શ્રી નરેન્દ્ર મોદીએ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાને કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં સંબોધિત કરી.

તમામ ઉંમરના લોકો તથા સમુદાયો દ્વારા યાત્રામાં જોડાઈને આ યાત્રા તથા શ્રી મોદીને જંગી સમર્થન.

હજી સુધી તો કૉંગ્રેસ શાસનના ખાડા જ પૂર્યા છે. પૂર્ણ વિકસિત ગુજરાત તરફની યાત્રા તો ડિસેમ્બર પછી શરૂ થશે : શ્રી મોદી

પહેલાં જે પૈસા વચેટીયાઓનાં ખીસામાં જતા હતા, તે હવે વિકાસના કાર્યોમાં વપરાય છે : શ્રી મોદી

પાછલા આઠ વર્ષમાં આપણે ક્યારેય દિલ્હીથી કોઈ સારા સમાચાર સાંભળ્યા છે? શ્રી મોદીનો પ્રશ્ન

ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈની જેમ, કે જેણે ઘોષણા કરી હતી કે ‘મારી ઝાંસી નહીં આપું’, ગુજરાતના લોકોએ પણ સંકલ્પ કરવાની જરૂર છે કે ‘અમારું ગુજરાત નહીં આપીએ’.

  

5 ઓક્ટોબર, 2012 ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાને સંબોધિત કરેલ. શ્રી મોદીએ રાપર તથા ભચાઉમાં વિશાળ જનસભાઓને સંબોધીત કરી. આ યાત્રામાં પોતાનો સહયોગ અને સમર્થન આપવા માટે વિવિધ વયજૂથના તથા સમુદાયના લોકો નિકળી પડ્યા. શ્રી મોદી ગુજરાતના વિકાસ વિશે વિગતવાર બોલ્યા તથા કૉંગ્રેસની ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની નીતિની ઝાટકણી કાઢી.

શ્રી મોદીએ લોકોને પૂછ્યું કે શું તેઓ છેલ્લાં કેટલાંક વર્ષોમાં થયેલ વિકાસની ગતિથી ખુશ છે, જેના જવાબમાં લોકોએ ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો કે, ‘હા..!’. પરંતુ, શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમણે આટલા સમયમાં તેમણે કૉંગ્રેસના 40 વર્ષના શાસનકાળમાં પડેલા ખાડાઓ પૂરવાનું કામ જ કરેલ છે. ગુજરાતના વિકાસની તો યાત્રા તો ડિસેમ્બર પછી શરૂ થવાની છે.

શ્રી મોદીએ જ્યોતિગ્રામ યોજનાની સફળતાની પણ વાત કરી તથા ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાતના કોઈપણ ભાગમાં જાવ, 25 કિ.મી. ના વિસ્તારમાં તમે કોઈને કોઈ વિકાસનું કામ ચાલતું જોઈ શકશો. તેમણે ઉમેર્યું કે લોકો ઘણી વાર પૂછતા હોય છે કે, ‘મોદી આ પૈસા લાવે છે ક્યાંથી’ જેના જવાબમાં મોદી કહે છે કે પહેલાં જે પૈસા પસંદગીના કેટલાક લોકોના ખિસ્સાં ભરતા હતા, હવે તે લોકોના વિકાસ માટે ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

પોતાના ભાષણમાં મુખ્યમંત્રીએ કૉંગ્રેસની બરાબરની ઝાટકણી કાઢી તથા કહ્યું કે તેઓ જૂઠાણાં ફેલાવી રહ્યા છે અને ઘણા સમયથી ગુજરાતને બદનામ કરી રહ્યા છે તેમજ આવનારી ચૂંટણીમાં તેઓ સાફ થઈ જવાના છે. શ્રી મોદીએ જણાવ્યું કે તેમના આ સતત જૂઠાણાંઓ સામે ચૂપ રહેવા બાબતે વારંવાર સવાલ પૂછવામાં આવે છે, પરંતુ તેમનું આ મૌન એટલા માટે છે કે તેમને પોતાના લોકો ઉપર અપાર ભરોસો છે, જેઓ આવાં તત્વોને યોગ્ય જવાબ આપશે.

તેમણે લોકોને પૂછ્યું કે શું તેઓએ છેલ્લા આઠ વર્ષમાં દિલ્હીથી કોઈ સારા સમાચાર સાંભળ્યા છે અને કહ્યું કે જ્યારે દુનિયા 21મી સદીને હિંદુસ્તાનની સદી કહેતી હોય, ત્યારે 19 રાજ્યોની 60 કરોડ જનતાને 48 કલાક ઘેરા અંધકારમાં ધકેલાઈ ગયા હતા..! તે સમયે, વિશ્વએ જોયું કે ગુજરાત ઝગમગી રહ્યું હતું.

