"Narendra Modi addresses Global Meet of Emerging Markets Forum"
"Governance must be system based and policy driven. Good governance starts with good intentions: Narendra Modi"
"Democracy is the best system in the world today. It has made lives of the people in a number of countries much better: Narendra Modi"
"For vast countries like India there cannot be a better model of governance than democracy: Narendra Modi"
"For a government the biggest agenda is the good of the people because the governments are the guardians of the people’s interests: Narendra Modi"
"People are ready for bitter pills only that they want an assurance that what is happening is for their greater good. People need to have faith: Narendra Modi"

વિશ્વભરના વિવિધ ક્ષેત્રોના ગણમાન્ય અગ્રણીઓ EMFમાં ઉપસ્થિત

અમેરિકામાં ગ્લોબલ ઇમર્જિગ માર્કેટ ફોરમ (EMF)ને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વિડિયો કોન્ફરન્સ્થી કર્યું સંબોધન

વૈશ્વિક અર્થતંત્રમાં ઉભરતા દેશોને ઇમર્જિંગ માર્કેટ સ્વ્રૂપે નહીં પણ ઇમર્જિંગ ગ્રોથ સેન્ટ્ર્સ તરીકે સશકત બનાવીએ

જનવિશ્વાસ અને જનભાગીદારીથી જ સુશાસન અને લોકશાહી સશકત બનશે

લોકશાહીને સક્ષમ રાખવા પાંચ મહત્વ‍ના આયામો અને સુશાસનની અનુભૂતિ કરાવવાના દિશાદર્શક સૂચનો

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ અમેરિકામાં આયોજિત ઇમર્જિંગ માર્કેટ ફોરમની વૈશ્વિક પરિષદને વિડિયો કોન્ફરન્સથી સંબોધતાં વૈશ્વિક અર્થતંત્રમાં દેશોને માત્ર ઉભરતા બજાર સ્વરૂપે નહીં પરંતુ ઇમર્જિંગ ગ્રોથ સેન્ટર તરીકે સ્વીકારવાનું પ્રેરક દિશાસૂચન કર્યું હતું.

ગાંધીનગરના નિવાસસ્થાનેથી સોમવારે સાંજે વોશિગ્ટનમાં વિશ્વભરના આર્થિક-ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનોની આ ગણમાન્ય ફોરમને વિડિયો કોન્ફરન્સથી સંબોધન કરતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું કે દરેક રાષ્ટ્ર પોતાના કુદરતી અને માનવશકિતના સંસાધનોને વિકાસમાં જોડીને ઇમર્જિંગ ગ્રોથ સેન્ટ‍ર બની શકે છે. લોકશાહી અને સુશાસન સશકત રાખવાની તેમણે દિશાસૂચક ભૂમિકા આપી હતી.

Speed, Skill and Scale ના ત્રણ ચાવીરૂપ ચાલકબળોની ભૂમિકા તેમણે રજૂ કરી હતી. કોઇપણ દેશ ઝડપી વિકાસ માટેની Speed, માનવશકિતની કૌશલ્ય ક્ષમતા માટે Skill, અને ઊંચા વ્યાપક ફલકના સંકલ્પોનો Scale અપનાવે તો વૈશ્વિક અર્થતંત્રમાં તે સાતત્ય જાળવી શકશે એમ ગુજરાતના વિકાસની વિશેષતા અને ફલશ્રુતિના દ્રષ્ટાં તો સાથે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Narendra Modi addresses Global Meet of Emerging Markets Forum

