"We need to make sports an integral part of our lives. If there is no sport, there can be no sportsman spirit: Shri Modi"
"I was here during the Shilanyas of the stadium and am here when it is being inaugurated: Shri Modi"
"Two prestigious competitions in Indian cricket the Ranji Trophy and Duleep Trophy are inspired from people of this land: CM"
"Due to (pressures of) education, exams etc. the playing fields are empty and this is a matter of concern: Shri Modi"
"CM talks about Khel Mahakumbh, Sports University and Sports Policy of Gujarat Government to create a robust atmosphere of sports in the state"
" Shri Narendra Modi inaugurates newly built stadium of Saurashtra Cricket Association"

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિયેશનનું સપનું સાકાર

રૂ. ૭૫ કરોડના ખર્ચે ઉત્તમ ખેલ-સુવિધા મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે જ શિલાન્‍યાસ અને ઉદઘાટન

નવી સ્‍પોર્ટસ પોલીસી બનશે

રમતના મેદાનો-સ્‍ટેડિયમ બહુહેતુક બને તે દિશામાં ગુજરાત પહેલ કરશે

 

મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે રાજકોટમાં વિશ્વકક્ષાના ક્રિકેટ સ્‍ટેડિયમનું અનોખું નજરાણું સમર્પિત કરતા જણાવ્‍યું હતું કે આજે ક્રિકેટ સહિત અન્‍ય રમતોમાં નાના શહેરોના ખેલાડીઓ પોતાનું કૌવત બનાવી રહ્યા છે ત્‍યારે, આગામી દિવસોમાં રમતના સ્‍ટેડિયમો બહુહેતૂક રમતો માટેના ઉત્તમ માધ્‍યમ બને તે દિશામાં ગુજરાત આગળ વધશે અને નવી સ્‍પોર્ટસ પોલીસી પ્રોત્‍સાહનરૂપે અમલી બનશે.

સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિયેશનની માલિકી અને સંચાલન હેઠળ રાજકોટનું આ ક્રિકેટ સ્‍ટેડિયમ રૂ. ૭૫ કરોડના ખર્ચે તૈયાર થયું છે, જેનો શિલાન્‍યાસ પણ સને ર૦૦૬માં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જ કર્યો હતો. ર૮૦૦૦ ક્રિકેટ રસીકોની પ્રેક્ષક-ક્ષમતા સહિત અનેક વિશેષતા અને ખેલ-સુવિધા ધરાવતા આ ક્રિકેટ સ્‍પોર્ટસ સ્‍ટેડિયમને સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિયેશને ડ્રીમ પ્રોજેકટ તરીકે સાકાર કરવામાં મુખ્‍યમંત્રીશ્રી અને ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના પ્રમુખ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની સતત પ્રેરણા અને પ્રોત્‍સાહન પ્રાપ્‍ત થયા છે. એકદરે રાજકોટ જામનગર રોડ ઉપર ખંઢેરી નજીક આ વિશ્વસ્‍તરીય ક્રિકેટ સ્‍ટેડિયમનું ૩૦ એકર ભૂમિ ઉપર નિર્માણ આધુનિક કન્‍સ્‍ટ્રકશન ટેકનોલોજીથી થયું છે.

સમગ્ર ક્રિકેટ સ્‍ટેડિયમનું નિરીક્ષણ કર્યા બાદ  જે શિલાન્‍યાસ કરે તે જ ઉદધાટન કરે તેવું ભાગ્‍યે જ બનતું હોય છે અને મને તેવું સદભાગ્‍ય મળ્યું છે, તેનો આનંદ વ્‍યકત કરતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ સર ડોનાલ્‍ડ બ્રેડમેને ૬ઠ્ઠી જાન્‍યુઆરીએ સૌથી વધુ ૪૫૨ રનનો વિશ્વવિક્રમ સ્‍થાપેલો અને આજનો દિવસ કપીલદેવ જેવા વિશ્વવિખ્‍યાત ખેલાડીનો જન્‍મદિવસ છે ત્‍યારે આ જ દિવસે સૌરાષ્‍ટ્રની ભૂમિ ઉપર આ ક્રિકેટનું અનમોલ નજરાણું અમે સમર્પિત કર્યુ છે એમ જણાવ્‍યું હતું.

સૌરાષ્‍ટ્રની ભૂમિએ ક્રિકેટ જગતમાં પોતાનું આગવું યોગદાન આપ્‍યું છે જેમાં પૂર્વ રાજવી પરિવારોએ ક્રિકેટના સામર્થ્‍યમાં સૌરાષ્‍ટ્રની ઉત્તમ પરંપરા ઉભી કરી છે એમ તેમણે જણાવ્‍યુ હતું. કોઇપણ રમત-ખેલકુદ એ સમાજનો સહજ સ્‍વભાવ બને એ માટે ખેલમહાકુંભનું અભિયાન સફળ બન્‍યું છે, જે ખેલે તે ખીલે અને ખેલદિલ બને, રમતવીર બને કે ના બને પણ ખેલદિલીની ભાવના રમતના ખેલાડીઓમાં હોવી જોઇએ. રમતગમત જે તે દેશ અને શહેરોની આગવી શાખ બનાવવાનું માધ્‍યમ છે.

