"“India’s share in global chemical industry just three per cent”"
"“Onus on industry to save society from hazardous chemicals”"
"“Why can’t India produce chemical ink for currency notes?”"

ઇન્ડિયાકેમઃ ગુજરાત ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ

મુખ્યમંત્રીશ્રીઃ કેમિકલ્સ સેકટરના સ્વાસ્થ્યપ્રદ વિકાસ સાથે સમાજની સુખાકારીનું પર્યાવરણ જોડાયેલું છે

દુનિયામાં ભારતના કેમિકલસેકટરનો ફાળો માત્ર ત્રણ ટકા જ છેઃ વિકાસનો ઘણો વિશાળ અવકાશ છે

મુખ્નમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ કેમિકલ્સ સેકટરની ઇન્ડિયા કેમ : ગુજરાત ઇન્ટરનેશનલ કોન્ફળન્સનું આજે ગાંધીનગરમાં ઉદ્દઘાટન કરતાં કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે એન્વાયર્નમેન્ટશ ટેકનોલોજી અને કોમન રિસર્ચ માટેના કોર્પસ ફંડની રચના કરવાના પ્રેરક સૂચનો કર્યા હતા.

સમાજના હિતો અને સુખાકારી સાથે પર્યાવરણ જોડાયેલું છે અને સામાજિક દાયિત્વ સાથે કેમિકલ્સ ઇન્ડેસ્ટ્રીઝે સમયાનુકુળ હેઝાર્ડઝ કેમિકલ્સના પ્રદૂષણ-નિવારણનો પડકાર ઝીલવો જ પડશે એવી ચેતવણીનો સૂર તેમણે ઉચ્ચાષર્યો હતો.

Shri Modi inaugurates Indiachem Gujarat International Conference 2013

ગુજરાતમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેકટરના તંદુરસ્ત વિકાસના સમૂહ ચિન્તનની આ ઇન્ડિયાકેમ કોન્ફેરન્સ આજથી મહાત્મા મંદિર પરિસરમાં શરૂ થઇ છે જે ર૬મી ઓકટોબર સુધી ચાલશે. દેશ-વિદેશના મળી ૬૦૦૦ ડેલીગેટ્સ અને ૧પ૦ એકઝીબિટર્સ આ કોન્ફરન્સનમાં ભાગ લઇ રહયા છે. ૩૦ જેટલા નિષ્ણાતો પણ એમાં યોગદાન આપશે.

ભારતના આર્થિક વિકાસમાં ગુજરાતના કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ‍ના નિર્ણાયક યોગદાનનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં ૧૦૦૦ વર્ષનો કેમિકલ્સનો ઇતિહાસ છે. પુરાતન સમયમાં ગુજરાત વિજ્ઞાનમાં કેટલું આગળ હતું તેનો આ ઇતિહાસ છે.

કેમિકલ્સ ઇન્ડાસ્ટ્રીઝ સેકટરની સમાજ પ્રત્યેની જવાબદારીનો નિર્દેશ કરતાં તેમણે જણાવ્યું કે હવા અને પાણી શુધ્ધ મળે, ખોરાક-ખાદ્યવસ્તુઓ શુધ્ધ મળે આ અનિવાર્ય સુખાકારી છે કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી માટેની કાળજી રાખીને માનવ સુખાકારીને હાનીકારક એવા કેમિકલ્સ‍થી બચાવવાની જવાબદારી કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝની છે.

પર્યાવરણની સામે ગ્લોબલ વોર્મિંગનું સંકટ સૌથી મોટું છે અને તેની સૌથી વિપરીત અસર કેમિકલ્સ‍ સેકટર ઉપર પડવાની છે તેવી ચેતવણી આપતાં મુખ્ય મંત્રીશ્રીએ એન્વારયર્નમેન્ટ ટેકનોલોજી અને કેમિકલ્સ પ્રોડકટીવિટી માટેના સંશોધન એ સમયની માંગ છે અને તેને અપનાવવાની તાકિદની આવશ્યમકતા ઉપર ભાર મૂકયો હતો.

Shri Modi inaugurates Indiachem Gujarat International Conference 2013

પર્યાવરણ રક્ષાના તમામ નોર્મ્સનું પાલન કરવાથી જ કેમિકલ્સ ઉદ્યોગનું પણ સ્વાસ્ય્ર જળવાશે તેની ભૂમિકા આપતાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે "એકસ્ટ્રા સેન્સીટીવિટી કેર" સાથે સમાજના હિતો જાળવવા કાયદા કાનૂને સ્વી્કારવા જ પડે.

ભારતમાં કેમિકલ્સૂ ઉદ્યોગનો કેટલો મોટો વિસ્તાર અવકાશ છે તેનો ઉલ્લેખ કરતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દુનિયાના કેમિકલ્સ‍ સેકટરમાં ભારતનો ફાળો માત્ર ત્રણેક ટકા જ છે. આ સંદર્ભમાં કેમિકલ્સ‍ એન્ડ એન્વાયર્નમેન્ટ ટેકનોલોજીના રિસર્ચ માટે સામૂહિક જવાબદારીથી કોર્પસ ફંડ બનાવવાની જરૂર છે એવું પ્રેરક સૂચન તેમણે કર્યું હતું. કોમન એફલ્યુઅન્ટડ વોટર ટ્રીટમેન્ટે પ્લાન્ટરની જેમ કોમન કેમિકલ્સએ રિસર્ચ ફંડ માટેનું ઇન્વેસ્ટસમેન્ટ કેમિકલ્સ ઇન્ડનસ્ટ્રીઝને વધુ સુદ્રઢ બનાવશે એમ પણ તેમણે જણાવ્યું હતું.

