"Shri Narendra Modi inaugurates Deenanath Mangeshkar super speciality hospital at Pune"
"Nation can go ahead if we accept the strength of society and give it importance: Narendra Modi"
"Medical science must move towards technology and talent. This is very important: Narendra Modi"
"We can make a place on the world map through the health sector: Narendra Modi"
"Health insurance is fine but our poor need health assurance: Narendra Modi"
"Shri Narendra Modi inaugurated Deenanath Mangeshkar Super Speciality Hospital at Pune today."

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી પૂનામાં લતા મંગેશકર ફાઉન્ડેશન સંચાલિત દીનાનાથ મંગેશકર હોસ્પિંટલનું ઉદ્દઘાટન કરતા નરેન્દ્રભાઇ મોદી

સમગ્ર મંગેશકર પરિવારની ઉપસ્થિતી સાથે સ્નેહમિલનઃ નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્મા સભર અભિવાદન

લતા મંગેશકર પરિવારે સામાજિક સંવેદનાથી સેવાનો સાક્ષાત્કાર કરાવ્યો છે

ધનતેરસની સંધ્યા અને ધન્વન્તવરી જ્યં‍તીએ

- હેલ્થ ઇન્યોરન્સ નહીં હેલ્થ એસ્યોરન્સ જોઇએ

ભારતમાં સર્વગ્રાહી આરોગ્ય નીતિની જરૂર છે : નરેન્દ્ર ભાઇ મોદી

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ આજે મહારાષ્ટ્રના પૂણેમાં લત્તા મંગેશકર ફાઉન્ડેશન સંચાલિત દીનાનાથ મંગેશકર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્દઘાટન કરતાં જણાવ્યું કે સામાન્ય માનવીને આરોગ્ય સુરક્ષા (હેલ્થ ઇન્યોરન્સ) કરતા વધારે આરોગ્યાની ખાતરી હેલ્થ એસ્યોરન્સની જરૂર છે અને હિન્દુસ્તાન સમાજશકિતથી આરોગ્યાનું સેવાક્ષેત્ર વિકસાવીને તેનો સાક્ષાત્કાર કરાવી શકે એમ છે.

Shri Narendra Modi inaugurates Deenanath Mangeshkar super speciality hospital at Pune

ભારતમાં "સર્વગ્રાહી આરોગ્ય નીતિ"ની રચના કરવાની આવશ્ય કતા ઉપર ભાર મૂકતાં મુખ્યમંત્રીશ્રીએ મેડિકલ ટુરિઝમના માધ્યમથી હિન્દુસ્તાન સમગ્ર વિશ્વને જોડી શકશે એવો સંકલ્પ્ રજૂ કર્યો હતો.

સ્વ્ર સામ્રાજ્ઞી લતામંગેશકરે પોતાના પિતાશ્રીની સ્મૃતિમાં આ નવનિર્મિત હોસ્પિેટલ-એન્ડ રિસર્ચ સેન્ટ્રનું પૂણેમાં નિર્માણ કર્યું છે.

લત્તામંગેશકર સહિત સમસ્ત મંગેશકર પરિવારે આ પ્રસંગે શ્રી નરેન્દ્ર્ભાઇ મોદીને ઉષ્મા સભર આવકાર આપી અભિવાદન કર્યું હતું. લતા મંગેશકર, આશા ભોંસલે અને હ્વદયનાથ મંગેશકર અને પરિવારજનોએ આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી સાથે સ્નેહમિલન યોજયું હતું.

ધનતેરસની સંધ્યાએ પૂણેમાં ધન્વન્તરી જ્યંતીએ લતા મંગેશકર ફાઉન્ડેશને સામાજિક સંવેદના અને માનવસેવાના હ્વદયસ્પર્શી ભાવથી આ હોસ્પિેટલનું ભગીરથ નિર્માણ કર્યું છે અને પોતાના પિતાનું સાચા અર્થમાં તર્પણ કરી સેવાના પરમ ધર્મની પ્રેરણા પૂરી પાડી છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

હિન્દુસ્તાનના ખૂણે ખૂણે જીવનના હરેક ક્ષેત્રે સેવાની પ્રવૃત્તિ સમાજશકિતથી વિકસી છે. રાજશકિત જ્યાં નથી પહોંચતી ત્યાં સમાજશકિત પહોંચે છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ સવાસો કરોડની વિરાટ સમાજશકિતના સાક્ષાત્કારનો સ્વીકાર કરીશું તો આ દેશ, દુનિયામાં શિરમોર બની રહેશે એવો નિર્ધાર વ્યકત કર્યો હતો.

