પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બંધારણ દિવસની ઉજવણી પર પાર્લામેન્ટ હાઉસ એનેક્સીમાં પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
આ પ્રસંગે બે પુસ્તકોઃ ભારતીય બંધારણની નવી આવૃત્તિ અને “મેકિંગ ઓફ ધ કોન્સ્ટિટ્યૂશન (બંધારણની રચના)”નું લોકાર્પણ થયું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 26 નવેમ્બરને વર્ષ 2015થી બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આગામી પેઢીઓ બંધારણથી સારી રીતે વાકેફ હોવી જોઈએ અને સમકાલીન સંદર્ભમાં તેને યાદ રાખવી જોઈએ.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે ભારતમાં આપણે બંધારણને યાદ કરીએ છીએ, ત્યારે આપણે બાબાસાહેબ આંબેડકરને યાદ કરીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, આપણે બંધારણના આત્માને સમજવો જોઈએ તથા આપણા અધિકારો અને ફરજો વચ્ચે સંતુલન સ્થાપિત કરવું જોઈએ.
બંધારણ દિવસના મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે 26 જાન્યુઆરી (આપણો પ્રજાસત્તાક દિવસ)ની ઉજવણી 26 નવેમ્બર વિના ઉજવી ન શકાય.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિક આજે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની લડાઈમાં સૈનિક બની ગયો છે. તેમણે લોકોને શક્ય હોય ત્યાં સુધી નાણાંના વિનિયમની ડિજિટલ પદ્ધતિઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહન આપ્યું હતું, કારણ કે તેનાથી અર્થતંત્રમાં પારદર્શકતા વધશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, દરેક વ્યક્તિ તેના નાણાંનો ખર્ચ કરવાનો અધિકાર ધરાવે છે અને કોઈ તમારા હકના નાણાં તમારી પાસેથી નહીં લઈ શકે.
— PMO India (@PMOIndia) November 25, 2016
Our Constitution has a very special place in our lives. We remember Dr. Ambedkar whenever we remember the Constitution: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 25, 2016
Important to be connected with the spirit of the Constitution, not only be aware of the various articles of the Constitution: PM
— PMO India (@PMOIndia) November 25, 2016
We celebrate 26th January with great enthusiasm but we must also remember- without 26th November, we could not celebrate 26th January: PM
— PMO India (@PMOIndia) November 25, 2016
The common citizen of India has become a soldier against corruption and black money: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 25, 2016
Every person has a right to spend his or her money. No one can take anyone's money. Now people can spend through mobile technology also: PM
— PMO India (@PMOIndia) November 25, 2016