દેશના ગામડા અને કિસાનોનું હિત ઇચ્છતા હો તો ગુજરાત જેવો કૃષિ વિકાસ કરી બતાવો

જેણે અમને ગાળો આપી છે એણે પણ સદ્‍ભાવના શબ્દ ઉચ્ચારવો પડે છે.

પાલીતાણાની પાવન ભૂમિમાં મુખ્યમંત્રીશ્રીના સદ્‍ભાવના મિશનની ઉપવાસ તપસ્યા

સમાજશકિતની સદ્‍ભાવનાનું વિરાટ દર્શન

૬૦૦૦ નાગરિકોના સ્વૈચ્છિક અનશન

ભૂતકાળની સરકાર સમસ્યા વકરાવતી, આજે ગુજરાતમાં એવી સરકાર છે જે બગાડને જડમૂડથી દૂર કરે છે - મુખ્યમંત્રીશ્રી

ભૂતકાળની સરકારો વિકાસને વોટબેંકના રાજકારણથી માપતી અમે વિકાસના માપદંડ ઊંચા લાવ્યા

મુખ્યમંત્રીશ્રીના સદ્‍ભાવના  મિશનના ૩૬ ઉપવાસનું જિલ્લા અભિયાન પૂર્ણતાને આરે

અંબાજીમાં થશે રવિવારે ઉપવાસ તપસ્યાનું સમાપન

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કેન્દ્રની સરકારને સીધો પડકાર કરતા જણાવ્યું કે, જો ગામડાનું, ખેતીનું-કિસાનનું ભલુ ખરેખર ઇચ્છતા હો તો ગુજરાત કૃષિ વિકાસ જે ૧૧ ટકા ઉપર લઇ ગયું છે તેવો કૃષિ વિકાસ દેશનો કરી બતાવો.

કેન્દ્રની આખી સલ્તનત કૃષિ વિકાસ માટે ખેડૂતોને વાયદા બતાવતી રહી છે. જો સાચી નિયત અને તાકાત હોય તો ગુજરાત જેવો ખેતીવાડીનો વિકાસ કરવા ગુજરાત સાથે સ્પર્ધા કરો. તમારે ગાળા ગાળી કરવી છે, અમારે વિકાસ કરવો છે, અમે તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના સદ્‍ભાવના મિશનના સંકલ્પરૂપે જિલ્લાઓમાં ૩૬ ઉપવાસ તપનું અભિાયન હવે પૂર્ણતાને આરે છે. આજે પાલીતાણામાં પાવન તીર્થભૂમિ ઉપર સદ્‍ભાવનાની શકિતનું દર્શન કરાવવા ભાવનગર જિલ્લામાંથી વિશાળ માનવ મહેરામણ ઉમટયો હતો. ૬૦૦૦ જેટલા નાગરિકોએ સ્વૈચ્છિક ઉપવાસ કર્યા હતા.

એક જ મહિનામાં ભાવનગર જિલ્લાનો આ ત્રીજો પ્રવાસ હોવા છતાં દર વખતે જનતાની પ્રેમવર્ષા વધતી જ ગઇ છે એને પોતાનું સૌભાગ્ય માનીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ૫૦ વર્ષ સુધી દેશમાં વિકાસના નામે થાગડ થીગડ વ્યવસ્થા જ ચાલતી રહી પરંતુ જનતાની સમસ્યા, મૂશીબતો વકરતી ગઇ. ભૂતકાળની સરકારો ચૂંટાઇને પાંચ વર્ષ એક એક કામ કરતી અને ચૂંટણી આવે ત્યારે ટૂકડા ફેંકતી. આજે ગુજરાતમાં એવી સરકાર છે જે બગાડનો જડમૂળથી નિકાલ કરે છે એમ તેમણે જણાવ્યું હતું.

