"Breathtaking view of Sabarmati Riverfront. CM Inaugurated water sports activities and walkway"
"Shri Narendra Modi inaugurates Sabarmati Riverfront walkway and water rides to the nation"
"Walkway is a first such project initiated in entire India: Shri Modi"
"Shri Modi urges people to maintain cleanliness. Gives example of Kankaria Lakefront. "

અમદાવાદ જ નહીં હિન્દુસ્તાન માટે સાબરમતી રિવરફ્રંટ નજરાણું બનશે

રિવરફ્રંટના વોક વે અને વોટર સ્પોર્ટસ લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી

આધુનિક વિકાસનું વિઝન ગુજરાતે દશ વર્ષમાં ધરતી ઉપર ઉતાર્યું છે

ગુજરાત વિરોધીઓની વિકાસની નકારાત્મક દરિદ્રતા ઉપર આકરા પ્રહાર

રિવરફ્રંટની ઉત્તમ ફોટોગ્રાફી સ્પર્ધા યોજાશે

 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સાબરમતી રિવરફ્રંટના વોકવે અને વોટર સ્પોર્ટસનું સ્વાતંત્ર દિવસની સલૂણી સન્ધ્યાએ લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે આધુનિક વિકાસનું વિઝન આ સરકારે ગુજરાતની ધરતી ઉપર ઉતાયુર્ં છે ત્યારે, ગુજરાત વિરોધીઓ દારિદ્રયની માનસિકતાથી ગુજરાતનું જ અહિત કરી રહ્યા છે.

કુલ ૧૧ કી.મી.ના સાબરમતી રિવરફ્રંટ ઉપર હાલ તૈયાર થયેલા બંને કિનારાના સાડા સાત કી.મી. વોકવે જનતા માટે વિધિસર ખૂલ્લો મૂકયા બાદ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વોટર સ્પોર્ટસરાઇડમાં નદીમાં વિહાર કરી આ નજરાણું પણ જનતાને સમર્પિત કર્યું હતું.

નર્મદાના વહેતા નીરથી છલકાતી સાબરમતીએ અમદાવાદની રોનક તો વધારી જ છે પરંતુ નદીનું પર્યાવરણીય શુધ્ધિકરણ થયું છે અને નગરજનોના સ્વાસ્થ્યમાં પણ ગુણાત્મક સુધારો થવાનો છે. કાંકરિયાની સ્વચ્છતા જનતાના દાયિત્વને આભારી છે તેનું ગૌરવ કરતાં આ રિવરફ્રંટને પણ સ્વચ્છ સાફસુથરા રાખવા નગરજનો જ જવાબદારી ઉપાડશે એવી અપીલ તેમણે કરી હતી.

સાબરમતી રિવરફ્રંટના ડિઝાઇન આયોજનને અત્યાર સુધીમાં જ નવ જેટલા ગૌરવ એવોર્ડ પ્રા થયા છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જેઓ ગુજરાતને બદનામ કરવા માંગે છે તેમને ગુજરાતે નર્મદા યોજનાના પર્યાવરણ અંગે વિશ્વબેન્કની નકારાત્મક માનસિકતાનો પણ ભૂકંપ પૂનવસનમાં પર્યાવરણ રક્ષાનો વર્લ્ડબેન્કનો જ ગ્રીન એવોર્ડ જીતીને જવાબ આપી દીધો હતો. જ્યારે આ જ રિવરફ્રંટમાં ઝૂંપડપટ્ટીના સ્લમ વિસ્તાર દૂર કરીને પાકા આવાસો બાંધીને વસાવ્યા ત્યારે આ જ કોંગ્રેસીઓએ અસરગ્રસ્તોને ઉશ્કેરવા અને રિવરફ્રંટના હવનમાં હાડકા નાંખવા અદાલતનો મનાઇ હુકમ લાવવા હવાતીયાં મારેલા પણ હવે હુડકોએ પણ રિવરફ્રંટના અસરગ્રસ્તોની આ નવી વસાહતોને ઉત્તમ ગણાવીને એવોર્ડ આપેલો છે.

