પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નવી દિલ્હીમાં નેશનલ સાયન્સ સેન્ટર ખાતે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આયોજિત પ્રદર્શન -“યુનાઈટિંગ ઈન્ડિયા- સરદાર પટેલ” નિહાળ્યું હતું.
આ ડિજીટલ પ્રદર્શન પ્રધાનમંત્રીની પ્રેરણાથી તૈયાર કરાયું છે અને તેમાં ભારતને એકિકૃત કરવાના પ્રયાસો તથા તેમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને પ્રદર્શિત કરાયું છે.
આ પ્રદર્શનમાં આશરે 30 કૃતિઓ પ્રદર્શિત કરાઈ છે અને તે અસરકારક છે તથા મિડીયા એક્સિપિરીયન્સ દર્શાવે છે. તે મુલાકાતીઓને ભારતને એકિકૃત કરવાના પ્રયાસોમાં સરદાર પટેલની ભૂમિકા સમજ આપતા વિવિધ ડિજીટલ ઈન્સ્ટોલેશન્સ રજૂ કરાયા છે. એમાં થ્રીડી ફિલ્મ જેવી ટેકનોલોજી (કાચ વગર) હોલોગ્રાફીક પ્રોજેકશન, કાઈનેટીક પ્રોજેકશન, ઓક્યુલસ આધારિત વર્ચ્યુઅલ રિયાલીટીના અનુભવ વગરેનો પ્રદર્શનમાં ઉપયોગ કરાયો છે.
આ પ્રદર્શન સંબંધિત વિવિધ દસ્તાવેજીકરણ સાંસ્કૃતિક મંત્રાલયના સ્ત્રોતોને આધારે કરાયું છે. આ પ્રદર્શનની ડિઝાઈનનો કન્સેપ્ટ નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ ડિઝાઈન દ્વારા કરવામાં આવ્યો છે.
આ પ્રદર્શનનું ઉદઘાટન પ્રધાનમંત્રી દ્વારા તા. 31 ઓકટોબર, 2016ના રોજ સરદાર પટેલની જન્મજયંતી પ્રસંગે કરવામાં આવશે.