કન્યા કેળવણી અને શાળાપ્રવેશ મહોત્સવર૦૧ર બીજો દિવસ

 સરકારી પ્રાથમિક શાળામાં હવે સ્માર્ટ કલાસથી શિક્ષણ ગુજરાતની વધુ એક આગવી પહેલ

યોગપ્રાણાયમ નિર્દશન, સભા સંચાલન અને સાંસ્કૃતિક કાર્યક્રમના કૌશલ્યથી બાળકોએ સૌને પ્રભાવિત કર્યા

 સમાજ સમસ્તની શિક્ષણઆરોગ્ય માટે સામૂહિક સંવેદના જગાવતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ટેકનોલોજી અને ઓડિયોવિઝયુઅલ લર્નંિગ પ્રોસેસ દ્વારા રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ કલાસ પ્રોજેકટનું સર્વપ્રથમ લોકાર્પણ આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વટામણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં કર્યું હતું.

કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં વટામણ ગામે આવેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્માર્ટ કલાસરૂમના આધુનિક શિક્ષણની પહેલ રાજ્યના ગ્રામવિસ્તારની સરકારી પ્રાથમિક શાળામાં શરૂ કરવાની ભૂમિકા આપી હતી. ગામની સરકારી પ્રાથમિક શાળામાં ર૪ કલાક થ્રી ફેઇઝ વીજળી અને ઇન્ટરનેટ કનેકટીવિટી ઉપલબ્ધ છે ત્યારે બદલાતા યુગમાં ગરીબનું બાળક પણ ટેકનોલોજીના માધ્યમથી સ્માર્ટ કલાસમાં ભણવાનું ગૌરવ લઇ શકશે એમ તેમણે જણાવ્યું હતું.

દશમા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના વિરાટ જનઆંદોલનનું નેતૃત્વ કરી રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે બીજા દિવસે અમદાવાદ જિલ્લાના ધોળકા અને ધંધુકા તાલુકાની સરકારી પ્રાથમિક શાળા અને આંગણવાડીઓમાં પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન કરાવ્યું હતું.

ધોળકા તાલુકાના વટામણ ગામમાં મુખ્યમંત્રીશ્રીના શાળામાં આગમનથી પ્રવેશોત્સવ ઉત્સવમાં અનોખી ચેતના પ્રગટી હતી. વટામણમાં નવા શાળાના ઓરડાનું લોકાર્પણ કરીને તેમણે પ્રાથમિક શિક્ષણમાં સ્માર્ટ કલાસ લર્નિગ એજ્યુકેશન ઇનોવેશન પ્રોજેકટનું નિરીક્ષણ કર્યું હતું. સરકારી ૩ર૭૭ર પ્રાથમિક શાળાઓમાં બધી જ ઉત્તમ પ્રકારની સુવિધાઓ ગુજરાતમાં ઉપલબ્ધ છે અને શિક્ષણનું ધોરણ ઉત્તમ રહે એ માટે શિક્ષકો અને ગામ સમાજની સહિયારી સંવેદના જગાવવા આખી સરકાર ૧૮૦૦૦ ગામડાં ભરઉનાળાની ગરમીમાં ખૂંદી રહી છેએમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

કન્યા કેળવણીને ઉત્તેજન આપવા મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિમાંથી ૮૦,૦૦૦ ગરીબ કુટુંબની કન્યાઓને સાયકલો અપાય છે અને ધો૧ માં દાખલ થયેલી કન્યાને રૂા. ૧૦૦૦નું વિદ્યાલક્ષ્મી બોન્ડ આપીને ધો૭ પાસ થાય ત્યારે વ્યાજ સાથે રૂા. ર૦૦૦ લઇને કન્યા ગરીબના ઘરમાં પણ સરસ્વતી સાથે લક્ષ્મી લાવે છે એમ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં ૧૩ લાખ કન્યાઓને રૂા. ૧૩૦ કરોડના વિદ્યાલક્ષ્મી બોન્ડ અપાયેલા છે અને ધો૭ પાસ કરીને ધો૮માં પ્રવેશ મેળવનારને આ બોન્ડની બમણી રકમ મળે છે. બાળ શિક્ષણ અને બાળ આરોગ્ય સંભાળની આટલી કાળજી આઝાદીના પ૦ વર્ષ સુધી કોઇ જ સરકારે લીધી નથી અને સમાજને પ્રાથમિક શિક્ષણની દુર્દશાથી પણ વંચિત રાખ્યો છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના બાળકોના ભવિષ્યને રોળી નાંખવાનું અક્ષમ્ય પાપ ભૂતકાળના શાસકોએ કર્યું તેનું દોષારોપણ કરવાના બદલે સમગ્રતયા સમાજ અને સરકારના સહિયારા પુરૂષાર્થથી પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

‘આ સરકાર એવી છે કે કન્યા કેળવણી અને શાળાપ્રવેશનું અભિયાન ઝૂકયા વગર, ટીકાટીપ્પણની પરવા કર્યા વગર, નકારાત્મક માનસિકતાથી ડગ્યા વગર દશ વર્ષની કઠોર તપસ્યા કરી છે’’ એમ તેમણે જણાવ્યું હતું. રાજકીય સત્તાસુખ અને પદભોગવટાની સ્વાર્થવૃતિમાં રાચતા એવા નેતાઓ કેટલાક સમાજમાં પેદા થયા જેણે ગરીબ પછાત કોમોની શિક્ષણની પરવા જ કરી નહીં, કારણ એમનો સમાજ શિક્ષિત બને તો એમના સ્વાર્થી ઇરાદા સામે શિક્ષિત સમાજ અવાજ ઉઠાવે એ તેમને મંજૂર નહોતું, પરંતુ આ સરકારને ગુજરાત શિક્ષણમાં દશ વર્ષ પહેલાં વીસમા સ્થાને હતું તેની પીડા થઇ અને આજે દશ વર્ષમાં ગુજરાતની બધી જ પ્રાથમિક શાળા અને આંગણવાડીના રંગરૂપ બદલીને તેની ગુણવત્તા ઉત્તમ બને તે માટે જહેમત ઉઠાવી એના પરિણામે સો ટકા શાળાપ્રવેશ થયો છે અને ડ્રોપ આઉટ માંડ બે ટકા રહ્યો છે એમ તેમણે જણાવ્યું હતું.

પીંપળી ગામે રૂા. બે કરોડના ખર્ચે નિર્મિત સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ દ્વારા ગરીબી, બિમારી અને લાચારી સામે લડવાની ગુજરાત સરકારની નેમ વ્યકત કરી હતી.

ધંધૂકા તાલુકાના પચ્છમમાં મુખ્યમંત્રીશ્રીએ વિશાળ મહિલા શકિતને દીકરીઓને ભણાવવાની પ્રેરક અપીલ કરતાં જણાવ્યું કે ગ્રામ પરિવારોની દિકરીઓમાં જે શકિત પડેલી છે તેને શિક્ષણ દ્વારા અનેક અવસર મળશે.

ગામમાં કોઇનું સંતાન અભણ રહે નહીં તે જોવાની અને શિક્ષણ આપતી શાળાનું વાતાવરણ ઉત્તમ બની રહે તે માટે જાગૃતિની જરૂર તેમણે સમજાવી હતી.

વટામણ અને પચ્છમમાં મુખ્યમંત્રીશ્રીએ યોગ નિદર્શન કરનારા બાળકો અને વાલીમંડળની પ્રવૃતિને બિરદાવી હતી. વર્ષો પહેલાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ બંને ગામોમાં પોતાના જૂના સંપર્કોની યાદ તાજી કરી હતી.