ઉત્તરપ્રદેશનાં લખિમપુરમાં એક રેલીને સંબોધતા શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સમાજવાદી પક્ષની સરકારને નિશાન બનાવી હતી અને કહ્યું હતું કે, “ઉત્તરપ્રદેશમાં અપરાધનો દર વધી રહ્યો છે. રાજ્યમાં મહિલાઓની સતામણીની ઘટનાઓમાં વધારો થયો છે. જેલમાં બંધ અપરાધીઓ પણ ત્યાંથી તેમની ટોળકીઓને ઓપરેટ કરે છે. આ ટોળકીઓ લોકોની હત્યા કરે છે, તેઓ બળાત્કાર, અપહરણ અને તોફાનો કરાવે છે.” તેમણે મુખ્યમંત્રી પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે, “આ તમારું કામ બોલી રહ્યું છે કે તમારા કારનામાં”
Login or Register to add your comment