સદ્ભાવના મિશનઃ હિંમતનગર ‘‘સૌના સાથ સૌના વિકાસ’’ની સદ્ભાવનાની સુવાસ પ્રસરાવતું સદ્ભાવના મિશન અભિયાનઃ હિંમતનગરમાં છલકાયો મહાસાગર .

 વિરાટ માનવ મહેરામણ દિવસભર મુખ્ય મંત્રીશ્રીને શુભેચ્છા આપવા ઉમટયો .

 મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિકાસમાં સમાજ સમસ્તને જોડવાની સદ્ભાવ શકિતનો સાક્ષાત્કાર કરાવતા સદ્ભાવના મિશન અભિયાનની જિલ્લે જિલ્લે એક દિવસના ઉપવાસની તપશ્ચર્યાની શ્રૃંખલાના ૨૪મા ચરણમાં આજે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિરાટ માનવ મહેરામણના ઉમંગઉત્સાહ સાથે સંપણ કરી હતી. 

સભામંડપમાં ઉપસ્થિત વિરાટ જનમેદનીને રાજ્યના મંત્રીશ્રીઓએ મુખ્ય મંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં એક દશકની અવિરત વિકાસગાથાના પ્રાસંગિક પ્રવચનોમાં વર્ણવી હતી. આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઈ વ્યાસ જિલ્લા પ્રભારી અને આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણભાઈ વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આદર્શ રાજવ્યવસ્થા છે અને અસામાજિક તત્ત્વોને કડક દંડ આપનારંુ સમર્થ નેતૃત્વ પણ છે. આર્થિક વ્યવસ્થા અને વિકાસ સમરસતા જોડાય તો વિકાસના નવા આયામો પ્રસ્થાપિત થઇ શકે તે ગુજરાતે પુરવાર કર્યું છ. ।

આવતીકાલનું ગુજરાત સુખ અને સમૃદ્ધિ માણી શકે તેવું અભિયાન મુખ્ય મંત્રીશ્રીએ હાથ ધરીને સૌનો સાથ સૌના વિકાસનો મંત્ર આત્મસાત કર્યો છે. રાજ્યમાં છેલ્લા દાયકામાં હાથ ધરાયેલા વિકાસની રૂપરેખા આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, એક સમય હતો કે દૂરના અંતરિયાળ વિસ્તારના ગામડાનાં દર્દીને દવાખાને પહોંચવા માટે કોઇ વ્યવસ્થા ન હતી. આ પડકાર મુખ્ય મંત્રીશ્રીએ ઝીલી અને ગુજરાતમાં આજે ૪૦૦થી વધુ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. માત્ર સાબરકાંઠા જિલ્લામાં ર૦ જેટલી ૧૦૮ સેવા અને ૭ આઇ.સી.યુ. ઓન વ્હીલ્સ કાર્યરત છે. જેના દ્વારા ૧,૦૪,૦૭૭ લાભાર્થીઓને સેવા અપાઇ છે અને ૪૧,૭૬૯ બહેનોને પ્રસૂતિની સેવા તથા ૪,૪૮૯ જીંદગીઓ બચાવાઇ છે. વિકાસ માત્ર વાતો કરનારા અને રાજ્ય સરકાર પાસે હિસાબ માંગનારાને આ સેવાને સદ્રઢ બનાવવાનું કેમ ના સૂઝયું? તેવો વેધક પ્રશ્ન તેમણે કર્યો હતો. રાજ્યમાં મેડીકલની સીટો ૧૯૬૧ થી ર૦૦૮ સુધીમાં નહોતી વધી તેના કરતાં છેલ્લા ૩ વર્ષમાં સીટો વધી છે. અગાઉ ૧ર૦૦ વિદ્યાર્થીઓને રાજ્ય બહાર તબીબી અભ્યાસ કરવા જવું પડતું હતું તે પરિસ્થિતિ બદલાઇ છે. સાબરકાંઠા જિલ્લામાં ૩૮ વિદ્યાર્થીઓને મેડીકલમાં, ૧૩૮ વિદ્યાર્થીઓને ડેન્ટલ અને ૧૬ વિદ્યાર્થીઓને ફીઝીયોથેરાપીમાં પ્રવેશ મળ્યો છે. રાજ્યના ૧.૧૮ કરોડ બાળકોની આરોગ્ય તપાસ કરી પ૦૦૦ બાળકોને ગંભીર બિમારીમાંથી બચાવવા રૂા. ૪૦ કરોડ રાજ્ય સરકારે ખર્ચ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં ર૬.૩૧ લાખ બાળકોને ચકાસી ૧,૧૭૯ બાળકોને ગંભીર રોગની સારવાર આપી છે. હિસાબ માંગનારાઓને આ કેમ ન સૂઝયું એવો તેમણે પ્રશ્ન કર્યો હતો.

