વિન્ડ એનર્જીની નવી ટેકનોલોજી અપનાવવા ગુજરાત તત્પર
રાજય સરકારનું વિકાસનું વિઝન માત્ર વર્તમાન નહીં,
ભવિષ્યની પેઢીની સુખાકારીનું છે
જસદણ નજીક રપ મે.વો.ના વિન્ડફાર્મનું ઉદધાટન
ખાનગી ક્ષેત્રની Renew Power ના સાહસને બિરદાવતા મુખ્યમંત્રીશ્ર
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે રાજકોટ જિલ્લાના જસદણ નજીક ખાનગી ક્ષેત્રના રપ મે.વો. ક્ષમતાના વિન્ડફાર્મનું ઉદૃધાટન કરતા જણાવ્યું કે રાજય સરકાર વર્તમાન વિકાસનું વિઝન જ નહિં ભવિષ્યની પેઢીઓ સુધીના સાતત્યપુર્ણ વિકાસનું આયોજન કરે છે.
જસદણ નજીક કાળાસરની સીમમાં ૧૨ પવનચક્કીઓ દ્વારા રપ મે.વો. પવનઉર્જા શકિતમાંથી વિજળી ઉત્પાદન કરવાનો આ ખાનગીક્ષેત્રનો પ્રોજેકટ રીન્યુ પાવર Renew Power ગ્રુપે સ્થાપ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ પવન ઉર્જાશકિતના ક્ષેત્રમાં પ્રોજેકટ રોકાણ માટે ખાનગી વિકાસકારોના વિશ્વાસને આવકારતા જણાવ્યુ કે ગુજરાત આજના વર્તમાનનો જ નહીં, ભવિષ્યનો વિકાસ થાય તેવું વિઝન અપનાવે છે.
ગુજરાતમાં વીજળી ઉત્પાદન માટે અને ઊર્જા વિકાસના બધાજ ક્ષેત્રોનો મહતમ વિનિયોગ કર્યો છે.
રાજયમાં ૧૦,૦૦૦ મે.વો.નું પવનઉર્જાથી વિજળી ઉત્પાદનનીક્ષમતાછે અને ર૦૦રમાં પ૧ મે.વો. વિન્ડ પાવરની ક્ષમતા હતી તે વધીને ૩૦૦૦ મે.વો. પર ગુજરાત પહોંચી ગયું છે. કેનાલ ઉપર સોલારપેનલલગાવીને સુર્યશકિતથી વિજળી પેદા કરવાનો ચન્દ્રાસણનો નર્મદા કેનાલ પર સોલાર પાવર શરૂ કરીને દુનિયાને ગુજરાતે નવી જદિશાબતાવી તેના ફાયદા તેમણે સમજાવ્યા હતા.
ભૂતકાળમાં ખેડૂતોને લંગડીવીજળીમળતી આજેવર્ષાન્ત નવા દોઢસો વિજ સબસ્ટેશનો સ્થાપીને પૂરતો વિજપૂરવઠો આપી શકે છે. દશ વર્ષ પહેલા ૧૫ વિજ સબસ્ટેશનો સ્થપાતા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વિન્ડ એનર્જી ક્ષેત્રે થઇ રહેલા સંશોધનો માટે પણ ગુજરાત તેનોવિનિયોગકરવાતૈયારછે તેનું દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે એવી વિન્ડમીલ ટેકનોલોજી આવી રહી છે જે પવનશકિતથી વિજળી અનેપાણીપણ આપશે.
ગુજરાતપર્યાવરણસાથેવિકાસનો વ્યુહ અપનાવી રહ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું.
સુઝલોનનાચેરમેનઅને મેનેજીંગ ડીરેકટરશ્રી તુલશીભાઇ તંતીએ જણાવ્યુ કે બીનપરંપરાગતઊર્જાક્ષેત્રે વીશ્વના ૩૨ (બત્રીસ) દેશોમાંકામકર્યા પછી ગુજરાતની તોલે કોઇ દેશ આવી ન શકેકારણકે હાલની રાજય સરકારનીનીતિને કારણેરોકાણકારોનેઆકર્ષણથાય છે. તેમણે ઉમેર્યુ કે ગુજરાતની ભૌગોલીક પરિસ્થિતિને કારણે વિન્ડ અને સોલારઆમબન્ને ક્ષેત્રે ગુજરાત દેશના અન્ય રાજયો કરતાં વીજ ઉત્પાદનમાં સરપ્લસ છે અને બીજા રાજયોને પણ પાવર પૂરો પાડે છે. પાવર સેકટરમાં જેલોકોરોકાણ કરે છે તેને ગુજરાતમાં સત્વરે પેમેન્ટ મળી જાય છે. જે બીજા રાજયોમાંઘણાલાંબા સમયે મળે છે.
જસદણના કાળાસર ગામ નજીક આવેલા વિન્ડફાર્મની વિસ્તૃતવિગતોકંપનીના ચેરમેનશ્રી સુમંત સિંન્હાએ આપતા જણાવ્યુ હતુ કે આ પ્રોજેકટ હેઠળ ૧૨ વિન્ડફાર્મોદ્વારારપ.ર મે.વો. વિજ ઉત્પાદન થશે અને તેનાથી કૂલ પ,ર૯,૮૯,૪૮૦ યુનિટ ગ્રીન પાવર જનરેટ થશે.
તેમણે જણાવ્યુ કે ભારતમાં લો-કાર્બન ઇકોનોમીને પ્રોત્સાહન આપવા રીન્યુ પાવર કંપનીની સ્થાપનાવર્ષર૦૧૧માં કરવામાં આવી છે. કંપની ૪૦૦ મે.વો. ઓપરેટીંગ કેપેસીટી ઇન્સ્ટોલ કરવાની નેમ રાખે છે.આગળ ઉપર ૧૦૦૦ મે.વો. ઓપરેગીંટ કેપેસીટી ઇન્સ્ટોલ કરવા મુખ્યત્વે ગુજરાતનીપસંદગીકરવામાં આવી છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીસહિતઅન્ય મહાનુભાવોને સ્મૃતિચિન્હોઅર્પણકરાયા હતા.
શરૂઆતમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તકતીનુંઅનાવરણ અને શ્રીફળ વધેરીને પવન ચક્કીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી તુલશીભાઇ તંતી, શ્રી સુમંત સિંન્હા,પૂર્વ સાંસદશ્રી વિજયભાઇ રૂપાણી, ધારાસભ્ય શ્રી ભરતભાઇ બોધરા, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી લાલજીભાઇ સાવલીયા, શ્રી જયંતિભાઇ ઢોલ, જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્રકુમાર,પોલીસ અધિક્ષકશ્રી પ્રેમવીરસિંધ, જસદણપ્રાંત અધિકારીશ્રી રાજેન્દ્ર ગઢવીવગેરે આગેવાનો, અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં શ્રીઅંકુર શાહુએઆભારદર્શન કર્યુ હતું.