PM Modi campaigns in Haridwar, Uttarakhand
Dev Bhoomi Uttarakhand does not deserve a tainted and corrupt government: PM Modi
Atal ji created Uttarakhand with great hope and promise but successive governments did not fulfil his dreams: PM
Uttarakhand needs two engines, the state government under BJP and the Central government to take the state to new heights: PM
BJP is dedicated to open up new avenues for youth and ensure welfare of farmers: Shri Modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડના હરિદ્વારમાં વિશાળ જાહેર સભાને સંબોધી હતી. શ્રી મોદીએ મોટી સંખ્યામાં રેલીમાં હાજર રહેવા બદલ લોકોનો આભાર માન્યો હતો.

શ્રી મોદીએ કહ્યું હતું કે, ઉત્તરાખંડ દેવભૂમિ હતી, જે ભ્રષ્ટ અને કલંકિત સરકારને લાયક નહોતી. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, “ઉત્તરાખંડમાં સરકારનો ભ્રષ્ટાચાર જગજાહેર છે, પણ નેતૃત્વને તેની કોઈ દરકાર જ નથી..

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ઉત્તરાખંડના લોકો સમક્ષ પ્રશ્ર ચૂંટણી કે ઉમેદવારનો જ નથી, પણ એવુંરાજ્ય બનાવવાનો છે જેના પર સૌને ગર્વ હોય. તેમણે કહ્યું હતું કે, “જ્યારે બાળક 16 કે 17 વર્ષનું થાય છે, ત્યારે તે તેના જીવનના અતિ મહત્ત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ કરે છે. આગામી વર્ષો પણ મહત્ત્વપૂર્ણ છે. તે જ રીતે ઉત્તરાખંડની રચના વર્ષ 2000માં થઈ હતી અને રાજ્ય અતિ મહત્ત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ્યું છે એટલે રાજ્ય માટે આગામી પાંચ વર્ષ મહત્ત્વપૂર્ણ બની રહેશે”

શ્રી મોદીએ ઉત્તરાખંડની રચનામાં પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીના પ્રદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “અટલજીએ આશા અને અપેક્ષા સાથે ઉત્તરાખંડની રચના કરી હતી. રાજ્યનું ધ્યાન રાખવું કેન્દ્રની જવાબદારી હતી. પણ તે પછીની સરકારોએ એવું કર્યું નહોતું. તેમણે અટલજીના સ્વપ્નો પૂર્ણ કર્યાં નહોતા.”

શ્રી મોદીએ એવું પણ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ઉત્તરાખંડને સમૃદ્ધ બનાવવા ઇચ્છતી હતી એટલે શ્રેષ્ઠ માર્ગો સાથે ચાર ધામને જોડવા રૂ. 12,000 કરોડની ફાળવણી કરી હતી. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “ઉત્તરાખંડને બે એન્જિનની જરૂર છે - ભાજપના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, જે રાજ્યને નવી ઊંચાઈએ લઈ જશે..

શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, ભાજપ માટે ઉત્તરાખંડનો વિકાસ સર્વોપરી હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપ યુવાનો માટે નવી તકો ઊભી કરવા અને ખેડૂતોના કલ્યાણને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ હતી. શ્રી મોદીએ એ બાબત પર પણ ધ્યાન દોર્યું હતું કે, જ્યારે તાજેતરમાં ધરતીકંપ આવ્યો હતો, ત્યારે કેન્દ્ર સરકારે કેવી રીતે ત્વરિત કામગીરી કરી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “જ્યારે થોડા દિવસ અગાઉ ધરતીકંપ આવ્યો હતો, ત્યારે પ્રધાનમંત્રી કાર્યાલયે સ્થિતિ પર સતત નજર રાખી હતી. રાજ્યમાં તાત્કાલિક ટીમ રવાના કરવામાં આવી હતી. જ્યારે કેદારનાથ અને ઉત્તરાખંડના અન્ય વિસ્તારોમાં કરુણાંતિકા સર્જાઈ હતી, ત્યારે કોંગ્રેસના નેતાઓ વિદેશમાં હતાં. તેઓ અહીં પણ નહોતા..

શ્રી મોદીએ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ઉત્તરાખંડ સાહસની ભૂમિ હતી. તેમણે કહ્યું હતું કે, “કોંગ્રેસને સશસ્ત્ર દળોના સાહસ પ્રત્યે માન નથી. તેઓ સત્તામાં હતાં, પણ 40 વર્ષથી ઓઆરઓપીની સમસ્યાનું સમાધાન કર્યું નહોતું. જ્યારે અમે સત્તામાં આવ્યાં, ત્યારે અમે તેને મુદ્દો બનાવ્યો હતો, ભૂતપૂર્વ સૈનિકોની મુશ્કેલીઓની જાણકારી મેળવી હતી અને ઓઆરઓપીનો અમલ કર્યો હતો.”

“શ્રી મોદીએ સવાલ ઉઠાવ્યો હતો કે, “આપણાં સશસ્ત્ર દળોએ નિયંત્રણરેખાને પાર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. તેમણે તેમની તાકાત પ્રદર્શિત કરી હતી. પણ કેટલાંક લોકો હજુ પણ તેનો સ્વીકાર કરતાં નથી. તેઓ પુરાવા માંગે છે! આપણાં સશસ્ત્ર દળો માટે તેમને આ જ સન્માન છે?.

આ સભામાં ભાજપના કેટલાંક કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપસ્થિત રહ્યાહતાં.

Click here to read the full text speech