Mr. Jacques Audibert, Diplomatic Advisor to the French President meets Prime Minister Modi

ફ્રાંસના રાષ્ટ્રપતિના રાજદ્વારી સલાહકાર શ્રી જેકસ આઉડીબર્ટ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ વર્ષ 2015માં તેમની ફ્રાંસની મુલાકાત અને વર્ષ 2016માં પ્રજાસત્તાક દિને મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ હોલાન્દેની મુલાકાતને યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મુલાકાતોના આદાનપ્રદાને આગામી વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટેનો પાયો નાંખ્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાંસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો સંરક્ષણ, અંતરિક્ષ અને નાગરિક પરમાણુ સહકારના ત્રિસ્તરીય ક્ષેત્રોથી આગળ વધ્યા છે અને તેમાં વિવિધ ક્ષેત્રોને, ખાસ કરીને આતંકવાદવિરોધી, દરિયાઈ સુરક્ષા અને અક્ષય ઊર્જાના ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ આબોહવામાં ફેરફાર સામે વૈશ્વિક પ્રયાસોમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની રચનાને મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું હતું અને આ પહેલમાં ફ્રાંસના સાથસહકાર બદલ પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ સ્માર્ટ સિટીઝ, શહેરી પરિવહન અને માળખાગત વિકાસમાં દ્વિપક્ષીય વિસ્તૃત સહકાર માટે અપીલ કરી હતી.