ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની શ્ભ્ખ્ સરકારને સ્પષ્ટ ચેતવણીઃ ભારતીય સંવિધાનના આત્માસમાન સમવાયતંત્રની ઉપર થઇ રહેલા યુપીએ સરકારના કુઠારાઘાતને રોકવા સમવાયતંત્ર અંગેની રાષ્ટ્રીય જાહેર ચર્ચા યોજાવી જોઇએ

સરકારિયા કમિશનની ભલામણો અંગે બધા રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓની બેઠક બોલાવો

ઇન્ટર સ્ટેટ કાઉન્સીલને પૂનઃ સક્રિય બનાવો

રાજ્યોના અધિકારો છીનવી કેન્દ્રીય કાયદાઓના ઘડતરમાં રાજ્યો સાથે પરામર્શ કરવાની પ્રસ્થાપિત પરંપરા UPA  સરકારે તોડી છે

ઇન્દોર ‘‘ડો. ઓમ નાગપાલ વ્યાખ્યાન માળા’’માં ભારતીય સમવાયતંત્ર વિષયક કેન્દ્ર અને રાજ્યના સંબંધો સંદર્ભમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું પ્રેરક ચિંતન

શ્ભ્ખ્ સરકાર સત્તા લાલસા માટે બધા જ બંધારણીય સિધ્ધાંતોને નેવે મૂકે છે

રાજકીય વિરોધીઓને બદનામ કરવા અને બિન કોંગ્રેસી રાજ્ય સરકારોને સકંજામાં લેવા ગેરબંધારણીય અને બિનલોકશાહી સાઝિશો કરતી UPA સરકાર મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સત્તાલાલસા ખાતર ભાજપના સંવૈધાનિક સમવાયતંત્રના ઢાંચાને છીણભીણ કરીને દેશના હિતો અને વિકાસ સામે સંકટો ઊભા કરી રહેલી કેન્દ્રની કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર સામે સામૂહિક અવાજ ઉઠાવવા આહવાન કર્યું છે અને જણાવ્યું છે કે, જે રીતે વર્તમાન યુ.પી.એ.ના શાસનકાળમાં રાજ્યોના અધિકારો છીનવીને કેન્દ્રીય કાયદાઓ બનાવવાનો એકાધિકારવાદ યુ.પી.એ. સરકારે કર્યો છે ત્યારે ભારતના સંવિધાનના આત્માસમાન સંઘીય ઢાંચાની રક્ષા માટે સાર્વજનિક ચર્ચા હાથ ધરાવી જોઇએ.

મધ્યપ્રદેશના ઇન્દોરમાં ‘‘શ્રી ઓમ નાગપાલ સ્મૃતિ વ્યાખ્યાન શ્રેણી’’માં ભારતીય સમવાયતંત્ર વિષયક હાર્દરૂપ પ્રવચન આપવા શ્રી નરેન્દ્રભાઇ મોદીને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ યુપીએ સરકારના એન્ટીફેડરલ માઇન્ડ સેટ સમવાયીતંત્ર વિરોધી એકાધિકારવાદની માનસિકતાના સિલસિલાબંધ દ્રષ્ટાંતો આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ યુપીએ સરકારને દેશહિત અને વિકાસ ના ભોગે પોતાના રાજકીય એજન્ડા પાર પાડવાની સાઝિશ અંગે સ્પષ્ટ ચેતવણી આપી હતી અને એવી માંગણી કરી હતી કે કેન્દ્ર અને રાજ્યના સંબંધોમાં પાયારૂપ સંધીય ઢાચા અંગે સરકારિયા કમિશને કરેલી ભલામણોની સર્વગ્રાહી વિચારણા કરવા બધા મુખ્યમંત્રીશ્રીની બેઠક બોલાવવી જોઇએ અને ઇન્ટરસેટ કાઉન્સીલને પણ સક્રિય કરવી જોઇએ. વર્તમાન યુપીએ સરકાર તેના રાજકીય વિરોધીઓ અને બિનકોંગ્રેસી રાજ્ય સરકારોને યેનકેન પ્રકારે સકંજામાં લેવાની બધી જ ગેરબંધારણીય અને બિનલોકશાહી યુકિતપ્રયુકિતઓ આચરવામાં કોઇ જ કચાશ રાખતી નથી એના સ્વયંસ્પષ્ટ ઉદાહરણો શ્રી નરેન્દ્ર મોદીએ આપ્યા હતા અને જણાવ્યું હતું કે વર્તમાન યુપીએના શાસનકાળમાં સત્તાનું મહત્તમ કેન્દ્રીકરણ અને બિન યુપીએ શાસિત રાજ્યોની સરકારો સામે રાજકીય દ્વેષવૃતિ રાખીને સતત રંજાડવાના તથા આ પ્રગતિશીલ રાજ્યોનો વિકાસ રોકવાના પેંતરા થઇ રહ્યા છે, જે હિન્દુસ્તાનના વિકાસ અને હિતોને કુંઠિત કરી દેશે.