કેમિકલ્સ‍ સેકટરમાં પડકાર ગણાવતા, ભારતીય ચલણી નોટોના છાપકામની ઇન્કુ-શાહી વિદેશોમાંથી આયાત કરવી શા માટે પડે? એવો પ્રશ્ન ઉઠાવતા ભારતમાં જ ચલણી નોટોના છાપકામની રાસાયણીક શાહી (INK)નું ઉત્પાદન શા માટે ભારતમાં ના થાય? તેમ તેમણે જણાવ્યું હતું.

કેસ્ટાર ઓઇલ કેમિકલ્સ માંથી ૩૦૦ થી વધારે વેલ્યુએડિશન પ્રોડકટ દુનિયામાં થાય છે અને ગુજરાત ૮પ ટકા કેસ્ટશર પ્રોડકશન કરે છે તેનું વેલ્યુ એડિશન કેમિકલ્સ સેકટર કેમ ના હાથ ધરે એવું પણ તેમણે આહ્ર‌વાન કર્યું હતું.

કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સના દુનિયામાં વધતા જતા પ્રભાવને ધ્યાનમાં રાખી ને કસ્ટમ જનરેશન કન્ઝુયુમર્સ ગૂડઝના ઉત્પાધદનમાં ભારતનું કેમિકલ્સ‍ સેકટર મહત્વનું યોગદાન આપે તેમ તેમણે જણાવ્યું હતું.

Shri Modi inaugurates Indiachem Gujarat International Conference 2013

ઊર્જામંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે પાછલા એક દશકમાં સતત જાળવી રાખેલા ડબલ ડિઝીટ ગ્રોથ રેટમાં ઊદ્યોગ-ઊર્જા ક્ષેત્રના યોગદાનને બિરદાવ્યું હતું.

શ્રી સૌરભભાઇ પટેલે ઇન્કઊલુઝીવ ગ્રોથની ગુજરાતની નીતિઓને પરિણામે કેમિકલ્સ ક્ષેત્ર પણ સુસંગત વિકસ્યું છે અને પર્યાવરણ જાળવણીના હાર્દને મધ્યનજર રાખીને રાજ્યના વિકાસમાં યોગદાન આપે તેવી હિમાયત કરી હતી.

ગુજરાતે ઊર્જા, વીજઉત્પાદન અને બંદરીય વેપાર વણજમાં જે સર્વાંગી ગતિ-પ્રગતિ જાળવી છે તેના કારણે વિશ્વના ઊદ્યોગ સાહસિકો ગુજરાત ભણી નજર ઠેરવતા થયા છે તેમ જણાવ્યું હતું.

ગુજરાતમાં રાજકીય સ્થિરતા સાથે સરકારની કાર્યપધ્ધતિ પણ રેડ ટેપિઝમ નહિં પરંતુ પારદર્શી અને ગતિશીલ બની છે તે આ ઇન્ક્લુઝીવ ગ્રોથના પાયામાં છે તેની વિગતો આપતાં શ્રી સૌરભભાઇ પટેલે રાજ્યમાં PCPR, SEZ વગેરેની સુવિધાઓની છણાવટ કરી હતી.

ભારત સરકારના કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ સેક્રેટરીશ્રી ઇન્દ્રજીત પાલે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, આ પરિષદ માત્ર વિચારમંથન નહીં કેમિકલ્સ સેકટરના ભાવિને એક નવી દિશા આપશે.

તેમણે ઉમેર્યું કે આ પરિષદ Speciality Chemicals વિષયવસ્તુ પર કેન્દ્રીત થઇ છે જે આવનારા દિવસોમાં રોજગાર અવસરો સહિત ક્ષમતા નિર્માણ અને કેમિકલ્સ ક્ષેત્રના પર્યાવરણ મૈત્રીપૂર્ણ સંશોધનોને વેગ આપશે અને પરિષદમાં યોજાનારા ચર્ચાસત્રો, બાયર્સ-સેલર્સ મિટ તથા સી.ઇ.ઓ. મિટના ઉપક્રમો આવનારા દશકમાં સાતત્યપૂર્ણ વિકાસ સાથે આર્થિક-સામાજિક વિકાસ માટે ઉપકારક બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

પ્રારંભમાં FICCIના શ્રી આર. બી. કનોરિયાએ સૌનો સત્કાર કરતાં ગુજરાતને આંગણે યોજાઇ રહેલી આ પરિષદની રૂપરેખા આપી હતી. તેમણે ગુજરાતના સમગ્રયા વિકાસનું શ્રેય વૈશ્વિક નકશામાં ગુજરાતને મૂકનારા મુખ્યમંત્રીશ્રીને આપ્યું હતું.

આ અવસરે મુખ્ય સચિવશ્રી ડો. વરેશસિન્હા, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવશ્રી મહેશ્વર શાહુ, વરિષ્ઠં સચિવશ્રીઓ તથા કેમિકલ્સ, ઇન્ડનસ્ટ્રીઝ સાથે સંલગ્ન આમંત્રિતો, ઉદ્યોગ સાહસિકો વગેરે ઉપસ્થિત રહયા હતા.

Shri Modi inaugurates Indiachem Gujarat International Conference 2013

Shri Modi inaugurates Indiachem Gujarat International Conference 2013