PM Modi campaigns in Bijnor, Uttar Pradesh, urges people to vote for BJP
Shri Modi questions Samajwadi party for attacking & getting BJP workers arrested without reason
Farmer welfare is most vital for us. Our Government has brought the Pradhan Mantri Fasal Bima Yojana: PM
Chaudhary Charan Singh Kisan Kalyan Kosh would be created for farmers’ welfare, says Shri Modi
People in UP must question the SP government that what development works have been done in the state in last five years: Shri Modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના બિજનોરમાં ચૂંટણીનો પ્રચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશનાં લોકોમાં ઉત્સાહ જોઈને તે બાબત સ્પષ્ટ છે કે રાજ્ય પરિવર્તન ઇચ્છે છે. તેમણે લોકોને ચૂંટણીમાં ભાજપની સરકાર બનાવવા માટે મતદાન કરવાની અપીલ કરી હતી.

શ્રી મોદીએ સમાજવાદી પક્ષની સરકારને નિશાન બનાવીને કહ્યું હતું કે, “વિધાનસભાના દરેક સેગમેન્ટમાં ભાજપના કાર્યકર્તાઓની ધરપકડ વિના વાંકે કરવામાં આવે છે. આ રીતે સરકાર ચાલવી જોઈએ? રાજકીય હરિફો સામે કાયદાનો દૂરુપયોગ કરવો જોઈએ?”

તેમણે આરોપ મૂક્યો હતો કે રાજ્યમાં સમાજવાદી પક્ષની સરકાર ગરીબો અને પ્રામાણિક નાગરિકોના હિતોનું રક્ષણ કરી શકી નથી. શ્રી મોદીએ રાજ્યમાં અપરાધની વધતી ઘટનાઓનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, “રાજ્યમાં બળાત્કારની કમનસીબ ઘટનાઓ ઘટી પછી સમાજવાદી પક્ષના નેતાઓએ શું કહ્યું હતું? તેમની આ પ્રકારની અપમાનજનક ટિપ્પણીઓ અસ્વીકાર્ય છે.”

શ્રી મોદીએ કોંગ્રેસને પણ નિશાન બનાવી હતી અને કહ્યું હતું કે, તે તેનું અસ્તિત્વ બચાવવા કંઈ પણ કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસ તેનું અસ્તિત્વ ટકાવવા કંઈ પણ કરી શકે છે. અરે, તે જેની સામે વર્ષોથી લડી હતી એ સમાજવાદી પક્ષ સાથે પણ જોડાણ કરી શકે છે.”

પ્રધાનમંત્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, ભાજપની સરકાર માટે શેરડીના ખેડૂતોનું કલ્યાણ સર્વોપરી છે. તેમણે ઉમેર્યું હતું કે, “ઉત્તરપ્રદેશમાં શેરડીના ખેડૂતોને તેમની બાકી નીકળતી રકમ કેમ મળતી નથી? ખેડૂતોને શા માટે ન્યાય મળતો નથી? અમે તેમની બાકી નીકળતી રકમ મળે તેવી સુનિશ્ચિતતા કરીશું.”

પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, “અમારા માટે ખેડૂતોનું કલ્યાણ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. અમારી સરકારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના રજૂ કરી છે. તે આપણા ખેડૂતો માટે લઘુતમ પ્રીમિયમ અને મહત્તમ વીમો સુનિશ્ચિત કરે છે.”

તેમણે એવું પણ કહ્યું હતું કે, ખેડૂતોના કલ્યાણ માટે ચૌધરી ચરણસિંહ કિસાન કલ્યાણ કોષની રચના કરવામાં આવશે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશના લોકો નબળી રાજ્ય સરકારને લાયક નહોતા, જે તેમની સુખાકારી માટે કામ કરતી નથી. તેમણે કહ્યું હતું કે, “કેન્દ્ર સરકારે સંસાધનોની ફાળવણી કરવાં છતાં રાજ્ય સરકાર રાજ્યની જનતાના કલ્યાણ માટે તેનો ઉપયોગ કરતી નથી. ઉત્તરપ્રદેશની જનતાએ સમાજવાદી પક્ષની સરકારને પૂછવું જોઈએ કે છેલ્લાં પાંચ વર્ષમાં રાજ્યમાં વિકાસના કયા કાર્યો થયાં છે?” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “તેમણે તેમની ચૂંટણીનાં પ્રચારની શરૂઆત રાજ્યના કુદરતી સંસાધનોની લૂંટ કરનાર નેતાને મંચ પર રાખીને કરી હતી.”

આ પ્રસંગે પક્ષનાં કેટલાંક કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યાહતાં.

Click here to read the full text speech