Deeply saddened at the passing away of Selvi Jayalalithaa: PM
Jayalalithaa ji’s demise has left a huge void in Indian politics: PM Modi
Jayalalithaa ji’s connect with citizens, concern for welfare of the poor, the women & marginalized will be a source of inspiration: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સેલ્વી જે જયલલિતાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “સેલ્વી જયલલિતાના નિધનથી ઊંડા દુઃખની લાગણી અનુભવું છું. તેમના અવસાનથી ભારતીય રાજકારણમાં મોટો શૂન્યાવકાશ પેદા થયો છે. જયલલિતાજીનું નાગરિકો સાથે જોડાણ, ગરીબો, મહિલાઓ અને વંચિતોના કલ્યાણ માટેના પ્રયાસો હંમેશા પ્રેરણાસ્ત્રોત રહેશે.

તમિલનાડુ અત્યારે શોકમાં ગરકાવ છે અને દુઃખની આ ઘડીમાં મારા વિચારો અને પ્રાર્થના તેમની સાથે છે. આ પૂરી ન શકાય તેવી ક્ષતિ છે, પણ સર્વશક્તિમાન ઈશ્વર તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ અને મનોબળ આપે.

મને જયલલિતાજીને મળવાની અને તેમની સાથે આદાનપ્રદાન કરવાની તક મળી હતી, જે મને હંમેશા યાદ રહેશે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે.”