ટેકનોલોજીએ સામાન્ય નાગરિકોનું સશકિતકરણ કર્યું છે
ટેકનોલોજીના પ્રભાવ રાજનીતિમાં જ નહીં, પ્રશાસનમાં ગુણાત્મંક પરિવર્તન લાવશ
ગુજરાતમાં ટેકનોલોજીના વિનિયોગથી ગુડગવર્નન્સ અર્થપૂર્ણ
રાજકારણીઓ માટે ટેકનોલોજીનો પડકાર પણ સામાન્યજન માટે સશકત અવાજ
ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ દિલ્હીમાં ગુગલ આયોજિત BIG TENT SUMMITને વિડિયો કોન્ફશરન્સ્ માધ્યમથી સંબોધતા આજે જણાવ્યું હતું કે ટેકનોલોજીથી નાગરિકોનું સશકિતકરણ થયું છે અને રાજનીતિમાં રાજકારણીઓને પોતાની કાર્યક્ષમતા પૂરવાર કરવાની ફરજ પડી છે.
ગુગલની આ સમિટમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીને ટેકનોલોજી ઇન પોલિટીકસ (રાજનીતિમાં ટેકનોલોજીના પ્રભાવ) વિષયક પોતાના વિચારો પ્રસ્તુત કરવા ઇજન આપવામૌ આવ્યું હતું.
આજે બપોરે ગાંધીનગરમાં તેમના નિવાસસ્થા્નેથી વિડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રીશ્રીએ ગુગલ-હેન્ગ આઉટ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ટેકનોલોજી રાજકારણી વર્ગ માટે પડકારરૂપ છે પરંતુ તેનો સાચી દિશામાં ઉપયોગ થાય તો સ્થિતિ બદલવામાં તે એક સક્ષમ માધ્યમ બની શકે છે. આજે સામાન્ય માનવીને WWW-વર્લ્ડ (આઇ.ટી. કનેકટીવિટી) સાથે જોડીને વિકાસ આધારિત રાજનીતિના એજન્ડા માટે નાગરિકોનું સશકિતકરણ કરી શકાય છે. આપણા માટે આ પડકાર છે, પરંતુ લોકશાહીમાં સામાન્ય માનવીનો અવાજ રજૂ કરવાથી માંડીને સમસ્યાઓના સમાધાન અને નીતિ-નિર્ધારણ માટે રાજનીતિની પ્રક્રિયામાં સામાન્ય્ જનને પણ સહભાગી બનાવી શકાય છે.
મુખ્યમંત્રીશ્રીએ અગાઉના સમયમાં રાજકારણીઓ ટેકનોલોજીનો ઉપયોગ જનસમૂહના સંપર્ક-પ્રસાર માટે કરતા હતા પરંતુ હવે વેબ-કનેકટેડ ટેકનોલોજી, ઇન્ટનરનેટ અને સોશ્યકલ મિડિયાના સાર્વત્રિક પ્રભાવના પરિણામે રાજનીતિ ઉપર ટેકનોલોજી એક પડકાર બની રહી છે અને નાગરિકો માટે લોકતંત્ર આધારિત રાજકારણમાં આમૂલ પરિવર્તન આવ્યું છે, એની સવિસ્તર ભૂમિકા આપી હતી.
ભારત જેવા વિશાળ લોકશાહી દેશમાં ઇન્ફોરમેશન ટેકનોલોજીથી થયેલા નાગરિક સશકિતકરણનો નિર્દેશ આપતાં શ્રી નરેન્દ્રંભાઇ મોદીએ જણાવ્યું કે હવે રાજકારણીને પોતાના વિચારો જનતા સુધી મૂકવાને બદલે નાગરિકોએ ટેકનોલોજીના માધ્યુમથી જે વિચારો-સૂચનો રાજકારણી સુધી મૂકયા છે તેને ધ્યાનમાં લેવા પડે છે.
મુખ્યમંત્રીશ્રીએ IT+IT=IT (ઇન્ડીઅન ટેલેન્ટ+ઇન્ફરમેશન ટેકનોલોજી=ઇન્ડીઆ ટુમોરો)નો મંત્ર આપતા જણાવ્યું કે ઇન્ફનમેશન ટેકનોલોજીએ સામાન્ય નાગરિકને માહિતીના અનેક વિધસ્ત્રોતોથી સક્ષમ બનાવ્યો છે, અને પોતાના અભિપ્રાયો દ્વારા રાજનીતિ અને વિકાસની નીતિઓ તથા કાર્યક્રમોના નિર્ધારણમાં તેનો અવાજ પહોંચાડી શકે છે. પહેલાં લોકશાહીની ચૂંટણીમાં પાંચ વર્ષની સરકાર માટે મતદાન સિવાય રાજનીતિ સાથે સામાન્ય જનતાને કોઇ નાતો નહોતો હવે રાજકારણની પ્રત્યેક ગતિવિધિ સાથે તે જી