રાજ્ય મંત્રીમંડળની બેઠક પછી સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળીને ન્યાયની અનુભૂતિ કરાવી
પહેલીવાર મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા મંત્રીશ્રીઓ પણ આ સ્વાગત ઓનલાઇનમાં ઉપસ્થિત
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સચિવાલયમાં સ્વાગતઓનલાઇન જનફરિયાદ નિવારણ કક્ષમાં સામાન્ય નાગરિકોની રજૂઆતોના વાજબી નિરાકરણ કરીને ન્યાયની અનુભૂતિ કરાવી હતી.
નવરચિત રાજ્ય મંત્રીમંડળની પ્રથમ બેઠક સંપણ થયા પછી બપોર બાદ મુખ્યમંત્રીશ્રીએ સ્વાગતઓનલાઇન ટેકનોલોજીથી નાગરિકોની રજૂઆતો માટે ખાસ સમય ફાળવ્યો હતો. આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળમાં પ્રથમવાર મંત્રીસ્થાને આવેલા મંત્રીશ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સ્વાગત ઓનલાઇન સાથે સંલગ્ન તમામ સચિવશ્રીઓ અને જિલ્લા તંત્રોના વરિષ્ઠ અધિકારીઓને નાગરિક સેવાસુવિધાના કામો ત્વરિત ઝૂંબેશ રૂપે હાથ ધરવાની તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું કે ચૂંટણીની આચારસંહિતાના અમલના કારણોસર કામો અટકવાથી, સામાન્ય નાગરિકોને પરેશાનીનો ભોગ બનવું પડયું છે, આથી સવિશેષ કાળજી લઇને જિલ્લા તંત્રોને પ્રોએકટીવ બનાવી પૂરી તાકાતથી નાગરિક સુવિધાના કામોને અભિયાન સ્વરૂપે ઉપાડવા જોઇએ.
મુખ્યમંત્રીશ્રીએ આપણો તાલુકોવાઇબ્રન્ટ તાલુકોખ્વ્સ્વ્ઙ્ખના નવતર તાલુકા વહીવટના વિકેન્દ્રીત અભિગમને સાકાર કરવાનું માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ગ્રામકક્ષાએ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમને વધુ અસરકારક બનાવવો જોઇએ અને તાલુકા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં નાગરિકો પોતાની રજૂઆતો માટે ન્યાયની અનુભૂતિ કરે તેવું વિશ્વસનિય વાતાવરણ ઉભંૂ કરવું જોઇએ. રાજ્ય સરકારની વ્યકિતગત લાભાર્થી યોજનાઓ લક્ષિત લાભાર્થી સુધી પહોંચે તે માટે પણ તેમણે સૂચનાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા તથા વરિષ્ઠ અધિકારીઓ સર્વશ્રી જે. પી. મોઢા, શ્રી ચન્દ્રેશ કોટક અને તેમના સહયોગીઓ ઉપસ્થિત હતા.