ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ આજે મોડી સાંજે હૈદરાબાદમાં અખંડ ભારતના શિલ્‍પી સરદાર વલ્લભભાઇ પટેલની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કર્યુ઼ હતું. આ પ્રસંગે ભાજપાના રાષ્‍ટ્રીય અગ્રણી શ્રી વૈંકૈયા નાયડુ તથા આંધ્રપ્રદેશ ભાજપા પ્રમુખ કિશન રેડ્ડી સહિત પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

કેશવ મેમોરિયલ એજ્‍યુકેશન સોસાયટીના વિદ્યાર્થીઓ સાથે મુખ્‍યમંત્રીશ્રીએ રસપ્રદ વાર્તાલાપ કરતાં જણાવ્‍યું કે જો સરદાર પટેલ દેશના પ્રધાનમંત્રી થયા હોત તો આજે દેશ જે સંકટો સામે ઝઝુમી રહ્યો છે તે સ્‍થિતિ જ પેદા થઇ ન હોત. મુખ્‍યમંત્રીશ્રીએ આ યુવા વિદ્યાર્થીઓને નર્મદા ડેમ પર નિર્માણ થઇ રહેલા સરદાર પટેલ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિની પણ ભૂમિકા આપી હતી.

મુખ્‍યમંત્રીશ્રીએ સરદાર પટેલ મેમોરિયલમાં બાળકો સાથે સરદાર સાહેબના જીવનના પ્રેરક પ્રસંગો વિષે પણ રસપ્રદ ચર્ચા કરી હતી.