શ્રી નરેન્દ્ર મોદીએ વર્તમાન યુપીએ સરકારને આઝાદી પછીની દેશની સૌથી વધુ સત્તા ભૂખી સરકાર ગણાવી હતી. તેમણે જણાવ્યું કે સત્તાલાલસા માટે વોટબેન્કની રાજનીતિમાં ગળાડૂબ યુપીએના તંત્રમાં ભ્રષ્ટાચાર અને મોંઘવારીએ માઝા મૂકી છે. અડધંુ હિન્દુસ્તાન આતંકવાદનકસલવાદની હિંસામાં ઘેરાયેલું છે, રાષ્ટ્રીય હિતો અને લોકોની સુરક્ષા જોખમમાં મૂકાયેલા છે અને છતાં આ સમસ્યાઓને નાથવાની કોઇ ‘‘પોલિટીકલ વીલ’’ કે ‘‘પોલિટીકલ મેચ્યોરિટી’’નો અહેસાસ થતો નથી. દેશની વિરાટ જનશકિતને નિરાશાની ગર્તામાં ધકેલી દેનારી યુપીએ સરકારની શાન ઠેકાણે લાવવા રાષ્ટ્રીય જનજાગરણની આવશ્યકતા છે, એમ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સમવાયી શાસન પધ્ધતિ જ ભારતના લોકતંત્રની પ્રાણશકિત છે અને દેશના રાજ્યો મજબૂત હશે તો જ ભારત શકિતશાળી બની શકશે પરંતુ યુપીએ સરકાર આ મૂળભૂત સંવૈધાનિક માળખાને તોડી રહી છે. પોતાના રાજકીય એજન્ડા પાર પાડવા, વિરોધી વિચારધારા વાળા પણ, કોંગ્રેસ શાસિત રાજ્યો કરતાં વિકાસના અનેક નવા આયામો અને પહેલરૂપ સિધ્ધિઓથી પ્રગતિશીલ બિનકોંગ્રેસી રાજ્યોને દબાવવા, ચૂંટાયેલી સરકારો ઉપર જૂલ્મો અને અત્યાચારો કરીને રંજાડવા, વિકાસને રોકવા અને રાજ્યોની બંધારણ પ્રેષિત સત્તાઓ છીનવી લેવાના ષડયંત્રો થઇ રહ્યા છે. યુપીએ સરકાર તેના પોલિટીકલ એજન્ડા પાર પાડવા ગમે એટલા પ્રયાસો કરે પણ બિનકોંગ્રેસી રાજ્યોની સરકારો, વિભિણ વિચારધારાને વરેલી હોવા છતાં, સામૂહિક અવાજે, બંધારણનું ગળંુ ઘોંટવા તત્પર યુપીએ સરકાર સામે ઝઝુમવાની જ છે. આ સંદર્ભમાં ફ્ઘ્વ્ઘ્ અને ય્ભ્જ્ જેવા યુપીએના કેન્દ્રીય કાયદાઓ સામે બિનકોંગ્રેસી રાજ્યોએ પ્રબળ વિરોધ કરીને યુપીએ સરકારને પીછેહઠ કરાવી તેના સંકેતોનો બોધપાઠ લેવાવો જોઇએ એમ તેમણે જણાવ્યું હતું. નેશનલ કાઉન્ટર ટેરરિઝમ સેન્ટર અને રેલ્વે પ્રોટેકશન ફોર્સ જેવા કાયદાઓ દ્વારા યુપીએ સરકાર પાછલે બારણેથી અણગમતા રાજ્યોના અધિકારો છીનવી લઇને તેને પાઠ ભણાવવાનો બદઇરાદો ધરાવતી હતી તે દેશની જનતાએ સમજી લીધું છે, એમ તેમણે જણાવ્યું હતું.

