મત ગણતરીના દિવસે નરેન્દ્ર મોદી શું કરતા હતા ?
કોઈ પણ રાજકીય નેતા માટે મત ગણતરીનો દિવસ એ ખૂબ જ મહત્વનો દિવસ ગણાય છે. એ ચૂકાદાનો દિવસ હોય છે, જે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે કોઈ પણ નેતા અને પક્ષ માટે આગામી પાંચ વર્ષ કરવાની કામગીરીનો માર્ગ નક્કી કરે છે.
આ રીતે, સ્વાભાવિક છે કે કોઈ પણ નેતા મત ગણાતા રહેતા હોય ત્યારે તે દિવસે બેચેન અને સક્રિય હોય, ઘણીવાર નેતાઓ સ્ક્રીન સામે ચોંટીને બેસી રહેતા હોય છે. કાર્યકરો અને ટેકેદારો ખંડમાં તાજા અહેવાલો અને પરિણામની વિગતો લઈને આવતા રહેતા હોય છે.
આ બધા લોકોમાં કોઈ નોંધપાત્ર અપવાદ હોય તો તે નરેન્દ્ર મોદી છે. શું તે ટીવી સામે જઈને બેસી ગયા હતા ? શું તેમનો ખંડ સાથીદારો અને ટેકેદારોથી ભરેલો હતો અને તાજા સમાચારો અને અહેવાલો આવતા રહેતા હતા ?
ના, તો પછી તે એ સમયે શું કરતા હતા ?
તેમના માટે તો એ દિવસ રોજબરોજ હોય, તેવો જ હતો. તેમનું રોજબરોજનું રૂટીન કોઈ પણ અવરોધ વગર ચાલી રહ્યું હતું
તા. 16મી મે, 2016ના રોજ, પૂરી દુનિયા ભારત કેવી રીતે મતદાન કરે છે તે તરફ નજર રાખી રહી હતી ત્યારે શ્રી મોદી, વિજેતા પક્ષના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર અને સમગ્ર પ્રચાર ઝુંબેશની કેન્દ્ર રૂપ વ્યક્તિ, તેમનું રૂટીનનું કામ જ કરી રહી હતી. તેમણે રાજનાથ સિંહના આવેલા પ્રથમ ફોનનો જવાબ આપ્યો અને ત્યારબાદ તેમની માતા અને કેશુભાઈ પટેલને મળીને તેમના આશિર્વાદ લેવા ઉપડી ગયા
વર્ષ 2002, 2007 અને 2012માં પણ તેમણે આવું જ કર્યું હતું.
એવી વ્યક્તિ કે જેણે ઉચ્ચ પદને પોતાના જીવનનો એક માત્ર ધ્યેય માન્યો નથી, તેમના માટે ચૂંટણીના પરિણામનો દિવસ, બીજા દિવસો જેવો જ હોય છે.
લોકોની સ્મૃતિમાં સચવાયેલી આ વિગત નમ્રતાથી સ્વીકારવી રહી.