કચ્છના રણમાં હેલીકોપ્ટરથી બચાવી લેવાયેલા૧૦ ભરવાડ પરિવારોએ સમયસરની મદદ માટે મુખ્યમંત્રીશ્રીને મળી આભારની લાગણી વ્યકત કરી
કચ્છમાં તાજેતરમાં એકાએક ભારે વરસાદના કારણે નાના રણમાં ફસાઇ ગયેલા ભચાઉ તાલુકાના આધોઇ ગામના ૧૦ જેટલા રબારી ભરવાડ પશુપાલકોને મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સમયસૂચકતાથી વાયુદળના હેલીકોપ્ટરની મદદની ઉગારી લેવામાં આવ્યા તે અંગે મુખ્યમંત્રીશ્રીનો હાર્દિક આભાર માનવા આ અસરગ્રસ્ત કચ્છી ભરવાડ પશુપાલકોના ૧૦૦ જેટલા પરિવારજનો ગાંધીનગર આવ્યા હતા.
ધારાસભ્યશ્રી જયંતિભાઇ ભાનુશાળીની આગેવાનીમાં શ્રી અરજણભાઇ રબારીએ આ કચ્છી ભરવાડોના કુટુંબીજનોનો પરિચય કરાવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ કચ્છના વિનાશક ધરતીકંપ પછી રાજ્ય સરકારે આપત્ત્િા વ્યવસ્થાપનનું સક્ષમ તંત્ર વિકસાવ્યું છે તેની ભૂમિકા આપી હતી અને કચ્છના રણમાં ભારે વરસાદના કારણે ફસાઇ ગયેલા આ ભરવાડ કુટુંબોની પાસેથી ધટનાની માહિતી મેળવી હતી.