"Narendra Modi addresses closing ceremony of Swami Vivekananda’s 150th birth anniversary celebrations"
"Swami Vivekananda was a true visionary. He dreamt of a Jagat Guru Bharat: Narendra Modi"
"Several initiatives were taken in Gujarat as a part of Swami Vivekananda’s 150th birth anniversary celebrations: Narendra Modi"
"I am sure the youth is deeply inspired by Swami Vivekananda and will carry forward his ideals for India’s growth: Narendra Modi"
"We want our daughters to be equal partners in this journey towards Rashtra Nirman: Narendra Modi"

ગુજરાતની આગવી પહેલ વિવેકાનંદ ૧પ૦મી જન્મજયંતી વર્ષની ઉજવણીનું શાનદાર સમાપન

મહાત્મા મંદિરમાં વિવેકાનંદ યુવા કેન્દ્રોના ૬૦૦૦ ડેલીગેટનું સંમેલન

વિવેકાનંદનો ભારત માતાને વિશ્વગુરૂ બનાવવાનો સંકલ્પ સાકાર કરવા યુવાશક્તિ પ્રતિબદ્ધ

સ્વામિ વિવેકાનંદના સપનાનું ભારત કૌશલ્યવાન યુવાશક્તિ બનાવશેઃ મુખ્ય મંત્રીશ્રી

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની યુવાશક્તિને કૌશલ્યવાન બનાવીને ભારત માતા જગદગુરૂ બનશે એવા વિવેકાનંદના સપનાના ભારતનું નિર્માણ કરવા આહવાન કર્યું હતું.

યુવાશક્તિ ઉપર અપાર વિશ્વાસ મુકીને વિવેકાનંદે ભારતના યુવાનો સમાજ, રાજ્ય અને માનવજાત માટે ઉપયોગમાં આવે તે માટે આજે સંકલ્પ કરવા અનુરોધ કર્યો હતો.

સ્વામિ વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી સમગ્ર દેશમાં ગુજરાતે પહેલ કરીને ૧૧ જાન્યુઆરી, ર૦૧રથી શરૂ કરી હતી અને યુવા વર્ષ જાહેર કરી તેનું ફોકસ-સ્કીલ ડેવલપમેન્ટ રાખ્યું હતું. બે વર્ષ દરમિયાન ગુજરાતમાં યુવાનોના સદૈવ પ્રેરણાસ્ત્રોત એવા વિવેકાનંદના જીવન આદર્શો અને વિચારોના લોકશિક્ષણ માટે અનેકવિધ અભિયાનો સંપન્ન થયા હતા. આજે જુદી જુદી શાળા-કોલેજોની વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને મુખ્ય મંત્રીશ્રીના હસ્તે પુરસ્કારો અને પ્રશસ્તિપત્રો એનાયત થયા હતા.

મુખ્ય મંત્રીશ્રીએ વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી ઉજવણી સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારે હાથ ધરેલી તેનો નિર્દેશ કરતાં જણાવ્યું કે, આજે જયારે ચારે તરફ આદર્શનો અભાવ અને મૂલ્યોનો અવકાશ અનુભવાતો હોય ત્યારે સ્વામિ વિવેકાનંદનું આદર્શ જીવન યુવાનોને રાષ્ટ્ર્ભક્તની જયોત પ્રગટાવવા માટે પ્રેરણાદાયી છે. એક સન્યા‍સી એટલે શું એ વિવેકાનંદે આત્મવિશ્વાસથી ભરેલા યુવાશક્તિનો સાક્ષાત્કાર કરાવ્યો છે.

વિશ્વ અને પશ્ચિમ સમક્ષ ભારતની સાચી આધ્યાત્મિક પરંપરા અને સંસ્કૃતિની સાચી ઓળખ વિવેકાનંદે વિશ્વની માનવજાત સમક્ષ મુકવા અમેરિકાની વિશ્વધર્મ પરિષદમાં તેમણે ભારતના ગુલામીકાળમાં પણ ભારતની મહાન વિરાસતનો સાક્ષાત્કાર કરાવ્યો હતો. પોતાના વ્યક્તિત્વ માટે, પ્રતિષ્ઠા માટે નહીં પણ ભારત માતાની મહાન જ્ઞાન-સંસ્કૃતિ માટે તેમણે અમેરિકાની ધરતી ઉપર સંદેશ આપેલો એમ તેમણે જણાવ્યું હતું.

સ્વામિ વિવેકાનંદ સમયની પેલે પાર પામી શકનારા દીર્ઘદ્રષ્ટા હતા. ૩૯ વર્ષની ઉંમરે પોતે અનંતયાત્રાએ ચાલી નીકળશે એવી ભવિષ્યવાણી કરનારા વિવેકાનંદે ૧૮૯૭માં પચાસ વર્ષ પછી ભારત આઝાદ બનવાનું છે એમ માનીને યુવાનોને દેવદેવીની ભક્તિ બાજુ પર મુકી ભારત માતાની સેવા માટે આહવાન કર્યું હતું. ભારત માતા જગદગુરૂ બનશે એવી ભવિષ્યવાણીને સાકાર કરવા તેમણે દેશના યુવાનો ઉપર ભરોસો મુકયો હતો.

મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના અવસરને ગુજરાતે યુવાવર્ષ તરીકે ઉજવીને ગામેગામ યુવાનોના કૌશલ્ય‍ સામર્થ્ય માટેના અભિયાનો ઉપાડયા હતા. ડિગ્રીના ફોર્મસ એજ્યુકેશનને બદલે તેનો સ્કીલ ટ્રેઇનીંગ આપીને કૌશલ્યે વિકાસ થાય ને ભારતના વિકાસમાં તેની શક્તિનું યોગદાન આપી શકશે.

Narendra Modi addresses closing ceremony of Swami Vivekananda’s 150th birth anniversary celebrations

ગુજરાતે સમગ્ર હિન્દુસ્તાનમાં કૌશલ્યવર્ધન માટે નમૂનારૂપ સર્વાગીણ ઉત્તમ માળખાકીય આયોજન અને સુવિધાનું મોડેલ વિકસાવ્યું જેને ભારતના પ્રધાનમંત્રીશ્રીએ ઉત્તમ સ્કીલ ડેવલપમેન્ટનો નેશનલ એવોર્ડ આપ્યો અને અન્ય્ રાજ્યોને તેને અનુસરવા જણાવેલું છે. ગુજરાતના કૌશલ્યો વર્ધન કેન્દ્રો એ ૬૦ ટકા તો મહિલાશક્તિનું કૌશલ્ય વર્ધન કર્યું છે.

જયાં યુવક તેજસ્વી હોય, ઓજસ્વી હોય એવા રાષ્ટ્ર નિર્માણ માટે વિવેકાનંદે યુવાનોને આદર્શ આપ્યો હતો. સમાજમાં કુરૂઢિઓ અને કુરિવાજો સામે મક્કમતાથી લડવાની તાકાત તત્કાલિન સમાજમાં તેમણે હિન્દુ સંસ્કૃતિના વિરાસત માટેના પ્રેમાંધતા બતાવી હતી એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

સ્વામિ રામકૃષ્ણસ પરમહંસને ગુરૂ બનાવનારા વિવેકાનંદમાં કેવી તપસ્યા્ અને સમર્પણ હશે તેનું દ્રષ્ટાંત આપતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્‍યું કે, રામકૃષ્ણમિશનના નામે તેમણે માનવસેવાનું મહાન કાર્ય કર્યું તેવો ધાર્મિકતાના બંધન માટે નહીં પણ સમાજના છેવાડાના માનવીના કલ્યાણ માટેનો જ ભાવ હતો.

પ્રારંભમાં રમતગમત, યુવક-સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી શ્રી રમણલાલ વોરાએ સ્વાગત પ્રવચનમાં રાજ્યમાં સ્વામી વિવેકાનંદજીની ૧૫૦મી જન્મતજયંતી ઉપલક્ષ્યમાં યુવાશક્તિ વર્ષ ઉજવવાની ગુજરાતની અભિનવ પહેલ અને વિવિધ કાર્યક્રમોની સફળતાની રૂપરેખા આપી હતી.

મુખ્ય મંત્રીશ્રીએ આ પ્રસંગે બે પુસ્તફકો શ્રી નિખીલેશ્વરાનંદજીના પુસ્તક ‘‘વિવેકાનંદ ગુજરાતમાં’’ તથા શ્રી વિષ્ણુ પંડયા લિખિત ‘‘ઉતિષ્ઠિત ગુજરાત’’ના વિમોચન સંપન્ન કર્યા હતા તથા શિક્ષણ વિભાગ આયોજિત વિવેકાનંદ જીવન-કવન વિષયક નિબંધ-વક્તૃત્વ્ સ્પુર્ધાના શાળા, કોલેજ, યુનિવર્સિટી કક્ષાના વિજેતા વિદ્યાર્થીઓને અને તેમના માર્ગદર્શક શિક્ષકોને પુરસ્કાવરો-પ્રશસ્તિપત્રોથી સન્માનિત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ નારીશક્તિના પ્રતિક સમાન અરૂણિમા સિંહા જેણે કૃત્રિમ પગના સહારે એવરેસ્ટ શિખર સર કર્યું છે તેનું સન્માન-ગૌરવ કર્યું હતું.

આ સમારોહમાં રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સર્વશ્રી નીતિનભાઈ પટેલ, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, બાબુભાઇ બોખિરીયા, રાજ્ય મંત્રીઓ સર્વ શ્રી પ્રદીપસિંહજી જાડેજા, શ્રીમતી વસુબેન ત્રિવેદી, નાનુભાઈ વાનાણી તેમજ વિધાનસભા ઉપાધ્યક્ષ શ્રી મંગુભાઈ પટેલ અને પદાધિકારીઓ તથા ઉચ્ચસ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં યુવાનો-વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Narendra Modi addresses closing ceremony of Swami Vivekananda’s 150th birth anniversary celebrations

Narendra Modi addresses closing ceremony of Swami Vivekananda’s 150th birth anniversary celebrations

Narendra Modi addresses closing ceremony of Swami Vivekananda’s 150th birth anniversary celebrations

Narendra Modi addresses closing ceremony of Swami Vivekananda’s 150th birth anniversary celebrations

Narendra Modi addresses closing ceremony of Swami Vivekananda’s 150th birth anniversary celebrations