"Foundation stone for Statue of Unity laid by Shri Narendra Modi in the august presence of Shri LK Advani ji"
"Narendra Modi gives clarion call for national unity"
"A historic event is taking place on the banks of the Narmada today: Narendra Modi"
"This was a dream for many years. Thank the people for their support and suggestions: Narendra Modi"
"After Chanakya if there was a Maha Purush who integrated the nation it was Sardar Patel: Narendra Modi"
"Nation is bigger than any party. To associate Sardar Patel only with any party is great injustice: Narendra Modi"
"A few days ago, PM said the right thing. Sardar Patel was secular and we need Sardar Patel’s secularism not votebank secularism: Narendra Modi"
"Narendra Modi criticizes centre and PM for delay in installing gates on Narmada Dam"

સરદાર જયંતિના અવસરે સરદાર સરોવર ડેમ નજીક સરદાર પટેલની ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમાનો શિલાન્યાસ

ભારતની એકતાના ભવ્ય સ્મારકનું જનભાગીદારીથી નિર્માણ થશે

  • નર્મદા તટ ઉપર ઐતિહાસિક સંકલ્પનો શિલાન્યાસ
  • ભારતની એકતા માટે જીવન સમર્પિત કરનારા સરદાર સાહેબને કોઇ પક્ષ સાથે જોડવાથી તેમને અન્યાય થાય છે,
  • સરદાર સાહેબની બિનસાંપ્રદાયિકતા જ ભારતની એકતાની આદર્શ મંઝીલ છે,
  • આપણી વિરાસતને માતાના દૂધની દરારની જેમ વિભાજિત કરી શકાય નહીં

શ્રી એલ.કે.અડવાણી

  • દેશની એકતા અને દેશની શ્રેષ્ઠતાનું આ સરદાર સ્મારક વિશ્વનું વિરાટ સ્મારક બનશે
  • મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના ભગીરથ સંકલ્પની પ્રસંશા અને અભિનંદન

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે નર્મદા નદી તટે લોહપુરુષ સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા- સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો શિલાન્યાસ કરતા ગૌરવ પુર્વક જાહેર કર્યું હતું કે, ભારતને શ્રેષ્ઠ બનાવવા માટે એકતાની શકિતથી જોડવાનું આ અભિયાન છે. આપણી વિવિધતામાં એકતામાં જ આ ભારતની વિશેષતા શ્રેષ્ઠ ભારતની એકતાનું આ સ્મારક દુનિયામાં ભારતનો વૈશ્વિક પ્રભાવ ઉભો કરશે એવો નિર્ધાર તેમણે વ્યાકત કર્યો હતો.

સરદાર વલ્લભભાઇ પટેલની ૧૩૮ મી જન્મ્ જયંતિના અવસરે આજે નર્મદા નદી ઉપરના સરદાર સરોવર ડેમ નજીક સ્ટે્ચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો શિલાન્યાસ મુખ્ય મંત્રીશ્રીએ કર્યો હતો. ભારતના પુર્વ નાયબ વડાપ્રધાન શ્રી એલ.કે.અડવાણી અને દેશના આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં બપોરના ૧૨.૩૯ કલાકે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ ઐતિહાસિક પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યું હતું.

સરદાર પટેલે આઝાદ ભારતની એકતા અને અખંડિતતા માટે લોખંડી મનોબળ અને રાજકીય કુનેહથી દેશના ૫૬૫ જેટલા દેશી રાજય-રજવાડાનું ભારતમાં વિલીનીકરણ કરવાનું ભગીરથ કાર્ય કર્યું હતું અને મહાત્મા્ ગાંધીજીના આઝાદીના આંદોલનના શિસ્તબધ્ધા સેનાની તરીકે દેશના ખેડૂતોને સત્યાગ્રહના ખમીરવંતા આંદોલનમાં જોડયા હતા. સરદાર પટેલ કિસાનપુત્ર હતા અને આઝાદ હિન્દુસ્તાનમાં નાયબ વડાપ્રધાન તરીકે આદર્શ સુશાસનની દિશા માટે દીવાદાંડી હતા.

