સ્વર્ણિમ જયંતિપર્વમાં ગુજરાતે ‘‘ખેલ મહાકુંભ’’નું આયોજન કર્યુ હતું. ગુજરાતના ગામે ગામથી અદ્ભૂત પ્રતિસાદ મળ્યો હતો.
‘‘ખેલ મહાકુંભ’’ દરમ્યાન અનેક નવી બાબતો અમારા ધ્યાને આવી હતી, તેના અનુસંધાને ગુજરાત સરકાર તરફથી પ્રકાશિત ત્રણ પુસ્તકોનું આજે મને લોકાર્પણ કરવાનું સૌભાગ્ય મળ્યું. અગાઉ અનેક પુસ્તકોના લોકાર્પણનો અવસર મળ્યો છે.
હજારો લોકોની હાજરીમાં આવા પ્રસંગોએ જવાનો અવસર મળ્યો છે. પરંતુ આજના આ લોકાર્પણથી મનમાં કંઈક અલગ જ આનંદની અનુભૂતિ કરી. મારા અંતરમનના આનંદને વ્યકત કરવા મારી પાસે પુરતા શબ્દો પણ નથી.
પુસ્તક ૧ આ પુસ્તક પ્રજ્ઞાચક્ષુ એવા બંધુઓ માટે બ્રેઈલ લીપીમાં તૈયાર કર્યુ છે. ક્રિકેટ અને એથલેટની રમતને લગતા નિયમો, મેદાનની વિગતો વગેરે ઉપર બ્રેઈલ લીપીમાં તૈયાર થયેલ આ પ્રથમ પુસ્તક હશે. કિકેટ રમતા પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે આ જયોતિરૂપ બનશે તેવી શ્રધ્ધા છે. | |
પુસ્તક ૨ આવું જ બીજુ પુસ્તક Chess રમતા પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે બ્રેઈલ લીપીમાં તૈયાર કર્યુ છે. | |
પુસ્તક ૩ આ વર્ષે ગુજરાતમાં માનસિક ક્ષતિ ધરાવતા બાળકો માટે પણ ‘‘સ્પેશ્યલ ખેલ મહાકુંભ’’નું આયોજન વિચારાયું છે. તેના માટે રમતોના નિયમો, રમતના સાધનો, ટ્રેનિંગ માટેની પધ્ધતિ, મેદાનોની વિગતો સાથેનું એક સમૃધ્ધ પુસ્તક લોકાર્પણ કર્યુ. |
માનસિક રીતે ક્ષતિયુકત આવા બાળકોને અને તેમના શિક્ષકોને આ ગ્રંથ ખૂબ જ ઉપયોગી થશે.
સમાજના આ સ્વજનો માટેનું આ કામ મારે માટે અત્યંત આનંદદાયક અને લાગણી સભર છે. આવા સહુ બાળકોને તે સમર્પિત કરૂં છું.