Shri Narendra Modi inaugurates Deenanath Mangeshkar super speciality hospital at Pune

ધન્વન્ત‍રી દુનિયાના શ્રેષ્ઠ શલ્ય ચિકિત્સક હતા અને આધુનિક શષાક્રિયા-ચિકિત્સાતના વિજ્ઞાનનું સત્વ ધન્વન્તરી સંહિતામાં છે એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ વિજ્ઞાનના સંશોધનો તેજ ગતિથી પરિવર્તન પામી રહયા છે તેમાં માનવશરીર ફરતે ઓરાચક્ર-તેજોવલયો જોડાયેલા છે તેની જ્ઞાન-વિજ્ઞાનના પ્રમાણોની ભૂમિકા આપી હતી.

તેજોવલયના આધાર પર માનવ આરોગ્યનું વિજ્ઞાન વિકસી રહયું છે તેમ તેમણે જણાવ્યું હતું.

મુખ્ય મંત્રીશ્રીએ મેડિકલ ટુરિઝમના માધ્યમથી હિન્દુસ્તાન વિશ્વ સાથે આરોગ્ય સેવાનો નાતો જોડવાનું સામર્થ્ય ધરાવે છે તેવો વિશ્વાસ દર્શાવતાં હિન્દુસ્તાનમાં કરૂણા, સેવાદયા, મમતાની શકિત છે અને મેડિકલ ટુરિઝમ અને હેલ્થુકર સેકટરના હયુમન રિસોર્સ ડેવલપમેન્ટ માટે મેડીકલ કોલેજો અને પેરામેડીકલ એજ્યુ કેશનનું ફલક વિકસાવા ઉપર ભાર મૂકયો હતો.

વિશાળ ગ્રામીણ ક્ષેત્રમાં ડોકટરો અને આરોગ્યા સેવાઓની જરૂરિયાતની ગરીબ અને સામાન્ય માનવી માટે પૂર્તિ કરવા મોબાઇલ ફોનથી ટેલીમેડીસીન સર્વિસ વિકસાવવા તેમણે સૂચન કર્યું હતું.

તંદુરસ્તી માટે શુધ્ધ્ હવા, શુધ્ધ પાણી અને શુધ્ધ ખોરાકની આવશ્યકતા જણાવતા મુખ્ય‍મંત્રીશ્રીએ ઉમેર્યું કે રોગો સામે પ્રતિકારશકિત માટે પીવાનું શુધ્ધ પાણી, પર્યાવરણ અને ભેળસેળ વગરના પોષક આહાર અંગે ગુજરાતે જે નવા આયામો અપનાવ્યા છે તે પ્રિવેન્ટીવ હેલ્થ અને સોશ્યલ હેલ્થ‍ના પગલાં છે. નર્મદાના પાણીની પાઇપલાઇન, સી.એન.જી. ટ્રાન્સપોર્ટેશન, ન્યુટ્રીશ્યન ફૂડના પ્રોજેકટની સફળતાની ગુજરાતે અનુભૂતિ કરાવી છે એમ તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે શ્રીયુત બાબાસાહેબ પુરંધરે, પંડિત હ્વદયનાથ મંગેશકર, ડો. ધનંજય કેળકર, સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર તથા આશાતાઇ ભોંસલે એ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

મંગેશકર પરિવારે બાબાસાહેબ પુરંધરે તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી તથા મહાનુભાવોએ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલના અત્યાધુનિક વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું તથા દાતાઓનું સન્માન કર્યું હતું.

Shri Narendra Modi inaugurates Deenanath Mangeshkar super speciality hospital at Pune

Shri Narendra Modi inaugurates Deenanath Mangeshkar super speciality hospital at Pune

Shri Narendra Modi inaugurates Deenanath Mangeshkar super speciality hospital at Pune

Shri Narendra Modi inaugurates Deenanath Mangeshkar super speciality hospital at Pune

Shri Narendra Modi inaugurates Deenanath Mangeshkar super speciality hospital at Pune

Shri Narendra Modi inaugurates Deenanath Mangeshkar super speciality hospital at Pune

Shri Narendra Modi inaugurates Deenanath Mangeshkar super speciality hospital at Pune