લોકતંત્રની સુદ્રઢ બૂનિયાદ માટેનું લચીલું ફ્રેઇમવર્ક આપણે તૈયાર કરીશું તો નવા અવસરોનો લાભ દેશની જનતાને ઉપલબ્ધુ થશે અને ઉભરતા દેશોને તે લાભદાયી બનશે એની રૂપરેખા આપતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે લોકશાહી અને સુશાસન એ વિકાસ માટેની સૌથી ઉત્તમ પધ્ધતિ છે એમાં ઉણપો હોય તો તેમાં સ્વેય સુધારણાની પણ પધ્ધતિ રહેલી છે, આંતરિક નિયંત્રણ પણ છે અને સૌથી મહત્વ‍ની બાબત એ છે કે જનતાનો અવાજ સાંભળવા માટેની પ્રક્રિયા રહેલી છે. જ્યાં લોકશાહી છે ત્યાં ના લોકોની જીંદગી વધુ સારી છે એમ તેમણે જણાવ્યું હતું.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ લોકશાહીમાં સરકાર અને જનતા વિમુખ રહે તો કેવી સમસ્યા સર્જાય તેની ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે ચૂંટણી સંપન્ન થઇ જાય અને સરકાર રચાય તે પછી જો એવી માનસિકતા બને કે સરકારને નિશ્ચિંત સમયનો કોન્ટ્રા્કટ મળી ગયો છે અને શાસનકાળના અંતે હિસાબ ચૂકતે થઇ શકશે તો તે લોકશાહી માટે સંકટ બની જશે. શાસનની દરેક પ્રક્રિયા અને કામગીરીમાં સરકાર અને જનતાની આંતરિક સામેલગીરી હોવી જ જોઇએ. જો સરકાર આપનારી છે અને જનતા લાભાર્થી જ છે એવી માનસિકતા પણ પ્રશ્નો ખડાં કરે છે અને તેના કારણે લોકો વિકાસની પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બનતા નથી અને તેઓની આકાંક્ષા સાથે સરકારની ડિલીવરી સીસ્ટમનો મેળ બેસતો નથી. આ ઉણપો દૂર કરીશું તો લોકશાહી વિશે જનતાની અપેક્ષા મૂર્તિમંત થશે જ એમ તેમણે જણાવ્યું હતું.

ભારત જેવા વિશાળ અને વિવિધતાસભર દેશ માટે લોકશાહી સિવાય શાસનનું વધુ સારૂં મોડેલ હોઇ શકે નહીં. લોકોનો અવાજ અને લોકોની ચિન્તન લોકશાહીમાં સરકાર સંવેદનાથી સમજે તેને પૂર્વશરત ગણાવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરકારે જનતાના હિતોના રખેવાળ તરીકે, અને દેશના સંસાધનોના ટ્રસ્ટી તરીકેની તેની જવાબદારી છે તેવી સમજ કેળવવી પડે અને જનતામાં શાણપણ અને વધુ સારી સમજણ હોય છે તે વાત સ્વીકારવી પડે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના દ્રષ્ટાંતો આપીને જણાવ્યું કે જો લોકોને સરકાર તેમના ભલા માટે નિર્ણયો લઇ રહી છે તેની ખાતરી થાય તો વિકાસ માટે જનતા પોતાના વ્યકિતગત હિતોનો ભોગ આપવા તત્પાર થશે એટલું જ નહીં, સરકારના કડક નિર્ણયોને કડવી દવા તરીકે સ્વીકારશે. મેં જ્યારે ગુજરાતમાં શાસન સંભાળ્યું ત્યારે વીજળીની સ્થિતિ ઉપેક્ષિત હતી. ખેડૂતો વીજળીની માંગ કરતા. મેં તેમને સમજાવ્યા , રૂબરૂ મળીને ખાતરી આપી કે ખેતી માટે વીજળી નહીં, પાણી જોઇએ. અને સરકાર તેની વ્યવસ્થાક કરશે અમે જનભાગીદારીથી જળસંચયનું સફળ અભિયાન ઉપાડયું. ભૂગર્ભ જળસપાટી ઊંચી લાવ્યા. જળસિંચયના લાખો કામો થાય. ખેડૂતોને સિંચાઇની સુવિધા મળી. પરિણામે ખેતી સમૃધ્ધ થઇ. માઇક્રો ઇરિગેશનના કારણે DROP MORE CROP નો ઉદ્‌શ સફળ બન્યો. સરકાર અને સમાજ વચ્ચે્ વિશ્વાસનો સેતુ બન્યો તો આ સફળતા મળી. સરકાર હવે સિક્રેટ ફાઇલ ઉપર ચાલે તે દિવસો પૂરા થયૉ એમ ગુજરાત-અનુભવની ફલશ્રુતિ આપતા નરેન્દ્ર ભાઇ મોદીએ જણાવ્યું હતું. તેમણે ગુજરાતમાં સ્મા‍ર્ટ સિટી, પોર્ટ સિટી, અને સેટેલાઇટ કોમ્યુનિકેશનના નવા આયામોની ભૂમિકા આપી હતી.