ખેલાડીઓનું આવું મહાત્‍મ્‍ય વધારવું છે એમ જણાવી મુખ્‍યમંત્રીશ્રીએ ગુજરાત સ્‍પોર્ટસ યુનિવર્સિટી સમગ્રતયા રમતગમતના બધાજ પાસાંઓને આવરી લઇને સંસાધન વિકાસના ઉત્તમ કાર્ય વિકસાવવા પ્રતિબધ્‍ધ છે તેની ભૂમિકા તેમણે આપી હતી.સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિયેશનને અભિનંદન આપતા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આ નવ નિર્મિત સ્‍ટેડિયમમાં રૂફટોપ સોલાર પેનલોથી ઊર્જા ઝળહળે અને સૌરાષ્‍ટ્રના ક્રિકેટ એસોસિયેશનની આન, બાન અને શાન વધે તેવી શુભેચ્‍છા વ્‍યકત કરી હતી.

બીસીસીઆઇના પ્રમુખ શ્રી એન.શ્રીનિવાસન કે જેઓ આજના મહત્‍વપૂર્ણ પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા, તેમણે આવું અદ્યતન સગવડ-સુવિધા સાથેનું ક્રિકેટ સ્‍ટેડિયમ સાકાર કરવા બદલ અને આ વિશેષ પ્રસંગે મુખ્‍ય મંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીને ખાસ ઉપસ્‍થિત રાખવામાં સફળતા મેળવવવા બદલ શ્રી નિરંજન શાહને વિશેષ અભિનંદન પાઠવીને જણાવ્‍યું હતું કે, સમગ્ર રાષ્‍ટ્રમાં ગુજરાત જ એવું ક્રિકેટ પ્રેમી રાજય છે જયાં ત્રણ જેટલા ક્રિકેટ એસોસિયેશનનો સક્રિય છે. પ્રવચનના પ્રારંભે ભારે બહુમતિથી વિજય મેળવવા બદલ મુખ્‍યમંત્રીશ્રીને અભિનંદન પાઠવી શ્રી એન.શ્રીનિવાસને સૌરાષ્‍ટ્ર પ્રદેશે દેશને ખૂબજ પ્રતિભાશાળી ક્રિકેટવીરોની ભેટ આપી છે તેનો ઉલ્‍લેખ કરીને જણાવ્‍યું હતું કે, પ્‍લેયર એરિયા,પ્‍લેયર ફેસીલીટી સાથે ર૮૦૦૦ પ્રેક્ષકોને પ્રત્‍યેકને નંબરવાળી સીટ સાથેનું આયોજન કરી, પ્રેક્ષકોને શ્રેષ્‍ઠ સગવડનો સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીયેશનનો પ્રયાસ અત્‍યંત પ્રશંશનીય છે.

સ્‍વાગત પ્રવચનમાં સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસીયેશનના માનદ્ મંત્રીશ્રી નિરંજન શાહે આંતરરાષ્‍ટ્રીય કક્ષાનું અત્‍યંત આધુનિક સુવિધા સાથેનું રજકોટનું ક્રિકેટ સ્‍ટેડિયમ એ સૌરાષ્‍ટ્રના રમતપ્રેમીઓ અને ક્રિકેટ ચાહકો માટે એક નમ્રતાભરી અને પ્રેમભરી ભેટ છે એમ જણાવી કહ્યું હતું કે ઉગતા અને આશાસ્‍પદ ખેલાડીઓ માટે આ સ્‍ટેડિયમ આશીર્વાદરૂપ પૂરવાર થશે.

ગુજરાત ક્રિકેટ એસોસીયેશનના પ્રમુખ તરીકે મુખ્‍ય મંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદી ક્રિકેટની રમતના પ્રોત્‍સાહન માટે ખૂબ જ રસ દાખવે છે તે બદલ તથા સૌરાષ્‍ટ્ર માટેના આજના ગૌરવપૂર્ણ દિવસે અહીં ઉપસ્‍થિત રહેવા બદલ મુખ્‍યમંત્રીશ્રી પ્રત્‍યે કૃતજ્ઞતાની લાગણી વ્‍યકત કરી હતી.

લોકાર્પણ કાર્યક્રમમાં રાજયકક્ષાના મંત્રીશ્રી ગોવિંદભાઇ પટેલ, બીસીસીઆઇના ટ્રેઝરરશ્રી અજય સીરકે, મેયરશ્રી જનકભાઇ કોટક, ધારાસભ્‍યશ્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ સાંસદ સર્વશ્રી વિજયભાઇ રૂપાણી, શ્રી હરીભાઇ પટેલ, ગુજરાત ક્રિકેટ એસોસીયેશનના વાઇસ ચેરમેનશ્રી નરહરીભાઇ અમીન, પુર્વ મેયરશ્રી ઘનસુખભાઇ ભંડેરી, શ્રી અશોકભાઇ ડાંગર, અગ્રણી સર્વશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રી કશ્‍યપભાઇ શુકલ, ડો. જૈમીનભાઇ ઉપાધ્‍યાય, યુવરાજશ્રી માંધાતાસિંહ જાડેજા, શ્રી ભૂપતભાઇ તલાટીયા, શ્રી સુરૂભાઇ દોશી, કલેકટર ડો. રાજેન્‍દ્રકુમાર, મહાનગરપાલિકા કમિશનરશ્રી અજય ભાદુ, રેન્‍જ આઇ.જી. સર્વશ્રી પ્રવિણ સિંહા, અધિક્ષકશ્રી પ્રેમવીર સિંઘ, એસોસીયેશનના સભ્‍યશ્રીઓ, અધિકારીઓ, પૂર્વ ક્રિકેટરશ્રીઓ તથા રાજકોટના ખેલાડીઓ, પ્રબુધ્‍ધ નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા. આભારદર્શન એસોસીયેશનના જોઇન્‍ટ સેક્રેટરીશ્રી મધુકરભાઇ વોરાએ કર્યુ હતું.