નમામિ ગંગે

Published By : Admin | January 1, 2016 | 01:01 IST

મે, 2014માં પ્રધાનમંત્રી મોદી જ્યારે સંસદમાં ઉત્તર પ્રદેશમાં ગંગા કિનારે સ્થિત વારાણસીની બેઠક પરથી ચૂંટાયા ત્યારે તેમણે જણાવ્યું હતું કે મા ગંગાની સેવા મળી એ મારું સદભાગ્ય છે’.

ગંગા નદી માત્ર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે એવું નથી, પરંતુ દેશની કુલ વસતીમાંથી 40 ટકા વસતી તેના કિનારે વસે છે. વર્ષ 2014માં ન્યુયોર્કમાં મેડિસન સ્ક્વેર ખાતે ભારતીય સમુદાયને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “જો આપણે ગંગાને સ્વચ્છ કરી શકીશું તો દેશની 40 ટકા વસતીને ઘણી મોટી મદદ મળશે. એટલે, ગંગાની સફાઈ પણ આર્થિક એજન્ડા છે.”

આ સ્વપ્નને હકીકતમાં ફેરવવા માટે સરકારે નમામિ ગંગે નામે સુગ્રથિત ગંગા જાળવણી અભિયાન શરૂ કર્યું, જેથી ગંગા નદીનું પ્રદૂષણ અટકાવી શકાય અને નદીને પુનઃજીવિત કરી શકાય. નદીને સ્વચ્છ કરવા, બજેટને ચાર ગણું વધારવા અને કેન્દ્ર સરકારનો 100 ટકા હિસ્સો ધરાવતી કેન્દ્રિય ક્ષેત્રની યોજના માટે વર્ષ 2019-20 સુધીમાં રૂ. 20,000 કરોડ ખર્ચ કરવાની કેન્દ્ર સરકારની પ્રસ્તાવિત કાર્યયોજનાને કેન્દ્રિય મંત્રીમંડળે મંજૂરી આપી હતી.

ગંગાના કાયાકલ્પનો પડકાર બહુ-ક્ષેત્રીય, બહુપરિમાણીય અને બહુપક્ષીય હોવાથી મંત્રાલયોમાં પરસ્પર અને કેન્દ્ર તેમજ રાજ્ય વચ્ચે સંકલન સુધારવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને કાર્યયોજના ઘડવામાં તેમજ કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ દેખરેખમાં તેમને વધુ પ્રમાણમાં સામેલ કરવામાં આવ્યાં.

કાર્યક્રમના અમલીકરણને વિભાજિત કરવામાં આવ્યું - પ્રવેશ કક્ષાની પ્રવૃત્તિઓ (તાત્કાલિક દેખાય તેવી અસર માટે), મધ્યમ ગાળાની પ્રવૃત્તિઓ (પાંચ વર્ષના ગાળામાં અમલ કરવા), અને લાંબા ગાળાની પ્રવૃત્તિઓ (10 વર્ષના ગાળામાં અમલ કરવા).

પ્રવેશ કક્ષાની પ્રવૃત્તિઓ આ મુજબ છે - તરતો ઘન કચરો હટાવવા માટે નદીની સપાટીની સફાઈ કરવી, ઘન અને પ્રવાહી કચરાનું પ્રદૂષણ અટકાવવા ગામડાંઓમાં ગટર વ્યવસ્થા અને શૌચાલયોનાં બાંધકામ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા લાવવી, નદીમાં બળ્યા વિનાનાં કે અડધાં બળેલાં મૃતદેહો ફેંકવાનું અટકાવવા માટે સ્મશાનગૃહોનો જીર્ણોદ્ધાર, નવિનીકરણ અને બાંધકામ કરવું, માનવી અને નદી વચ્ચેનું જોડાણ વધુ ઘનિષ્ઠ બનાવવા માટે ઘાટની મરમ્મત, આધુનિકીકરણ અને બાંધકામ કરવું.

મધ્યમ ગાળાની પ્રવૃત્તિઓમાં નગરપાલિકાનું અને ઔદ્યોગિક પ્રદૂષણ નદીમાં પ્રવેશતા અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નગરપાલિકાની ગટરો દ્વારા ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે આવતાં પાંચ વર્ષમાં 2500 મિલિયન લિટરની દૈનિક ક્ષમતા ધરાવતી વધારાની ટ્રીટમેન્ટ ક્ષમતાઓ ઊભી કરવામાં આવશે. કાર્યક્રમને વધુ સક્ષમ, ઉત્તરદાયી અને લાંબા ગાળામાં સાતત્યપૂર્ણ બનાવવા માટે મહત્ત્વનાં નાણાંકીય સુધારા કરવામાં આવી રહ્યા છે. હાલમાં કેન્દ્રિય મંત્રીમંડળ પ્રોજેક્ટના અમલીકરણ માટે હાઈબ્રિડ એન્યુઈટી આધારિત જાહેર ખાનગી ભાગીદારીનું મોડેલ ધ્યાન પર લઈ રહ્યું છે. જો તેને મંજૂરી મળશે તો સ્પેશિયલ પરપઝ વ્હીકલ તમામ મુખ્ય શહેરોમાં સવલતોની વ્યવસ્થા સંભાળશે, ટ્રીટેડ વૉટર માટે બજાર વિકસાવવામાં આવશે અને અસ્ક્યામતોની લાંબા ગાળાની સ્થિરતા સુનિશ્ચિત કરવામાં આવશે.