Narendra Modi addresses Global Meet of Emerging Markets Forum

લોકશાહીને વધુ સક્ષમ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રીએ પાંચ મહત્વુના આયામો સૂચવ્યા હતા.(1) સમરસતાનું સ્તર સંવર્ધિત કરવું : ગુજરાતે ગ્રામ-ચૂંટણીમાં સંઘર્ષ નિવારીને સર્વાનુમતિ અને ઘણા ગામોમાં સમરસ મહિલા પંચાયતોનો પ્રેરક માર્ગ બતાવ્યો‍ છે. (ર) માત્ર જનપ્રતિનિધિત્વ નહી, જનભાગીદારીને પ્રેરિત કરવી : ગુજરાતે શિક્ષણ, આરોગ્યી કૃષિ સહિતના વિકાસના ક્ષેત્રોમાં જનશકિતને સામેલ કરી છે. વાસ્મો સંસ્થાએ પાણી સંચાલનમાં જનભાગીદારીનો યુ.એન. એવોર્ડ મેળવ્યો છે. (3) માહિતીષાતનું સ્તાર વધારવું : ગુજરાતમાં બ્રોડબેન્ડ કનેકટીવિટીનું ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક ગામેગામ પથરાયેલું છે. નીતિ-નિર્ધારણમાં જનતાનો પરામર્શ કરવાની પારદર્શીતાથી ગુજરાત પોલીસી-ડ્રિવન સ્ટેંટ બન્યું છે. (4) સંસ્થગત માળખાનું સંવર્ધન : લોકશાહીની મજબૂતી સંસ્થાગત બૂનિયાદ ઉપર છે. સંસ્થાગત માળખું સક્ષમ હશે તો પરિપકવ નિર્ણયો લેવાશે અને દુરૂપયોગનું પ્રમાણ ધટશે. (પ) જનતાના અવાજને સાંભળવાની શાસકની ક્ષમતા : લોકોના પ્રશ્નો સાંભળવા અને તેનું નિવારણ કરવાથી લોકશાહીની વિશ્વસનિયતા વધે છે. ગુજરાતે સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ માટે પણ યુનોનો એવોર્ડ જીત્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્વા્ગત ઓનલાઇનને યુનોએ એવોર્ડ આપતાં પારદર્શિતા, જવાબદેયીતા અને પ્રતિભાવ આપવાની લોકશાહી શાસન વ્યસવસ્થાનને ઉત્તમ ગણી છે.

ગુજરાત પરંપરાગત રીતે ટ્રેડર્સ સ્ટેશટની ઓળખ ધરાવતું હતું તેમાંથી ટેકનોલોજી એન્ડર નોલેજ બેઇઝ સોસાયટીની ઓળખ ઉભી કરી છે તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે યુનિવર્સિટી શિક્ષણમાં નવી વિશિષ્ઠ યુનિવર્સિટીઓ તથા આઇ-ક્રિએટ (I-Create) જેવું ઇનોવેશન-ટેલન્ટસને પ્રોત્સાહિત કરતું પ્લે્ટફોર્મ શરૂ કરીને ગુજરાતે માનવસંસાધન વિકાસમાં નવા આયામો અપનાવ્યા છે.

