2017માં સંસદનું આજે સત્ર આરંભ થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિજીના ઉદબોધન, બજેટ અને ઘણા લાંબા સમય સુધી સત્ર દરમિયાન અનેક વિષયો પર સંવાદ થયો. પાછલા દિવસોમાં દરેક રાજનૈતિક પક્ષોની સાથે સામૂહિકરૂપે, વ્યક્તિગત રીતે સતત ચર્ચા થઈ છે. સત્રનો સૌથી વધુ ઉપયોગ જનહિત માટે થાય, સાર્થક ચર્ચા થાય, બજેટની પણ ઝીણવટપૂર્વક ચર્ચા થાય.
પહેલી વખત બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થઈ રહ્યું છે. આપ સૌને યાદ હશે આપણા દેશમાં પહેલા બજેટ સાંજે પાંચ કલાકે રજૂ કરાતું હતું. જ્યારે અટલજીની સરકાર હતી, ત્યારથી તે સમય પરિવર્તિત કરીને સવારનું સત્ર પ્રારંભ થતા બજેટ શરૂ થયું.
આજે એક નવી પરંપરાનો પ્રારંભ થઈ રહ્યો છે. એક તો બજેટ લગભગ એક મહીના પહેલા રજૂ થઈ રહ્યું છે. બીજું તેની સાથે રેલવે બજેટ પણ જોડી દેવાયું છે. સત્રમાં આના પર વ્યાપક ચર્ચા થશે અને એનાથી આવનારા દિવસોમાં શું લાભ થવાનો છે, તે પણ સ્પષ્ટ થઈ જશે.
મને દરેક રાજનૈતિક પક્ષો પ્રત્યે વિશ્વાસ છે કે તેઓ આ વખત સત્રમાં ઉત્તમ ચર્ચાની સાથે જનહિતના કાર્યને આગળ વધારવામાં સહકાર આપશે.
ખૂબ – ખૂબ ધન્યવાદ.