"Noted actor Akshay Kumar to attend inaugural function of Khel Mahakumbh 2011"
"The actor pays courtesy visit to Chief Minister, praises CM’s farsighted planning for boosting sporting culture"

ગુજરાતમાં ખેલમહાકુંભ સહિત રમત-ગમત ક્ષેત્રે મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત આયોજનની પ્રસંશા

ખેલ મહાકુંભ -ર૦૧૧ના ઉદ્દધાટનમાં પ્રસિધ્ધ અભિનેતા અક્ષયકુમાર ઉપસ્થિત રહેશે

મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાતે આવેલા હિન્દી ચલચિત્ર જગતના પ્રસિધ્ધ અભિનેતા અક્ષયકુમારે ગુજરાતના ખેલ મહાકુંભ-ર૦૧૧ના ઉદ્દધાટન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેશે એમ જણાવ્યું હતું. શ્રી અક્ષયકુમાર અભિનય કલા ઉપરાંત રમતોમાં અને સવિશેષ માર્શલ આર્ટમાં ખૂબ જ ઉંડી સમજ ધરાવે છે, તેમણે ખેલ મહાકુંભના આયોજન માટે મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત આયોજનની પ્રસંશા કરી હતી અને ગુજરાત સરકારે બાળકોમાં રમત-ગમત દ્વારા ખેલદિલીની ભાવનાના સંસ્કાર પ્રેરિત કરવા જે અભિનવ પ્રયાસો હાથ ધર્યા છે તેનાથી પોતે પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતના ખેલ મહાકુંભ ર૦૧૧માં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહેનારા અભિનેતા અક્ષયકુમારે ખેલકૂદ ક્ષેત્રમાં મુખ્યમંત્રીશ્રી જ્યારે પણ તેમની સેવા લેવા ઇચ્છે ત્યારે તેઓ તૈયાર છે એવી પ્રેરક તત્પરતા દર્શાવી હતી.

આ બેઠકમાં ધારાસભ્ય શ્રી રાકેશ શાહ, રમત-ગમત યુવા સચિવશ્રી ભાગ્યેશ જ્હા તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના મહાનિયામક શ્રી વિકાસ સહાય ઉપસ્થિત હતા.