.વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે કેનેડા સહભાગી બન્યું છે, અને સમિટમાં ભાગ લેવા આવનારા સહુને ઉષ્માભરી શુભેચ્છા આ પત્ર દ્વારા પાઠવી છે. કેનેડાના વડાપ્રધાનશ્રીએ ભારત સાથેના સંબંધો વધુ સુદ્રઢ અને વૈવિધ્યપૂર્ણ બનાવવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દ્વારા ગુજરાતે પરસ્પર વાણિજ્યિક સંબંધો અને બંણે વચ્ચે પ્રજાકીય સંબંધોનો સેતુ મજબૂત બનાવવા એક અદ્ભૂત અવસર પૂરો પાડ્યો છે.
ગુજરાતને તેના ઉદ્યોગ સાહસિકતાના વિશ્વ પ્રતિષ્ઠાપ્રા મિજાજ અને ભારતના ઉત્તમ પ્રગતિશીલ અને ઔદ્યોગિક રાજ્ય ગણાવતા કેનેડાના પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું છે કે, કેનેડા માટે ગુજરાત મહત્વનું ભાગીદાર છે, એનું કારણ એ પણ છે કે ગુજરાતનો ભૂભાગ વ્યૂહાત્મક લાભ ધરાવે છે, ગુજરાત પાસે સુદ્રઢ આર્થિક વિશ્વસનિયતા છે અને બહુભાષી કૌશલ્યક્ષમતા ધરાવતી કાર્યશક્તિ છે.
કેનેડાએ અમદાવાદમાં ટ્રેડ ઓફિસ શરૂ કરેલી છે, અને તેના કારણે ગુજરાત અને કેનેડાની જનતા વચ્ચે વેપાર વાણીજ્યની નવી તકો વિસ્તરવામાં સહાયરૂપ બનશે. કેનેડાની સરકાર વતી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરતાં શ્રીયુત સ્ટીફન હાર્પરે કેનેડાભારતના સંબંધો વધુ મજબૂત બનાવવામાં આપેલા યોગદાનની પ્રશંસા કરી છે, અને ગ્લોબલ સમિટની ઉર્ધ્વગામી ફળશૃ્રતિની શુભેચ્છા વ્યક્ત કરી છે.