શ્રી એલ.કે.અડવાણીએ હિન્દ કે સરદાર પુસ્તકનું વિમોચન અને રીંગટોનનો પ્રારંભ કરાવતા સરદાર સાહેબના વિરાટ વ્યકિતત્વની વિશ્વની પેઢીઓ સુધી અનુભૂતિ આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિમાર્ણથી થશે એમ જણાવી મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આ ભગીરથ સંકલ્પ માટે અંતઃકરણથી અભિનંદન આપ્યા્ હતા.

દેશની એકતા અને દેશની શ્રેષ્ઠયતાનું આ સરદારનું વિરાટ સ્મારક વિશ્વનું સૌથી ઉંચું સ્મારક બનશે તેમ શ્રી અડવાણીજીએ ગૌરવપુર્વક જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ નર્મદાના તટ ઉપર એક નવી ઐતિહાસિક ઘટના નવા સંકલ્પનો શિલાન્યાસ થઇ રહયો છે તેનું ગૌરવ કરતા જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ માટે તેમણે સેવેલા સપનાને સાકાર કરવા સહુનો સહયોગ, સમર્થન અને માર્ગદર્શન તેમને મળ્યું છે.

સરદાર સરોવર યોજનાનું સપનું સરદાર પટેલનું હતું અને તેમના સપનાને સાકાર કરવા ગુજરાત સરકારે ગુજરાત જ નહીં રાજસ્થાન સુધી નર્મદાની મુખ્ય કેનાલનું નિર્માણ સંપન્ન કરી નર્મદાનું પાણી પહોંચાડયું છે. કચ્છના રણપ્રદેશમાં પણ નર્મદાના પાણી પહોંચાડવા ભગીરથ પ્રયાસો કર્યા છે. ગુજરાતમાં નર્મદાના પાણીના વ્યવસ્થાપન માટે આ સરકારે જે બજેટ ખર્ચ કર્યો છે તે અગાઉની બધી જ સરકારોના નર્મદા યોજનાના કુલ ખર્ચ કરતા વધારે છે. ગુજરાતની વર્તમાન સરકારે પાણીના પ્રબંધને ટોચ પ્રાથમિકતા આપી છે તેમ તેમણે જણાવ્યું હતુ઼.

ગુલામીની માનસિકતામાંથી દેશને સ્વાભિમાન તરફ લઇ જવાનો વિશ્વાસ વાજપેઇ સરકારે પોખરણમા અણુવિસ્ફોટ કરીને લઇ જવાની પહેલ કરેલી તેની ભૂમિકા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હિન્દુ્સ્તા્ન પાસે જે ક્ષમતા છે તેની દુનિયાને અનુભૂતિ કરાવીશું તો દુનિયા ઉપર હિન્દુસ્તાન પોતાનો વૈશ્વિક પ્રભાવ ઉભો કરે. સવાસો કરોડની વિરાટ જનશકિતનો દેશ, સરદાર પટેલની આ વિરાટ પ્રતિમાના સ્મારકની ઉંચાઇ દુનિયાને નવી દિશા બતાવશે એવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.

