What do you think NDA Govt’s move of banning old Rs. 500 & Rs. 1000 currency notes? Take a survey & submit your views on the NM App

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારે તાજેતરમાં રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટોના સંબંધમાં લીધેલા નિર્ણય પર લોકો પાસેથી અભિપ્રાયો મગાવ્યા છે.

લોકો 10 પ્રશ્રોને સમાવતા સર્વે મારફતે તેમના અભિપ્રાયો રજૂ કરી શકે છે. આ સર્વે નરેન્દ્ર મોદી એપ મારફતે ઉપલબ્ધ છે. આ સર્વેની લિન્ક વહેંચી પ્રધાનમંત્રીએ આજે ટ્વીટ કર્યું હતું કે, તેઓ આ નિર્ણયના સંબંધમાં લોકો પાસેથી સીધા અભિપ્રાયો જાણવા ઇચ્છે છે.

સર્વેમાં 10 પ્રશ્રો નીચે મુજબ છેઃ

1. તમે માનો છો કે ભારતમાં કાળું નાણું અસ્તિત્વમાં છે? અ. હા બ. ના

2. તમે માનો છે કે ભ્રષ્ટાચાર અને કાળું નાણું દૂર કરવા લડાઈ જરૂરી છે અને તેને નાબૂદ કરવું પડશે?
અ. હા બ. ના

3. સંપૂર્ણપણે જોઈએ તો કાળું નાણું નિયંત્રણમાં લેવા સરકારે લીધેલા પગલા વિશે તમે શું માનો છો?

4. અત્યાર સુધી મોદી સરકારના ભ્રષ્ટાચાર સામેના પ્રયાસો વિશે તમે શું માનો છો? 1થી 5ના માપ પર અભિપ્રાય આપો – ઉત્કૃષ્ટ, અતિ સારી, સારી, ઠીકઠીક, વ્યર્થ

5. મોદી સરકારના રૂ. 500 અને રૂ. 1,000ની ચલણી નોટો પર પ્રતિબંધ મૂકવાના કદમ વિશે તમે શું માનો છો? અ. યોગ્ય દિશામાં સારું પગલું બ. સારું પગલું ક. કોઈ ફરક નહીં પડે

6. તમે માનો છો કે ડિમોનેટાઇઝેશનથી કાળું નાણું, ભ્રષ્ટાચાર અને આતંકવાદને નિયંત્રણમાં લેવામાં મદદ મળશે? અ. તેની તાત્કાલિક અસર થશે બ. મધ્યમથી લાંબા ગાળે અસર થશે ક. ઓછામાં ઓછી અસર થશે ડ. ખબર નથી

7. ડિમોનેટાઇઝેશનથી રિયલ એસ્ટેટ, ઉચ્ચ શિક્ષણ, હેલ્થકેર સામાન્ય નાગરિકની પહોંચમાં આવશે અ. સંપૂર્ણપણે સંમત બ. આંશિક સંમત ક. કહી ન શકાય

8. આપણી ભ્રષ્ટાચાર, કાળું નાણું, આતંકવાદ અને બનાવટી નોટોને નિયંત્રણમાં લાવવાની લડાઈમાં તમને મુશ્કેલી પડી હતી અને તેમાં તમને વાંધો છે? અ. બિલકુલ નહીં બ. થોડી મુશ્કેલી પડી હતી, પણ તે દેશના હિતમાં હતી ક. હા

9. તમે માનો છો કે કેટલાક ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તાઓ અત્યારે ખરેખર કાળું નાણું, ભ્રષ્ટાચાર અને આતંકવાદના ટેકામાં લડી રહ્યા છે? અ. હા બ. ના

10. તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કોઈ વિચારો કે સૂચનો વહેંચવા ઇચ્છો છો?

આ સર્વે પ્રધાનમંત્રીના સહભાગી શાસન સાથે જોડાયેલ છે તથા મુખ્ય નીતિગત અને અમલીકરણ બાબતો પર ભારતના લોકોના અભિપ્રાયો સીધા મેળવે છે.

પ્રધાનમંત્રી રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો પરત ખેંચવાના નિર્ણય પર સ્પષ્ટ અને સટિક જવાબો મેળવવા ઇચ્છે છે. તેમણે અમલીકરણને વધારે મજબૂત કેવી રીતે બનાવવું તેના પર પણ પ્રતિક્રિયા માગી છે.

પ્રધાનમંત્રી મુખ્યત્વે લોકો સાથે સીધા જોડાવામાં માને છે, જે સર્વેમાં સંપૂર્ણપણે દેખાય છે.