વન મંત્રી શ્રી મંગુભાઈ પટેલ વન મંત્રી શ્રી મંગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે વિકાસના ફળ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યા છે. મુખ્ય મંત્રીશ્રીએ વનવાસીઓના કલ્યાણ માટે વનબંધુ કલ્યાણ યોજના પેકેજ અમલમાં મુકયું છે. ભૂતકાળની સરકારોએ વનવાસીઓની કયારેય ચિંતા કરી નહતી. જયારે આ સરકારે વનવાસીઓના ઘરઆંગણે પાણી, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રસ્તાની સુવિધાઓ પહોંચાડી છે. દેશમાં સૌથી વધુ ૭ર ટકા રોજગારી ગુજરાત આપે છે. રાજ્યમાં વન વિભાગ દ્વારા હાથ ધરાયેલી કામગીરીની રૂપરેખા પણ તેમણે આપી હતી. ભાજપાના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે, ગુજરાતની રાજવ્યવસ્થા આજે સર્વત્ર વખણાય છે પરંતુ કેટલાકને તે કઠે છે. ભ્રષ્ટાચારમાં ગળાડૂબ કેન્દ્રના શાસકો ગુજરાતમાં હિસાબ માંગનારા એ ભૂલી જાય છે કે આઝાદીના પ૦ વર્ષો સુધી શાસન કર્યા છતાં ગરીબી હટાવી શકયા નથી. ગુજરાત સરકારે છેલ્લા દાયકામાં વિકાસની સાથે અનેક સામાજિક સંવેદનાસભર કામો કર્યા છે. રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા યોજીને ગરીબોને ઘરઆંગણે તેમના લાભ પહોંચાડયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.

શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી જયસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ વર્ગોના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે વિશેષ પ્રયત્નો કર્યા છે. શિક્ષણના પ્રસાર માટે હાથ ધરાયેલા કામોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના શૈક્ષણિક હેતુઓ આ સરકારે સિદ્ધ કર્યા છે. રાજ્યમાં ૩૦ લાખ જેટલા બાળકોના પ્રિમીયમ રાજ્ય સરકાર ભરે છે. કન્યા કેળવણી મુખ્ય મંત્રીશ્રીને મળેલી ભેટસોગાદોમાંથી રૂા. પ૪ કરોડની રકમ કન્યા કેળવણી નિધિમાં એકત્ર થઇ છે, એમ તેમણે ઉમેર્યું હતું. સાંસદશ્રી ર્ડા. મહેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાત સાધેલા વિકાસની દેશ આખાએ નોંધ લીધી છે, સાથે સાથે વિકાસની નોંખી ભાત ગુજરાતે પાડી છે.

ગુજરાતમાં સમરસતા અને સામાજિક સંવેદનાનું વાતાવરણ છે. સાબરકાંઠા જિલ્લામાં ૧૧ વર્ષના આંદોલન પછી બ્રોડગેજ સેવા મળી અને તે પણ અપુરતી છે. કેન્દ્ર સરકાર આ જિલ્લાને પણ અન્યાય કરી રહી છે, એમ તેમણે ઉમેર્યું હતું. જાણીતા કલાકાર અને પૂર્વ મંત્રી શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદીએ મુખ્ય મંત્રીશ્રીના સદ્ભાવના ઉપવાસને બિરદાવી તેમની કાર્યશૈલી અને વિકાસની ગતિની સરાહના કરી હતી.