જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં જાન ગુમાવનારા સેના-પોલીસના વીર શહિદ જવાનોના પરિવારો પ્રત્યે સાંત્વના પાઠવતા મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનાની સખત શબ્દોમાં ટીકા કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ હુમલામાં આતંકવાદીઓ સામે પોતાના જાનની બાજી લગાવીને શહિદી વ્હોરનારા બહાદૂર સેના જવાનો અને પોલીસકર્મીઓ તેમજ જે નાગરિકોએ આ આતંકવાદી હુમલામાં પ્રાણ ગુમાવ્યા છે તેમના પરિવારો પ્રત્યે્ ઊંડા દુઃખની લાગણી સાથે સાંત્વના પાઠવી છે.

મુખ્યમંત્રીશ્રીએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હિંસાને માનવતા વિરોધી કૃત્ય ગણાવીને તેને સખ્ત શબ્દોમાં વખોડી કાઢતાં જણાવ્યું છે કે, વિશ્વની તમામ માનવતાવાદી શક્તિ ઓએ આતંકવાદ સામે સંગઠિત થઇને લડવા માટેનો સમય હવે પાકી ગયો છે.