જનભાગીદારી માટે શાસક અને શાસનવ્યાવસ્થા ઉપર જનતાનો ભરોસો હોય તો નેતાઓની શકિત અને સમયનો દુર્વ્યય થવાને બદલે જનતાની લાંબાગાળાની સમસ્યા જનસહયોગથી જ ઉકલી શકે છે તેનું દ્રષ્ટાંત આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પરસ્પુરના ભરોસાથી ગુજરાતમાં સરકાર અને સમાજે અનેક પડકારો અને કસોટીઓ પાર કર્યા છે. જો ઇરાદામાં ઇમાન અને નિયત સાફ હોય તો જનતા સારાસારનો વિવેક પારખીને શાસન ઉપર ભરોસો મૂકે છે. ગુજરાતમાં અમારી સરકારે સતત ચાર વિધાનસભા ચૂંટણીઓમાં જનાદેશનો ભરોસો મેળવ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

વિકાસ માટે ઉભરી રહેલા દેશોની માનવશકિતને ઉત્પાતદકીય ધોરણે સશકત બનાવવા મુખ્યમંત્રીશ્રીએ કૌશલ્ય-વિકાસ, સંસાધન, માળખાગત સવલતો અને સેવાઓના સશકિતકરણની દિશા સ્પશષ્ટ કરી હતી. ગ્લોબલ પ્રોડકશન સાઇકલ ઇમર્જિગ કન્ટ્રી તરફ ગતિ કરે તે મહત્વનું છે.

સુશાસન (ગુડ ગવર્નન્સક)નો કોઇ વિકલ્પ્ નથી એમ સ્પોષ્ટ જણાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સારા ઇરાદાથી શરૂ કરીને સક્ષમ સંસ્થાગત વ્યવસ્થા ઉપર આધારિત ગુડ ગવર્નન્સનો પ્રભાવ રાષ્ટ્રી સીમાઓને પણ અતિક્રમે છે તેનો મહિમા રજૂ કર્યો હતો. અસરકારક શાસન ઉપર જ જીવનની ગુણવત્તા, વ્યાપાર ઉદ્યોગની પ્રગતિનું પર્યાવરણ તથા આર્થિક વિકાસ અવલંબે છે તેમ તેમણે જણાવ્યું હતું.

સુશાસનનો અભાવ શરીરમાં પ્રવેશી ગયેલા ડાયાબિટીસના અસાધ્ય રોગ જેવો છે. જેમ શરીરના તમામ અંગોને તે રોગગ્રસ્ત બનાવે છે એમ સુશાસન નહી હોય તો લોકશાહી તંદુરસ્ત રહી શકશે નહીં, એમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અસરકારક અને સરળ શાસન એ ર1મી સદીના વિશ્વની જરૂરિયાત છે અને લોકશાહી માટે કયાંય શંકાને સ્થાન નથી એના માટે આપણો સંકલ્પ મજબૂત હોવો જોઇએ.

હાર્દરૂપ પ્રવચન પછી ગુજરાતના મુખ્ય મંત્રીશ્રીએ પ્રશ્નોના ઉત્તરોમાં ભારતના વિકાસ એજન્ડા, સ્થા્પિત હિતોના ચકરાવામાંથી બહાર આવીને જનતા સાથે સીધા સંપર્કનું નેતૃત્વ , ભારતના વિકાસ માટે ગુજરાતના વિકાસનો મંત્ર સાકાર કરવાનો ગુજરાત પ્રયોગ, ગ્રામીણ અર્થતંત્ર, ખેડૂતોના સામાજિક-આર્થિક પરિવર્તનની પ્રક્રિયા અને રોજગારીની તકો, ચિન્તન શિબિરો દ્વારા સરકારી અધિકારીઓની કાર્યસંસ્કૃતિમાં બદલાવ અને ગુજરાતે ભ્રષ્ટાચાર નિયંત્રણ માટે પારદર્શી નીતિઓ અને પધ્ધતિસરનું પ્રશાસન આપ્યું તેની પણ રૂપરેખા આપી હતી.

પ્રારંભમાં શ્રી હરિન્દર કોહલીએ અને ગૌત્તમ કાજીએ ગ્લોબલ ફોરમની કાર્યશૈલીની ભૂમિકા આપી મુખ્યવકતા તરીકે શ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકાર આપ્યો હતો.