ઔદ્યોગિક પ્રદૂષણ અટકાવવા માટે વધુ ચુસ્ત અમલીકરણ દ્વારા નિયમપાલન વધુ સુદૃઢ બનાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. ગંગા ખાતે સ્થિત ધરખમ પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોને પ્રવાહી બગાડનું પ્રમાણ અને ગંદકી ઘટાડવા માટે અથવા પ્રવાહી બગાડ સંપૂર્ણ બંધ થાય તેવી વ્યવસ્થા અમલમાં મુકવાના આદેશ અપાયા છે. આ સૂચનાઓના અમલ માટે પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડની કાર્યયોજના તૈયાર થઈ ગઈ છે અને દરેક શ્રેણીના ઉદ્યોગ માટે વિગતવાર સલાહસૂચનો સાથે અમલીકરણની સમયમર્યાદા આપી દેવામાં આવી છે. તમામ ઉદ્યોગોએ પ્રવાહી બગાડ પર દેખરેખ માટે વાસ્તવિક સમય દર્શાવતાં ઓનલાઈન સ્ટેશનો સ્થાપવા ફરજિયાત છે.

આ પ્રવૃત્તિઓ ઉપરાંત, જૈવવિવિધતાની જાળવણી, વનીકરણ અને પાણીની ગુણવત્તા પર દેખરેખ જેવી પ્રવૃત્તિઓ પણ આ કાર્યક્રમ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે. ગોલ્ડન મહાસીર, ડોલ્ફિન,ઘડિયાળ, કાચબા, ઓટર વગેરે જેવા મહત્ત્વની દુર્લભ જાતિઓના સંરક્ષણ માટેના કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. એ જ રીતે, નમામિ ગંગે હેઠળ 30000 હેક્ટર જમીન ભૂમિજળમાં વૃદ્ધિ કરવા, ધોવાણ ઘટાડવા અને નદીની ઈકોસિસ્ટમ સુધારવા માટે જંગલમાં પરિવર્તિત કરાશે. વનીકરણનો કાર્યક્રમ વર્ષ 2016માં અમલી બનાવાશે. ઉપરાંત, 113 જેટલાં રીયલ ટાઈમ જળ ગુણવત્તા દેખરેખ કેન્દ્ર સ્થાપીને પાણીની ગુણવત્તા પર વ્યાપક દેખરેખ રાખવામાં આવશે.

લાંબા ગાળાની પ્રવૃત્તિઓમાં ઈ-ફ્લોના નિરાકરણ દ્વારા નદીને પૂરતો પ્રવાહ આપવો, પાણીના વપરાશની ક્ષમતા વધારવી અને સપાટી પરની સિંચાઈની ક્ષમતા વધારવાનો સમાવેશ થાય છે.

એ નોંધવું મહત્ત્વનું છે કે સામાજિક-આર્થિક અને સાંસ્કૃતિક મહત્ત્વને કારણે તેમજ તેનો વિવિધ હેતુસર ગેરલાભ લેવાઈ રહ્યો હોવાથી ગંગા નદીની સફાઈ અત્યંત જટિલ પ્રક્રિયા છે. વિશ્વમાં ક્યાંયે આટલો જટિલ કાર્યક્રમ અમલી નથી બન્યો અને આ કાર્યક્રમને તમામ ક્ષેત્રો તેમજ દેશના પ્રત્યેક નાગરિકનો સહયોગ જરૂરી છે. આપણે પ્રત્યેક વ્યક્તિ ગંગા નદીની સફાઈ માટે આપણું યોગદાન આપી શકીએ તેવાં અનેક રસ્તાઓ છે :

  • નાણાંકીય યોગદાન : ગંગાની લંબાઈ અને વસતીના જતન સાથે નદીની ગુણવત્તા પુનઃસ્થાપિત કરવા માટે વિશાળ રોકાણો જરૂરી છે. સરકારે આ માટે અંદાજપત્રમાં ચાર ગણી વધુ જોગવાઈ કરી છે, પરંતુ હજુ જરૂરિયાત જેટલું ભંડોળ મળતું નથી. ગંગા નદીને સ્વચ્છ બનાવવા નાણાંકીય યોગદાન આપવાનો મંચ સહુને પૂરો પાડવા માટે ક્લીન ગંગા ફંડ શરૂ કરાયું છે.
  • ઘટાડો, પુનઃ ઉપયોગ અને પુનઃપ્રાપ્તિ : આપણામાંના મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે આપણાં ઘરોમાં વપરાયેલું પાણી અને ગંદવાડ જો યોગ્ય રીતે નિકાલ ન પામ્યા હોય તો નદીઓમાં છોડાય છે. સરકાર શૌચાલયો બંધાવી રહી છે, પરંતુ નાગરિકો પાણીનો વપરાશ અને ગંદવાડનું પ્રમાણ ઘટાડી શકે છે. વપરાયેલા પાણી અને સેન્દ્રિય કચરો તેમજ પ્લાસ્ટિક્સનો પુનઃ વપરાશ અને પુનઃ પ્રાપ્તિ આ કાર્યક્રમને ઘણી ફાયદાકારક બનશે.

 ચાલો, આપણી સંસ્કૃતિની પ્રતિક તેમજ આપણાં સંસ્કાર અને વારસાના સાર એવી આપણી રાષ્ટ્રીય નદી ગંગાને બચાવવા આપણે હાથ મિલાવીએ!

Explore More
PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha

Popular Speeches

PM Modi's reply to Motion of thanks to President’s Address in Lok Sabha
Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days

Media Coverage

Modi govt's next transformative idea, 80mn connections under Ujjwala in 100 days
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister also visited the Shaheed Sthal
March 15, 2019

Prime Minister also visited the Shaheed Sthal