ગુજરાતના વિકાસમાં યોગદાન માટે પ્રતિબદ્ધતા

ભારત સરકારમાં વિવિધ વિભાગોમાં પ્રતિનિયુક્તિ ઉપર કાર્યરત ગુજરાત કેડરના સનદી સેવાઓના અધિકારીઓએ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે આજે નવી દિલ્હીમાં બેઠક યોજીને ગુજરાતના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે વિવિધ વિષયો પર પરામર્શ કર્યો હતો.

મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાત કેડરના દિલ્હી સ્થિત આ સનદી અધિકારીઓને ગુજરાતના વિકાસના વિવિધ આયામો અને કાર્યક્રમોના ઉત્તમ અમલીકરણ સંદર્ભમાં તેમના અનુભવો અને ક્ષમતાની ભૂમિકા વિશે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં ગુજરાત સરકારના દિલ્હી સ્થિત અગ્રનિવાસી આયુકત શ્રી ભરતલાલ પણ ઉપસ્થિત રાા હતા.