ઇતિહાસની ધરોહર સાક્ષી પુરે છે કે, ચાણકયના રાજનૈતિક વ્યકિતત્વોની દુનિયાએ નોંધ લીધી છે તે પછી સરદાર પટેલે આવું રાજનૈતિક વ્યકિતત્વો બતાવ્યુંએ છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ દેશ માટે જીવી જનારા સરદાર પટેલને જ કોઇપણ સાથે જોડવા તે તેમને અન્યાય કરવા બરાબર છે. તેઓ જે પક્ષ સાથે જોડાયેલા તે ઇતિહાસ છે અને નરેન્દ્ર મોદી પણ તેનો ઇનકાર નથી કરતા પરંતુ રાજકીય છુઆછુત આપણી સાંઝી વિરાસતમાં ચાલી શકે નહીં.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરદાર સાહેબ સેકયુલર હતા પરંતુ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર તેમણે કર્યો હતો. આથી સરદાર સાહેબના સેકયુલરની રાહ એજ સાચી મંઝીલ છે. જેમણે સમગ્ર સમાજોને દેશને એક રાખીને સેકયુરાલિઝમનો આદર્શ દેશને માટે પ્રસ્તૃત કર્યો હતો. આપણે આપણી વિરાસતને વિભાજીત કરી શકીએ પક્ષ કરતા દેશ મોટો છે. ર્ડા. આંબેડકરે પણ ભારતના સંવિધાનના નિર્માતા તરીકે દેશની એકતા અને પ્રગતિને કેન્દ્રત સ્થાને રાખી હતી. શું રાણાપ્રતાપ, છત્રપતિ શિવાજી, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ કોઇ ભાજપાના દેશ ભકતો હતા. તેઓ તો ભારત માતાના ભકતો હતા તેમ તેમણે માર્મિકતાથી જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારતની એકતા જ ભારતમાતાની ભકિત છે માતાના દૂધમાં દરાર ના હોઇ શકે, પ્રાંતવાદ, કોમવાદના સંધર્ષ ભારતમાતાની એકતા સામે સંકટ પેદા કરે છે. હિન્દુસ્તાનની નવી પેઢી અને આવનારી પેઢી ઇતિહાસને સાચા અર્થમાં સમજે અને જાણે તે માટે ઇતિહાસની આ વિરાસતનું સમાજ વ્યવસ્થાથમાં ગૌરવ થવું જોઇએ. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આ સરદાર સ્મારક આવનારી પેઢીઓને ભારતની એકતાનો રાહ બતાવતો પ્રેરણા સંદેશ આપશે.

ગાંધીનગરમાં મહાત્મા મંદિરનું નિર્માણ કરીને આ સરકારે દેશના મહાન રાષ્ટ્રનેતાને પક્ષીય ભેદભાવ ભૂલીને નવી પેઢીઓ માટેનું પ્રેરણાતીર્થ બનાવ્યું છે, એમ તેમણે જણાવ્યું હતું.

૧૫મી ડિસેમ્બરથી ભારતમાં એકતાનો સંદેશ મંત્ર ગૂંજે તે રીતે લોહાસંગ્રહ અભિયાનમાં જોડાવા તેમણે આહ્‌વાન કર્યું હતું.

ભારતની એકતાના શિલ્પી સરદાર સાહેબની કિસાનોની શક્તિ માટેની પહેલની ભૂમિકા આપતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, સ્ટે‍ચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં ભારતના ગામડાં અને ભારતના કિસાનોને જોડયા છે. સરદાર સાહેબ કિસાન પુત્ર હતા અને કિસાનોના નેતા હતા અને એકેએક કિસાન આ ભારતની ભાવાત્મક એકતાના સરદાર સ્મારકમાં પોતાના યોગદાનનું ગૌરવ લઇ શકે તે માટે દરેક ગામમાંથી પ્રતિકરૂપે કિસાનનું એક કૃષિ ઓજાર લોખંડના એકત્રીકરણ કરવાનું લોહાસંગ્રહ અભિયાન આગામી ૧પમી ડિસેમ્બરે સરદાર પટેલની પૂણ્ય તિથિથી સમગ્ર દેશમાં શરૂ થશે.

હું આજે ફરીથી વડાપ્રધાનશ્રીને આગ્રહ કરું છું કે, સરદાર સરોવર ડેમના ગેઇટ (દરવાજા) મુકવા માટેની મંજૂરી આપો જેથી નર્મદાનું સંપૂર્ણ પાણી માત્ર ગુજરાતને નહીં, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને વિકાસ અને પ્રગતિ માટે મળે. ડેમ ઉપર દરવાજા મુકવા હવે માત્ર નર્મદા કંટ્રોલ ઓથોરિટીની મંજૂરી જ બાકી છે તેમાં કોઇ રાજકીય ભેદભાવ રાખ્યા વગર આ મંજૂરી આપો. ગુજરાતના પશુપંખી, કિસાનો, ગરીબો સહિત ગુજરાતની જનતાનો અવાજ આપના સુધી પહોંચે એવી અપીલ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.

