"Oldest Folk Fair of Trinetreshwar "
"Popular and Prestigious Heritage of Saurashtra"

Tarnetar Fair

રાજ્યના પશુપાલન ખાતા દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ તરણેતરના લોકમેળામાં રાજયકક્ષાની પશુ પ્રદર્શન હરીફાઇ-ર૦૧૩નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તા. ૮-૯-ર૦૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાનાર પશુ હરીફાઇમાં રાજ્યના પશુપાલક ને શુદ્ધ અને ઉંચી ઓલાદના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓને મેળામાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

પશુ પ્રદર્શનમાં આવેલ પશુઓની ઓલાદ મુજબ ઉચ્ચ ગુણવત્તાની હરીફાઇ યોજી વિજેતા પશુઓને પ્રથમ, દ્વિતીય, તૃતિય અને આશ્વાસન ઇનામો આપવામાં આવશે તેમજ દરેક વર્ગ પૈકી કોઇપણ એક વર્ગમાંથી એક પશુને ચેમ્પિયન ઓફ ધ શોનું ઇનામ પણ આપવામાં આવશે. હરીફાઇ અંગે વધુ માહિતી માટે પશુપાલન યિામકની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર અથવા વિભાગીય સંયુકત પશુપાલન નિયામકની કચેરી, રાજકોટ અથવા નજીકની પશુ સારવાર સંસ્થાનો પણ સંપર્ક કરી શકાય તેમ પશુપાલન નિયામક, ગુજરાત રાજ્યની યાદીમાં જણાવાયું છે.

Tarnetar Fair Tarnetar Fair Tarnetar Fair Tarnetar Fair Tarnetar Fair Tarnetar Fair