આપણો દેશ ગરીબ અને વિકાસથી વંચિત રહ્યો છે એની પાછળ કોંગ્રેસની આ દરિદ્રની નબળી માનસિકતા જ જવાબદાર છે એમ પણ તેમણે જણાવ્યું હતું. એક બાજુ વડાપ્રધાન તેમના પ્રવચનમાં ઉદ્યોગો, વિદેશી મૂડીરોકાણ યુવાનોના કૌશલ્ય ઉપર ભારત મૂકે છે ત્યારે ગુજરાતે આ દિશામાં મેળવેલી સફળ સિધ્ધિઓનો વિરોધ કરતી વિજ્ઞાપનો અહીના તેમના પક્ષના નેતાઓ પ્રસિધ્ધ કરે છે એવો માર્મિક કટાક્ષ તેમણે કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ સાબરમતી રિવરફ્રંટ માટેની ઉત્તમ ફોટોગ્રાફી સ્પર્ધા યોજવાની પહેલને આવકારી જણાવ્યું કે દર મહિને તેના ઉત્તમ ફોટોગ્રાફ સોશ્યલ મિડીયા નેટવર્કફેસબુક ઉપર મૂકીને સ્પર્ધા કરાશે અને વર્ષે શ્રેષ્ઠત્તમ ફોટોને રૂા. છ લાખની મોટરકારનું પ્રથમ ઇનામ અપાશે. મુખ્યમંત્રીશ્રીએ સાબરમતીમાં વોટર બસ દ્વારા શહેરી પરિવહનના નવલા નજરાણાની ભેટ નગરજનોને આગામી દિવસોમાં ધરવાની નેમ પણ દર્શાવી હતી. શહેરી વિકાસમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે અમદાવાદ મહાનગર સહિત રાજ્યના વિવિધ વિકાસ કાર્યોમાં રૂકાવટના રોડાં વિપક્ષ નાંખી રહ્યો છે તેવું પ્રાસંગિક સંબોધનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું.

શ્રી નીતિનભાઇ પટેલે સાબરમતી નદી સહિત રાજ્યમાં પીવાના પાણી, ખેતીવાડી, અને સિંચાઇ માટે નર્મદા મૈયાના જળ પ્રજાજનોને ઉપલબ્ધ કરાવવાની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબધ્ધતામાં પણ કોંગ્રેસની કેન્દ્ર સરકાર અવરોધક બની છે તેનો ઉલ્લેખ કરી ઉમેર્યું કે, નર્મદા બંધની ઊંચાઇ વધારવા તથા દરવાજા મૂકવાની પરવાનગી ન આપવાના તેના વલણને કારણે આજે બંધ છલકાઇ રહ્યો છે છતાં તેના જળ ભરૂચ નજીક દરિયામાં નિરર્થક વહી જાય છે. જો કેન્દ્ર તેની આડોડાઇ દૂર કરે ને પરવાનગી આપે તો ગુજરાતના અનેક વિસ્તારોને આ જળ પહોંચાડી શકાય. વિપક્ષના નેતાઓ ગુજરાતના વિકાસના સાચા હિતચિંતક હોય તો કેન્દ્રમાં આ અંગે કેમ રજૂઆત તેમના નેતાઓ પાસે કરતા નથી તેવો વેધક સવાલ પણ શહેરી વિકાસ મંત્રીશ્રીએ કર્યો હતો. આ પ્રસંગે અમદાવાદના મેયરશ્રી અસિત વોરા, ધારાસભ્યો સર્વશ્રી ભરતભાઇ બારોટ, ગીતાબેન પટેલ, રાકેશ શાહ, ભૂષણ ભટ્ટ તથા ઔડા અધ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઇ શાહ, કમિશ્નરશ્રી મહાપાત્રા, મહાપાલિકાના પદાધિકારીઓ, વિવિધ સમિતીના અધ્યક્ષશ્રીઓ, નગર સેવકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. On Wednesday, 15th August 2012 Chief Minister Shri Narendra Modi will dedicate to the people a walk way and rides at the Sabarmati Riverfront.