કોમ્યુનલ વાયોલંસ એકટ જેવા કાનૂન લાવવા પાછળ માઇનોરિટીનું તુષ્ટીકરણ (ખ્ષ્ટષ્ટર્ફૂીસ્નફૂૃફૂઁદ્દ) અને વોટબેન્કના રાજકારણ ઉપરાંત વિરોધી સરકારોને આ કાયદાનું શસ્ત્ર ઉગામી આંતરિક કાયદો વ્યવસ્થાની નિષ્ફળતાના નામે દૂર કરવાનો જ એજન્ડા છે, એમ જણાવી ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ સુરક્ષા જેવા રાષ્ટ્રીય મૂદે પણ યુપીએ સરકાર કેવા ચેડાં કરી રહી છે તેની ગંભીરતા તરફ ધ્યાન દોર્યું હતું. કેન્દ્રીય કાયદાઓ ઘડવામાં રાજ્યોની સાથે પરામર્શ કરવાની પ્રસ્થાપિત પરંપરાને યુપીએ સરકારે નેવે મૂકી દીધી છે અને મનઘડંત સત્તાધિકારો કેન્દ્ર સરકારમાં હસ્તગત કરી લેવામાં આવે છે, તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ સંદર્ભમાં તેમણે ડ્રાફટ પોર્ટ રેગ્યુલેટરી બીલ, ધ પબ્લીક સર્વિસ (પ્રોટેકશન એન્ડ રેગ્યુલેશન) એકટ રાઇટ ટુ એજ્યુકેશન એકટ, સર્વ શિક્ષા અભિયાનના કાયદાઓના અમલીકરણની જવાબદારી રાજ્યો ઉપર થોપી દેવાની અને તે માટે રાજ્યોની નાણાંકીય જરૂરિયાતોની સદંતર અવગણના કરવાની શ્ભ્ખ્ની માનસિકતાની ભૂમિકા આપી હતી, સરકારિયા કમિશન, પૂંછી સમિતી અને સર્વોચ્ચ અદાલતોના નિર્દેશોને પણ શ્ભ્ખ્ સરકાર સ્વીકારતી નથી એમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ શ્ભ્ખ્ સરકારે નીમેલા ગવર્નરોની બિનકોંગ્રેસી રાજ્ય સરકારોની વિરૂધ્ધમાં કાર્યરત રહેવાની ભૂમિકાની આકરી ટીકા કરી હતી.

રાજનૈતિક પક્ષો વચ્ચે વૈચારિક તફાવતો હોય તો પણ, વિરોધી રાજનેતાઓને ખતમ કરવાનો લક્ષિત પોલીટીકલ એજન્ડા પાર પાડવા બંધારણીય એજન્સીઓ અને સત્તાઓનો આવો દુરૂપયોગ કરીને ભારતના લોકતંત્રની સામે મોટુ સંકટ યુપીએ દ્વારા ઉભૂં થઇ રહ્યું છે. ઘ્ગ્ત્, ફ્ત્ખ્, કેન્દ્રીય તપાસ એજન્સીઓ, ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ જેવી કેન્દ્રીય સંસ્થાઓને, વિરોધી રાજ્ય સરકારોને પરેશાન કરવાના એજન્ડા સાથે પ્રેરિત કરવામાં આવી રહી છે તેના અનેક દ્રષ્ટાંતો આપી શકાય એમ છે એમ શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાના સ્વાનુભવોનો આધાર આપીને જણાવ્યું હતું. દેશના ઘણા રાજ્યોમાં ચૂંટાયેલી સરકારોએ પસાર કરેલા અનેક કાયદાઓ આ સરકારો વિભિણ રાજકીય વિચારસરણીવાળી હોવાના કારણે રોકી દેવામાં આવ્યા છે તેવો સ્પષ્ટ આક્ષેપ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો. કોમ્યુનલ વાયંલસ બિલ લાવવા પાછળ યુપીએ સરકાર રાજ્યોની અણગમતી સરકારોને કોમી રમખાણોના બહાને દૂર કરવાની સાઝિશ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

ગુજરાત જેવા મેરીટાઇમ સ્ટેટ વાળા રાજ્યના બંદરો ભારતના વિશ્વ વેપારનું પ્રવેશદ્વાર બની રહ્યા છે ત્યારે તેનું નિયંત્રણ કેન્દ્ર હસ્તક લઇ લેવાની પેરવી પોર્ટ રેગ્યુલેટરી બિલ લાવવાની પાછળ છે એટલું જ નહીં, પબ્લીક સર્વિસ પ્રોટેકશન એન્ડ રેગ્યુલેશન બિલ લાવીને યુપીએ સરકાર રાજ્યની જનહિતની સેવાઓના અધિકારો ઉપર પણ સંપૂર્ણ નિયંત્રણ અને એકાધિકારવાદ પાછલા બારણેથી દાખલ કરવા માગે છે એમ તેમણે જણાવ્યું હતું. યુપીએ સરકાર રાજ્યોના અધિકારો અને સત્તાઓ છીનવી લઇને, કોન્કરન્ટ લીસ્ટના વિષયો હસ્તગત કરીને સત્તાનું અબાધિત કેન્દ્રીકરણ કરી રહી છે ત્યારે, ગુજરાતની વર્તમાન સરકારે સત્તાના વિકેન્દ્રીકરણ દ્વારા સર્વસમાવેશક વિકાસ માટે તાલુકા/બ્લોક સુધી લોકતાંત્રિક શકિતઓને વિકાસમાં જોડવાનું વાતાવરણ ઉભૂં કરવા તાલુકા સરકારનો (ખ્વ્સ્વ્) કોન્સેપ્ટનો નવો સમવાય વ્યવસ્થાનો રાહ બતાવ્યો છે એમ પણ મુખ્યમંત્રીશ્રી