ગ૨ીબલક્ષી વીસ મુદ્દાનો કાર્યક્રમ મૂળ કોંગ્રેસનો હતો પરંતુ દશ વર્ષથી લગાતાર એકલું ગુજરાત તેનો અમલ કરીને દેશમાં પહેલા નંબર ઉપર આવે છે અને પ્રથમ પાંચ ક્રમમાં પણ કોંગ્રેસ શાસિત એક પણ રાજ્ય નથી એમ જણાવતા. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ગરીબો માટે આ લોકોની લાગણી કેવી છે એનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી જેનું એક ચક્રી રાજ હતું તે કેન્દ્રના વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી જ કહેતા કે સરકારની તિજોરીમાંથી ગરીબનો રૂપિયો ગરીબના હાથમાં પહોંચે ત્યારે પંદર પૈસા થઇ જાય છે. આ કયો પંજો ગરીબનો રૂપિયો પડાવી જતો હતો એવાં પ્રશ્ન ઉઠાવી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે અમે આનો રસ્તો ગરીબ કલ્યાણ મેળામાં શોધ્યો. વચેટીયાને દુર કરી દીધા, ગરીબ લાભાર્થીની યાદી ગામેગામ ફરી, તૈયાર કરી, ગરીબોની યોજનાઓનું બજેટ ભેગુ કર્યું અને જાહેરમાં ગરીબ લાભાર્થીને બોલાવીને ગરીબ કલ્યાણ મેળામાં રૂા.૮૦૦૦ કરોડના લાભો સીધેસીધા વહેંચી દીધા.

તેમણે જણાવ્યું કે ભૂતકાળમાં ધરવિહોણા ગરીબોને પ્લોટો માટે ગામના છેવાડે એવો ટૂકડો ફેંકાતો જ્યાં મકાન બાંધીને રહેવું કલ રીતે એ ગરીબ પણ સમજી શકતો નહોતો. અમે બી.પી.એલ. યાદીના ૦-૧૬ પોઇન્ટના સો એ સો ટકા ગરીબ ધરવિહોણાને જમીનનાા પ્લોટ આપી દીધા. બધી આવાસ યોજનાના ધર બાંધવાના સહાયના માપદંડ સુધાર્યા, આજે  ૦ થી ૧૬ બી.પી.એલ. પોઇન્ટના બધાને આવાસના પ્લોટ મળી ગયા છે અને હવે ૧૭ થી ૨૦ પોઇન્ટના બી.પી.એલ.ને ધરનું ધર આપવાની ઝૂંબેશ ઉપાડી છે. લાખો વિધવા મહિલાઓને માત્ર પેન્શન નહીં પરંતુ પગભર જીવવાની તાલીમ અને

સ્વરોજગારી પૂરી પાડી છે, વિકાસ કોને કહેવાય એ ભૂતકાળની સરકારો વોટબેન્કના રાજકારણના ત્રાજવે તોળતી હતી અમે ગરીબોની જીંદગી સુધારવા વિકાસના ઊંચા માપદંડ અપનાવ્યા છે.

પ્રત્યેક માનવીને વિશ્વાસ બેઠો છે કે આ સરકાર અમારું ભલું કરવાની છે એટલે જ આ સરકારને સમર્થન આપે છે એમ તેમણે જણાવ્યું હતું.

આજે ગુજરાત હુલ્લડો, જ્ઞાતિવાદના ઝેર, કરફયુમૂકત બન્યું છે. યુવાનોને તાલીમ આપી હુન્નર-કૌશલ્યથી રોજગારીના અવસરો આપ્યા છે. ગરીબ ગામડાંની બહેનોને મિશન મંગલમ્‍ દ્વારા આર્થિક પ્રવૃત્ત્િા માટે રૂા.૧૪૦૦ કરોડનો કારોબાર સોંપ્યો છે. આ છે, અમારી સરકારની સૌનો સાથ, સૌનો વિકાસની સફળતા. ગુજરાતની કોઇ પણ દિશામાં ૨૫ કિ.મી.ની જગ્યામાં વિકાસનું કામ ચાલતું જ હશે અને આટલા વિરાટ વિકાસના યજ્ઞ માટે સરકારની તિજોરી ઉપર કોઇનો પંજો પડવા નથી દીધો- એક પણ રૂપિયાનો નવો કરવેરો નાંખ્યા વગર વિકાસમાં જોઇએ એટલા નાણા આપ્યા છે અને વિકાસ ઊગી નીકળ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ ભાવનગર જિલ્લાની આર્થિક-ઉન્નતિની જાહોજલાલીનો યુગ ફરીથી આવવાનો છે એમ જણાવી ઉમેર્યું કે ભાવનગરનો દરિયો તો પહેલા પણ હતો પણ વિકાસની દાનત જ નહોતી - અમે વિકાસને લોકો વચ્ચે જઇને કરી બતાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ સદ્‍ભાવના મિશનના ૩૬ ઉપવાસનું અભિયાન હવે પૂર્ણતાની આરે છે ત્યારે લાખો લાખો લોકોએ જે સ્ન્ેહ વર્ષા પ્રેમ કર્યો છે તેનો ઋણ સ્વીકાર કર્યો હતો.