આસિસ્ટન્ટ સચિવોના વિદાય સમારંભના ભાગ તરીકે 2014ની બેચના આઈએએસ ઓફિસરોએ આજે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સમક્ષ પ્રેઝન્ટેશન કર્યું હતું
વહિવટના વિવિધ વિષયો ઉપર ઓફિસરો દ્વારા 8 પ્રેઝન્ટેશન રજૂ કરાયા હતા. આ વિષયોમાં ડીબીટી, સ્વચ્છ ભારત, ઈ-કોર્ટસ, ટુરિઝમ હેલ્થ અને વહિવટમાં સેટેલાઈટ એપ્લિકેશનના ઉપયોગ જેવા વિષયોનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે વાત કરતા પ્રધાનમંત્રીએ યુવાન અધિકારીઓને તેમના ઊંડાણ ભર્યા પ્રેઝન્ટેશન માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે આઈએએસ ઓફિસરો આસિ. સેક્રેટરી તરીકે જોડાવાથી એક એવી તંત્ર વ્યવસ્થા ઊભી થશે કે જેમાં યુવાન અને અનુભવી અધિકારીઓનો સમન્વય થશે. તેમણે કહ્યું કે, આજે રજૂઆત થઈ છે તે પ્રકારના પરિણામોથી તેમને સંતોષ થયો છે. આ વિઝન હાંસલ થવાના માર્ગે છે.
પ્રધાનમંત્રીશ્રીએ ઓફિસરોને સંઘ ભાવના વિકસાવવાનો અનુરોધ કર્યો હતો અને જણાવ્યુ હતું કે તે જે કોઈ ક્ષમતામાં કામ કરે એક જૂથ થઈને કામ કરે.
રાજકારણ નીતિથી આગળ વધવું જોઈએ નહીં તેવો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ અધિકારીઓને અનુરોધ કર્યો કે તેમની નિર્ણય પધ્ધતિમાં બે મંત્ર અપનાવે (1) નિર્ણય કોઈ દિવસ રાષ્ટ્રહિતની વિરૂધ્ધ નહીં હોવો જોઈએ અને (2) આ નિર્ણયથી ગરીબોમાં પણ ગરીબને નુકશાન નહીં થવું જોઈએ.