કોંગ્રેસના કુશાસન સામે દેશભરમાં ભભૂકેલો રોષ આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને ઘર ભેગી કરશે
મધ્ય પ્રદેશની ચૂંટણીસભાઓમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની મધ્યપ્રદેશમાં ફરી એકવાર કમળ ખિલવવાની અપિલ
Watch : Shri Narendra Modi addressing a Public Meeting in Shahdol, Madhya Pradesh
ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સ્પષ્ટ પણે જણાવ્યું છે કે કોંગ્રેસની વર્તમાન કેન્દ્રં સરકાર સામે દેશ આખાની જનતામાં રોષની આગ ભભૂકી ઉઠી છે જે આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસને ઘર ભેગી કરી દેશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીઓના ચૂનાવ પ્રચાર અભિયાનમાં આજે શાહડોલ, સિંગરોલી, સતના અને જબલપુરમાં એમ ચાર-ચાર વિશાળ જનસભાઓમાં જનતા જર્નાદનને આહવાન કર્યું હતું કે, હાથ બતાવી-હાથ મિલાવી-હાથફેરો કરનારા-પ્રજાને લૂંટી લેનારા કોંગ્રેસના શાસનને હવે જાકારો આપી વિકાસવાદની રાજનીતિથી સૌને સાથે રાખી સૌના વિકાસ માટે પ્રતિબધ્ધક ભાજપાના કમળને ખિલવીને જ મધ્યવપ્રદેશ અને સમગ્ર ભારતમાં સુરાજ્ય લાવી શકાશે.
મુખ્ય મંત્રીશ્રીએ ગરીબો-આદિવાસીઓની પચાસ-પચાસ વર્ષ સુધી અવદશા કરનારી કોંગ્રેસી સરકારોને આડે હાથ લેતાં કહયું કે કોંગ્રેસ માટે આદિવાસી-ગરીબ ગ્રામીણ પ્રજા વોટબેન્કનું અને સત્તા મેળવવાનું એક સાધન જ છે. દિવસમાં પ૦ વાર ગરીબોનું નામ લેવાથી ગરીબો પ્રત્યે હમદર્દી નહીં જગાવી શકાય ગરીબો-આદિવાસીઓને વિકાસના રાહ પર લાવવાની નિયત હોવી જોઇએ.
આ સંદર્ભમાં તેમણે મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણે પછાતવર્ગોના ઉત્કર્ષ અને કલ્યા્ણ સહિત આદિવાસી બાળકો માટે દૂર-દરાજ ક્ષેત્રોમાં મેડિકલ-ઇજનેરી કોલેજો શરૂ કરવા જેવા અનેક વિકાસકામોની તલસ્પર્શી છણાવટ કોંગ્રેસના શાસન સાથે કરી હતી.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમ પણ જણાવ્યું કે ગરીબો-વંચિતો-આદિવાસીઓના નામે મતબેન્કની રાજનીતિ કરનારી અને સત્તા ભોગવટો કરનારી કોંગ્રેસે જે નથી કર્યું તે અટલજીની એન.ડી.એ. સરકારે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય, વિકસાનું અલાયદું બજેટ ફાળવીને કરી બતાવ્યું છે.
"અમારા માટે આદિવાસી-વંચિત ગ્રામીણ પ્રજા સત્તા સુધી પહોંચવાનું માધ્યમ નથી અમારે તેમના સાચા વિકાસથી સુરાજ્યની દિશા બતાવવી છે" એમ પણ તેમણે જણાવ્યું હતું.
મધ્ય પ્રદેશ સહિત ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારોએ વંચિતો-ગરીબો-આદિવાસીઓની ભલાઇ માટે કરેલાં શ્રેણીબધ્ધ કાર્યો અને યોજનાઓની સફળતાનો અભ્યાંસ કરવા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના અર્થશાષાઓ અને રાજકીય પંડિતોને અનુરોધ કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, ગરીબ કલ્યા્ણલક્ષી કામોના તમામ પેરામિટર્સમાં ભાજપા શાસિત રાજ્યો્ જ મોખરે રહયા છે. કોંગ્રેસના કુશાસનના પંજામાંથી મધ્યપ્રદેશ મૂકત રહયું છે એટલે જ કોંગ્રેસના બિમારૂ રાજ્ય માંથી ભાજપા શાસનમાં વિકાસની રફતારથી દોડતું પ્રગતિશીલ રાજ્ય બન્યું છે તેનું શ્રેય ભાજપાના લક્ષ્યાવધિ કાર્યકરો અને મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વને આપતાં શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સુશાસન, રોજગારી, સલામતી અને સર્વાંગી વિકાસ માટે ફરીએકવાર ભારતીય જનતા પાર્ટીનું કમળ મધ્યસપ્રદેશમાં ખિલવવાની અપિલ પણ કરી હતી.
Watch : Shri Narendra Modi addressing a Public Meeting in Jabalpur, Madhya Pradesh