કૉંગ્રેસની ગુજરાતની દિશા અને દશા બદલવાની જાહેરાતો પર શ્રી મોદીએ કહ્યું કે કૉંગ્રેસની દિશા છે કોલસા કૌભાંડ, 2-જી સ્પેક્ટ્રમ કૌભાંડ, સી.ડબલ્યુ.જી. કૌભાંડ, ભ્રષ્ટાચાર, વંશવાદી રાજકારણ અને પૂછ્યું કે શું ગુજરાત આ દિશા અપનાવવા માંગશે..!

શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૉંગ્રેસની દિશા ‘ભાગલા પાડો અને રાજ કરો’ ની છે, ભાજપની દિશા છે ‘સૌનો સાથ, સૌનો વિકાસ’. તેમણે આશ્ચર્ય પ્રગટ કર્યું કે 2001 માં કચ્છના ભૂકંપ સમયે જો કૉંગ્રેસ સત્તામાં હોત તો શું થાત અને કહ્યું કે તો ગાંધીનગરમાં બીજો ભૂકંપ આવત. શ્રી નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતના લોકોએ આટલાં વર્ષોથી કૉંગ્રેસને દૂર રાખેલ હોવાના કારણે તેમની દિશા વિકાસની છે. તેમણે જાહેર કર્યું કે - ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈની જેમ, જેણે ઘોષણા કરી હતી કે ‘હું મારું ઝાંસી નહીં આપું’, ગુજરાતની જનતાએ પણ સંકલ્પ કરવાની આવશ્યકતા છે કે ‘અમારું ગુજરાત નહીં આપીએ’.

કેટલાક દિવસો પહેલાં યૂ.પી.એ. અધ્યક્ષા સોનિયા ગાંધીના ગુજરાત પ્રવાસ બાબતે શ્રી મોદીએ લોકોને પૂછ્યું કે તમને વિશ્વાસ પડ્યો જ્યારે તેણે કહ્યું કે મોદીના સમયમાં કોઈ વિકાસ થયો નથી..? તેમણે લોકોને કહ્યું કે તેઓ ગુજરાતને બદનામ કરનારાં તત્વોનો પોતે જ ન્યાય કરે. તેમણે વધુમાં કહ્યું કે શ્રીમતી સોનિયા ગાંધીના સલાહકારોએ તેમને યોગ્ય માહિતી આપવાની જરૂર છે અને જણાવ્યું કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, કે જેની સાથે શ્રીમતી સોનિયા ગાંધી અને તેમનો પરિવાર બહુ નિકટતાથી સંકળાયેલા છે, તેના જ એક રિપોર્ટમાં ગુજરાતના વિકાસની પ્રશંસા કરવામાં આવેલ છે.

મુખ્યમંત્રીશ્રીએ સ્વામી વિવેકાનંદજીને ભાવભીની શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે તેમને આ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા દરમ્યાન લોકોનો અપાર પ્રેમ જોવાની તક મળી છે.

કચ્છ અને શ્રી મોદી : વિકાસનું અતૂટ બંધન

26 જાન્યુઆરી, 2001 ના રોજ કચ્છમાં એક ભીષણ ભૂકંપ આવ્યો જેના કારણે આ સમગ્ર પ્રદેશ નાશ પામ્યો. તે સમયે કચ્છ તથા ગુજરાતને માટે પણ લોકોએ માની લીધેલ કે આ હવે ક્યારેય ઊભું થઈ શકશે નહીં. પરંતુ ખૂબ જ ટૂંકા ગાળામાં, ફક્ત સમગ્ર રાજ્ય જ પોતાના પગ પર ઊભું ન થઈ ગયું પરંતુ તેણે ઝડપથી વિકાસની દિશા પકડી લીધી.

આજે, શ્રી નરેન્દ્ર મોદીના ગતિશીલ નેતૃત્વ હેઠળ કચ્છ ભારતનું સૌથી તેજ ગતિથી વિકાસ કરનાર જિલ્લા તરીકે ઉભર્યું છે. શ્રી મોદીએ રણોત્સવ, એક એવો ઉત્સવ જેણે વિશ્વભરમાંથી હજારો પર્યટકોને આકર્ષ્યા છે, તેના દ્વારા કચ્છને દુનિયાના નકશા પર મુકી દીધું છે.

કચ્છના ખેડૂતો પ્રગતિની નવી ઊંચાઈઓને આંબી રહ્યા છે તથા ખજૂરની ખેતી જેવી કેટલીક ખૂબ નવીન વસ્તુઓ કરી રહ્યા છે. આ પ્રકારની વાતો એક દસકા પહેલાં સાંભળવા મળતી નહોતી.

કચ્છ પોતે એક સ્ટીલ હબ તરીકે પણ ઉભર્યું છે.

તે જ સરકાર, તે જ તંત્ર અને તે જ વ્યવસ્થા સાથે શ્રી મોદીએ આ વિસ્તારમાં પરિવર્તન આણ્યું છે તથા દુનિયાને બતાવી દીધું છે કે વિકાસની તાકાત શું હોય છે..! શ્રી મોદીના નેતૃત્વમાં, ‘કચ્છ નહીં દેખા, તો કુછ નહીં દેખા’ કહેવત પહેલાં કરતાં વધારે સિદ્ધ થાય છે.