સાધુ ટેકરી પર વિશ્વની સહુથી ઉંચી સરદાર પ્રતિમાની સ્થાપના એ માત્ર ભારત માટે નહીં, પણ સમગ્ર વિશ્વ માટે ઐતિહાસિક કાર્ય છે, એવી લાગણી વ્યકત કરતાં મહેસુલ અને માર્ગ મકાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, આ પ્રતિમા ભારતનો ગૌરવ વારસો બનશે. મુખ્યમંત્રીશ્રીના બાર વર્ષના શાસનમાં ગુજરાતે જે સિધ્ધિઓ મેળવી છે, તેના લીધે તેઓ દેશનું કલેવર બદલશે તેવો વિશ્વાસ દેશની સવાસો કરોડ જનતામાં બંધાયો છે. તેમણે, મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ સમુદાયો સહિત રાજયના તમામ વિસ્તારોના દાયકાઓથી પડતર પ્રશ્નોનો ઉકેલ આણીને ગુજરાતે ન્યાય અપાવ્યો છે એમ જણાવ્યું હતું.

વિશ્વની સહુથી ઉંચી અને અજોડ સરદાર પ્રતિમાના નિર્માણનો શિલાન્યાવસ કરનારા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદી, તેનું અનાવરણ દેશના વડાપ્રધાન તરીકે કરશે તેવો અડગ વિશ્વાસ વ્યકત કરતાં નર્મદા જિલ્લા પ્રભારી અને વન-પર્યાવરણ મંત્રી શ્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, આગામી પેઢીઓ માટે પ્રેરક બની રહેનારી આ પ્રતિમાની નોંધ સમગ્ર જગત લેશે અને તે હિન્દુ્સ્તાનના સ્વાભિમાનને નવચેતન રાખશે. મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદી જ દેશ સામેના એકતાના પડકારોનો સામનો કરીને ભારતનું નિર્માણ કરી શકશે એમ તેમેણે ઉમેર્યું હતું.

૧૩૮ મી જન્મ જયંતિએ યોજાયેલા આ સરદાર ગૌરવ સમારંભમાં રાજય વિધાનસભાના અધ્યક્ષ શ્રી વજુભાઇ વાળા, ઉપાધ્યક્ષ શ્રી મંગુભાઇ પટેલ, શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, બાબુભાઇ બોખિરિયા સહિત મંત્રીમંડળના સદસ્યો , રાષ્ટ્રીય પદાધિકારીઓ, સર્વશ્રી ઓમ માથુર, સ્મૃતિ ઇરાની, બલબીર પુંજ, મુખ્તાર અબ્બાસ નકવી, પુરુષોત્તમ રૂપાલા, રાજયપક્ષ અધ્યક્ષ શ્રી આર.સી. ફળદુ, સ્થાનિક સાંસદો સર્વશ્રી રામસિંહભાઇ રાઠવા અને મનસુખભાઇ વસાવા સહિત સાંસદશ્રીઓ, શ્રી શબ્દશરણ તડવી અને મોતીલાલ વસાવા સહિત ધારાસભ્યશ્રીઓ, શ્રી મનજીભાઇ વસાવા સહિત વિવિધ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રીઓ, નિગમના અધ્યજક્ષ અને નિયામક મંડળના સદસ્યો, રાજયના તમામ જિલ્લાઓ અને નર્મદા યોજનામાં સહભાગી રાજયોના અગ્રણીઓ અને જનસૈલાબ જોડાયો હતો. રાજયના મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહા અને સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી. શ્રી જે.એન. સિંઘ સહિત રાજય પ્રશાસનના ઉચ્ચા ધિકારીઓ ઉપસ્થિત હતા.