PM Modi calls for promotion of sports and cultural exchanges between states
A digital movement in the nation is going on and the youth are at the core of this: PM
India has tremendous scope to expand it's tourism sector that can draw the world: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના પ્રવાસન, સંસ્કૃતિ અને રમત-ગમત મંત્રીઓ અને સચિવોની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન સંબોધન (વીડિયો કોન્ફરન્સ મારફતે) કર્યું હતું. આ પરિષદનું આયોજન ગુજરાતના કચ્છમાં થયું છે.

પ્રધાનમંત્રીએ રમત-ગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સક્ષમ બનાવે તેવા સંસ્થાકીય માળખા માટેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્ય સરકારો વિવિધ રમતોને લોકપ્રિય બનાવવા માટે આતુર રહેશે. તેમણે જણાવ્યું હતું કે, જિલ્લા સ્તરે યોગ્ય મેપિંગની જરૂર છે, જેથી આપણે આપણી વિવિધ પ્રતિભાઓને સમજી શકીએ છીએ અને તે મુજબ માળખાગત યોજના બનાવી શકીએ.

તેમણે કહ્યું હતું કે, જ્યાં સુધી પ્રવાસનનો સંબંધ છે, ત્યાં સુધી ભારતમાં ઘણી સંભવિતતા છે અને આ જ સંભવિતતા દુનિયાને ભારત તરફ આકર્ષી શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની યુવા પેઢી ડિજિટલ પહેલો અને સ્વચ્છ ભારત અભિયાન જેવા મુખ્ય કાર્યક્રમોને વેગ આપી રહી છે. તેમણે સૂચવ્યું હતું કે, દરેક રાજ્યે કેટલાક સ્થળો પસંદ કરવા જોઈએ, વૈશ્વિક કક્ષાનું પ્રવાસન માળખું ઊભું કરવું જોઈએ અને દુનિયાના પ્રવાસીઓને ત્યાં આકર્ષવા જોઈએ.

પ્રધાનમંત્રીએ પરિષદ માટે એકત્ર થયેલા પ્રતિનિધિઓને રાજ્યો વચ્ચે વિવિધ પારસ્પરિક પહેલો મારફતે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો અમલ કરીને કામ કરવા વિનંતી કરી હતી.

આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણી અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) શ્રી વિજય ગોએલ અને ડો. મહેશ શર્મા ઉપસ્થિત રહ્યા હતા.